Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 40
________________ ૧૬. ગર્ભપાત કરાવવો નહિ, કોઈને તેની સલાહ આપવી નહિ. એવાં દવાખાનાં ચલાવવા નહિ. ૧. કાચા દૂધ-દહીં-છાશ કે તેની વાનગી સાથે કઠોળનો અંશ પણ આવતો હોય તેવી વાનગી ખાવી નહિં. દહીં-દૂધ-છાશને ધીમા તાપે પૂરતા પ્રમાણમાં ઉકાળ્યા બાદ જ કઠોળ જોડે વાપરી શકાય. ૧૮. પર્વતિથિઓમાં તથા પર્યુષણ-ઓળી વગેરે પર્વોમાં લીલોતરી વાપરવી નહિ. ૧૯. રસોઈ બનાવતા પહેલાં લોટ-ધાન્ય ચાળી લો, બરાબર જોઈ લો. ૨૦. પર્વતિથિ અને ૬ અઠ્ઠાઈઓમાં અનાજ દળાવવું નહિં. ૨૧. ખાલી વાસણો ઊંધા કે આડા મૂકી રાખો, જેથી જીવાત તેમાં પડીને ગુંગળાઈ ન જાય. ૨૨. ઠારેલા ગરમ પાણી પર જાળીઓ ઢાંકો. ૨૩. ટેબલ, પલંગ વગેરે કોઈપણ સામાન જમીનથી ઘસીને ન ખેંચો, ઉંચકીને ફેરવો. ૨૪. કબાટ, બેગ, ડબ્બા, ડબ્બી વગેરે ચુસ્ત બંધ કરીને રાખો, અધખુલ્લા ન રાખો. ૨૫. ખાધપદાર્થ નીચે ઢોળાય કે વેરાય નહિ તેની કાળજી રાખો. ઢોળાય તો તરત સાફ કરો, વારંવાર પોતું કરવાનો ઉપયોગ રાખો. ૨૬. ઘરના ઓરડાની દિવાલો, છત વગેરે પણ ૨-૩ દિવસે જયણાપૂર્વક સાફ કરો. ૨૭. કીડીઓ ઉભરાય તે સ્થાને કીડીઓની આજુબાજુ ચૂનો કે રાખ ભભરાવી દો. કીડીઓ જતી રહેશે અને હાલતાં ચાલતાં પણ કીડીના ઉપદ્રવનો તરત ખ્યાલ આવી જશે જેથી પગ તેની ઉપર પડી ન જાય. (૩૩)

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80