Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 49
________________ ૮૧. ૮૩. નળવાળા માટલામાં નળનો ભાગ સતત ભીનો રહેવાથી તેમાં નિગોદ-લીલ થવાની સંભાવના છે. નળવાળા માટલાને સાંજે ખાલી કરી નળમાંથી કપડું આરપાર નાંખી નળનો અંદરનો ભાગ સાફ કરવો જોઈએ. નળવાળા માટલાને બદલે નળ વગરના માટલા અને પાણી લેવા માટેના ડોયાની વ્યવસ્થા સર્વોત્તમ છે. વધારાના ઘડા-માટલા ઘરમાં રાખેલા હોય તેને કપડાના ટુકડા બાંધીને મુકવા જોઈએ, અન્યથા તેમાં કરોળીયાના જાળા અને મચ્છરોના નિવાસ થઈ જવાની શક્યતા છે. એકના એક માટલામાં રોજ પાણી ભરવાથી તેમાં લીલ થઈ જવાની શક્યતા છે. તેથી પાણીના માટલા ૩-૪ દિવસે બદલી આગળના માટલાને ત્યાં સુધી સંપૂર્ણ સુકાવા દેવા જોઈએ. ૮૪. ગ્લાસથી પાણી પીધા પછી તે ગ્લાસ કપડાંથી લૂછી નાંખવો જોઈએ. લૂડ્યાં વગરનો ઐઠો ગ્લાસ પાણીના માટલામાં નાંખવાથી માટલાનાં બધા પાણીમાં સમુચ્છિમ જીવો થવાની સંભાવના છે. માટલામાંથી પાણી લેવા માટે ડોયો રાખવાથી આ ભૂલ થાય નહિ. ૮૫. બળતણ માટેના લાકડા-કોલસા પૂંજીને જમીન પર ઠપકારીને પછી વાપરવા જોઈએ. કોલસાને વાપરતા પહેલા ચાળણીથી ચાળી લેવા જોઈએ. લાકડા સૂકા જ વપરાય. છાણાં પણ જોઈ-તપાસી વાપરવા. (૪૨)

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80