Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 59
________________ ઉત્તમ પશુ પંખી પણ રાતે, ટાળે ભોજન ટાણે, તમે તો માનવી નામ ધરાવો, કેમ સંતોષ ન આણો રે. કબૂતર, ચકલા, કાગડા, પોપટ વગેરે પક્ષીઓપ્રાણીઓ પણ રાત્રે ખાચાં નથી તો પછી સમજામ માટે તો પૂછવું જ શું? આપણા વડવાઓના સમયમાં, થોડા વર્ષો પહેલાં, કંદમૂળ-બટાટા વગેરે બજારમાં બીજાની સામે ખરીદતાં અને ઘરમાં તેને વાપરતાં સામાજીક શરમ સંકોચ રહેતો. ઘરે લાવવા હોય તો સંતાડીને લાવતા. પરંતુ આજે તો પશ્ચિમની નકલ કરવામાં આપણી જાતને આધુનિક-ફોરવર્ડ બનાવવામાં, આપણે અમૂલ્ય સંસ્કૃતિ અને દયાધર્મના સંસ્કારને ભૂંસી રહ્યા છીએ. કંદમૂળ-અભક્ષ્ય ખાનપાન તો રાત્રિભોજનની જેમ ઘરઘરની સામાન્ય કહાની બની ગઈ છે, પરંતુ હવે આગળ વધીને ઈંડા, નશીલા કેફી દ્રવ્યોનો ઉપયોગ પણ ઘણી જ ઝડપથી ઘરોમાં પ્રવેશી રહ્યો છે, એટલું જ નહિ તે આધુનિકતાના લક્ષણો તરીકે મનાવવા માંડ્યા છે. ગર્ભપાત (પંચેન્દ્રિય જીવની ક્રૂર હત્યા) પણ પશ્ચિમના ઝેરી પવનમાં સામાન્ય બનવા માંડી છે. લગ્નમાં કે ક્રિકેટમાં ફટાકડા ફોડવાથી અનંત જીવોની હિંસા એ આધુનિક ફેશન બનવા માંડી છે. જેથી અશાતા વેદનીય બાંધી જીવ પોતે જ પોતાના આત્માને દુઃખમાં મૂકે છે. દુઃખી થાય છે. મનુષ્ય ભાન ભૂલ્યો છે અને આ પાપોના કાતિલ પરિણામો ભાવિમાં નરક-નિગોદના ભાવોમાં કેવા કડવાં અનુભવવાં પડશે એ સાવ ભૂલી ગયો છે. (પર)

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80