________________
જેન ધર્મના જાણકારોએ દિવસ અસ્ત થયા પછી ક્યારેય ભોજન ન કરવું એમ કહ્યું છે તેમ ઈતર દર્શનકારો પણ રાત્રિભોજનને અનેક દોષોથી અભોજન ગણે છે.
આ શરીરમાં રહેલા હદયકમળ (નીચા મુખવાળું) અને નાભિકમળ (ઉંચા મુખવાળું) એ બંને કમળ સૂર્યના આથમી જવાથી સંકોચાઈ જાય છે. આરોગ્યને બાધા થાય તથા સૂક્ષ્મજીવોનું ભક્ષણ થઈ જતું હોવાથી રાત્રિભોજન ન કરવું.
- યોગશાસ્ત્ર ૩/૬૦ રામાયણનો પ્રસંગ રામ અને લતા સાથે લક્ષ્મણ દક્ષિણા પથ તરફ ગયા.. ત્યારે વચ્ચે કુબેર ગરમાં મહીધરરાજાની પુત્રી વનમાલા સાથે લક્ષમણે લગ્ન કર્યા... રામ સાથે આગળ પ્રયાણ કરતાં લક્ષ્મણ વનમાલાને ત્યાં જ મકે છે. વનમાલાને લાગ્યું કે - લક્ષ્મણજી કદાચ મને લેવા પાછા ન આવે તો? તેથી પાછા આવવાના સોગન લેવરાવે છે. લક્ષ્મણજી કહે છે - “હે પ્રિયા રામચંદ્રજીને જે દેશમાં જવાની ભાવના છે તે દેશમાં મુકીને તને મારા દર્શન ન આપું તો પ્રાણાતિપાત આદિ (હિંસા વગેરે) પાપો કરનારની જે ગતિ થાય તે ગતિને હું પામ” વનમાલાને આ સોગંદથી સંતોષ ન થયો... એટલે એણે કહ્યું, “જો તમે રાત્રિભોજન કરનારની ગતિના સોગંધ લો તો હું રજા આપું.” અને લક્ષ્મણજીએ સોગંદ લીધા.... ત્યારે જ વનમાલાની રજા મળી અને લક્ષ્મણજીએ રામચંદ્રજી સાથે આગળ પ્રયાણ કર્યું.
અહીં સમજવાની વસ્તુ એ છે કે - પ્રાણાતિપાતાદિ પાપો આચરનારની જે ગતિ થાય છે તેનાથી પણ રાત્રિભોજન કરનારની ગતિ વધુ ભયંકર થાય છે... અર્થાત્ પ્રાણાતિપાતાદિ કરતાં પણ અપેક્ષાએ રાત્રિભોજનનું પાપ વધુ મોટું ભયાનક છે.
(૫૦)