Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 43
________________ ૪૪. આદ્રા નક્ષત્ર પછી તો કેરી અને રાયણ ન જ વપરાય. તે પહેલાં પણ વરસાદ થઈ ગયા પછી કેરીમાં જીવાત પડવાની સંભાવના છે. વરસાદ થયા પછી શક્ય હોય તો કેરીનો ત્યાગ કરો. તૈયાર પેકીંગમાં મળતો કેરીનો રસ ન વાપરો. ઊતરી ગયેલી, વણતર થયેલી કેરીનો ઉપયોગ ન કરો. ૪૫. વાસી ખાવાની વસ્તુ ન વપરાય. તાજો માવો પણ ઘીમાં બરાબર શેકી પાકો કરેલો ન હોય તો બીજા દિવસે તે વાસી બને છે. સૂર્યોદય પૂર્વે કે સૂર્યાસ્ત બાદ માવો ન બનાવો. ૪૬. સાબુદાણાની ઉત્પત્તિમાં પુષ્કળ જીવોની હિંસા છે. સાબુદાણા ન વપરાય. ટેપીયોકા નામના કંદમૂળમાંથી સાબુદાણા બને છે. અસંખ્યા ત્રસ જીવોને મારી બનાવાય છે. ૪૦. બહારના તૈયાર બેસણ-રવા-મેંદામાં પુષ્કળ જીવાત હોવાની સંભાવના છે. તે વાપરવા નહિ. ગાંઠીયા ફાફડા માટે પણ તૈયાર બેસણ ન વાપરવો. ૪૮. મધ-માખણ (બટર) અભક્ષ્ય છે. તેના ભક્ષણમાં પુષ્કળ વિકસેન્દ્રિય જીવોનું ભક્ષણ છે. માટે તેનો ત્યાગ કરો. પનીર વગેરે બાજાર ડેરી પ્રોડક્ટોનો ત્યાગ કરો. ૪૯. પ્લાસ્ટિકની કોથળીઓ વગેરે જ્યાં ત્યાં ફેંકવી નહિં. તે ફેંકેલી કોથળીઓ કોઈ ગાય વગેરેના પેટમાં જાય તો પશુમરણની ઘટનાઓ બને છે. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો વપરાશ ટાળવો. (૩૬)

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80