Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 56
________________ દિવસ વિધમાન હોવા છતાં જેઓ કલ્યાણની ઈચ્છાથી રાત્રે ભોજન કરે છે. તે રસાળ ભૂમિને છોડી ઉખર ભૂમિમાં ડાંગર વાવવા જેવું છે. (અર્થાત્ મૂર્ખાઈભર્યું કામ કરે છે.) • યોગશાસ્ત્ર ૩/૬૬ જે ભોજનમાં જીવોનો મોટો સમૂહ નાશ પામે તેવા રાત્રિભોજન કરનાર મૂઢ જીવોને રાક્ષસોથી જુદા કઈ રીતે પાડી શકાય? (અર્થાત્ રાત્રિભોજન એ રાક્ષસોનું ભોજન છે. જે માણસ રાત્રિભોજન કરે છે તેને નરરાક્ષસ કહેવો રહ્યો!) ♦ રાત્રિના સમયે નિરંકુશપણે ફરતા ભૂત-પ્રેત પિશાચાદિ અન્નને એઠું કરે છે, માટે સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું. (અન્યથા વળગાડથી પીડાવું પડે છે.) . યોગશાસ્ત્ર ૩/૪૮ ઘોર અંધકારથી રૂંધાયેલી શક્તિવાળા નેત્રોથી ભોજનમાં પડતા જીવોને આપણે જોઈ શકતા નથી... એવા રાત્રિ સમયે કોણ ભોજન કરે? યોગશાસ્ત્ર ૩/૪૯ રાત્રિના સમયે સૂક્ષ્મજંતુઓ જોઈ શકાતા નથી માટે ગમે તેવા જીવરહિત પદાર્થો પણ રાત્રે ન ખાવા? જૈન આગમ નિશીથભાષ્યમાં કહ્યું છે કે - દિવસે બનાવેલી નિર્જીવ લાડુ વગેરે વસ્તુઓ પણ રાત્રે ન ખાઈ શકાય કેમ કે રાત્રે કુંથુઆ, લીલ-કુગ આદિ જંતુઓ દેખી શકાતા નથી. કેવલજ્ઞાનીઓ (પ્રત્યક્ષજ્ઞાનવાળા) પોતાના જ્ઞાનબળથી સૂક્ષ્મજીવોને જાણી શકે તેમ હોવા છતાં રાત્રિભોજન કરતા નથી. જો કે દીવાલાઈટના પ્રકાશમાં કીડી વગેરે સ્થૂલ જીવો દેખાય, અંધકારને લઈને ઉત્પન્ન થયેલા નહીં દેખાતા એ સૂક્ષ્મજીવોની તથા ઉડતા જીવોની હિંસાના કારણે મૂલવ્રતની વિરાધના થતી હોવાથી વિશિષ્ટ જ્ઞાનીઓએ રાત્રિભોજનનો નિષેધ કર્યો છે. (૪૯) HOUD

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80