Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 45
________________ ૫૦. કોઈપણ ચીજ-વસ્તુ મૂકતા પહેલાં જમીન ઉપર દ્રષ્ટિ બરાબર ફેરવી લો. ૫૮. આખા ગંઠોડા કે સુંઠમાં પુષ્કળ જીવાતની સંભાવના છે. તેથી તૈયાર ગંઠોડા (પીપરામૂળનો) કે સુંઠનો પાવડર વાપરવો નહિં, તેમાં પુષ્કળ જીવાતો કૂટાયેલી હોય તે સંભવિત છે. આખા ગંઠોડા કે સૂંઠ લાવી, ખૂબ જયણાપૂર્વક જોઈને ઘેર ફૂટવાથી મોટી જીવવિરાધનાથી બચી જવાય છે. એ જ રીતે ત્રિફળા વગેરે દરેક બાબતમાં કરવું. ૫૯. ચાની ભૂકી ચાળીને વાપરવી, ચોમાસામાં કે ભેજવાળા વાતાવરણમાં તેમાં એ જ વર્ણની ઝીણી જીવાત થવાની સંભાવના ઘણી છે. ૬૦. સૂકવેલી ગવાર, મેથી, વાલોર વગેરેમાં ઘણી જીવાત થઈ જાય છે. તેથી ચોમાસામાં સૂકવણીના શાક બીલકુલ ન વાપરવા હિતાવહ છે. અન્ય તુમાં પણ બરાબર તપાસ્યા પહેલા અને ચાળ્યા વગર તેનો ઉપયોગ ન કરવો. ૧. પર્વતિથિના દિવસે કે ઉપધાન વગેરેમાં આંબોળિયાનું શાક ખાસ વાપરવામાં આવે છે. તેના પોલાણમાં જીવાત થઈ જાય છે. તેથી ઝીણા ટુકડા કરીને બારીકાઈથી બરાબર જઈ લીધા પહેલા આંબોળિયાનો ઉપયોગ ન કરવો. આમલી કે કોકમ પણ જોઈ તપાસી વાપરવા. ૬૨. છત પરના જાળા સાફ કરવા માટે લાકડી સાથે બાંધેલી મુલાયમ સાવરણીનો ઉપયોગ કરવો. (૩૮)

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80