Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 54
________________ રાત્રિભોજનના અનંત દોષને સંપૂર્ણ રીતે જાણે છે, છતાં વર્ણન કરવામાં આયુષ્ય ઓછું પડે છે. રાત્રિભોજનના નિષેધ પાછળ જેમ આત્માની સુરક્ષા છે તેમ શરીરની પણ સુરક્ષા છે. તન-મન અને આત્મા ત્રણેયની સુરક્ષાના ભૌતિક અને આધ્યાત્મિક અનેક મહાના લાભો રાત્રિભોજનના તથા અભક્ષ્યના ત્યાગમાં રહેલા છે. આ અવતાર ઢોરનો નથી.. માનવનો છે. ઢોરનાં અવતારમાં રાતદિવસ ખા-ખા જ કરતા હતા. આ ભવમાં પણ એ જ કુસંસ્કારી પશુનો અવતાર ગયો પણ પશુતા ન ગઈ! કુસંસ્કારનો ત્યાગ કરવો એ માનવનું પ્રથમ કર્તવ્ય છે. રાત્રિભોજનના મહાપાપને સમજીને એ પાપથી આ જ ક્ષણે પાછા ફરો-પાછા ફરવાનો શુભ સંકલ્પ કરો અને દ્રવ્ય ભાવ બંને પ્રકારના આરોગ્યને પામો. ચાલો, એ રાત્રિભોજનના પાપને અનેક પાસાઓથી તપાસીએ... રાત્રિભોજન - કેવલજ્ઞાનીની દ્રષ્ટિએ અન્યદર્શનકારોનું જ્ઞાન સીમિત છે. વિજ્ઞાનનું સંશોધન હજી અપૂર્ણ છે. પણ સર્વજ્ઞનું જ્ઞાન ખામી વગરનું અને સર્વાગ સંપૂર્ણ છે..!! એ વિશિષ્ટ જ્ઞાન ધરાવનારને કોઈપણ વસ્તુ તપાસવા માટે, જેવા માટે, જાણવા માટે... નથી જરૂર કોઈ મોટા વિજ્ઞાન ભવનની! નથી જરૂર કોઈ મોટા-નાના ચાંત્રિક સાધનો વસાવવાની! નથી જરૂર કોઈ માઈક્રોસ્કોપ કે બાઈનોક્યુલર દુર્બનની! (૪૦)

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80