Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 57
________________ જેન ધર્મના જાણકારોએ દિવસ અસ્ત થયા પછી ક્યારેય ભોજન ન કરવું એમ કહ્યું છે તેમ ઈતર દર્શનકારો પણ રાત્રિભોજનને અનેક દોષોથી અભોજન ગણે છે. આ શરીરમાં રહેલા હદયકમળ (નીચા મુખવાળું) અને નાભિકમળ (ઉંચા મુખવાળું) એ બંને કમળ સૂર્યના આથમી જવાથી સંકોચાઈ જાય છે. આરોગ્યને બાધા થાય તથા સૂક્ષ્મજીવોનું ભક્ષણ થઈ જતું હોવાથી રાત્રિભોજન ન કરવું. - યોગશાસ્ત્ર ૩/૬૦ રામાયણનો પ્રસંગ રામ અને લતા સાથે લક્ષ્મણ દક્ષિણા પથ તરફ ગયા.. ત્યારે વચ્ચે કુબેર ગરમાં મહીધરરાજાની પુત્રી વનમાલા સાથે લક્ષમણે લગ્ન કર્યા... રામ સાથે આગળ પ્રયાણ કરતાં લક્ષ્મણ વનમાલાને ત્યાં જ મકે છે. વનમાલાને લાગ્યું કે - લક્ષ્મણજી કદાચ મને લેવા પાછા ન આવે તો? તેથી પાછા આવવાના સોગન લેવરાવે છે. લક્ષ્મણજી કહે છે - “હે પ્રિયા રામચંદ્રજીને જે દેશમાં જવાની ભાવના છે તે દેશમાં મુકીને તને મારા દર્શન ન આપું તો પ્રાણાતિપાત આદિ (હિંસા વગેરે) પાપો કરનારની જે ગતિ થાય તે ગતિને હું પામ” વનમાલાને આ સોગંદથી સંતોષ ન થયો... એટલે એણે કહ્યું, “જો તમે રાત્રિભોજન કરનારની ગતિના સોગંધ લો તો હું રજા આપું.” અને લક્ષ્મણજીએ સોગંદ લીધા.... ત્યારે જ વનમાલાની રજા મળી અને લક્ષ્મણજીએ રામચંદ્રજી સાથે આગળ પ્રયાણ કર્યું. અહીં સમજવાની વસ્તુ એ છે કે - પ્રાણાતિપાતાદિ પાપો આચરનારની જે ગતિ થાય છે તેનાથી પણ રાત્રિભોજન કરનારની ગતિ વધુ ભયંકર થાય છે... અર્થાત્ પ્રાણાતિપાતાદિ કરતાં પણ અપેક્ષાએ રાત્રિભોજનનું પાપ વધુ મોટું ભયાનક છે. (૫૦)

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80