Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 20
________________ 'પાણીના ત્રસ જીવોની રક્ષા કરો ૧. દરેક કાર્યમાં પાણી ગાળીને જ વાપરો. ૨. પાણી ગાળ્યા પછી ગળણાંને સીધું સૂકવી ન દેવાય. પરંતુ, તે ગાળેલા પાણીને ખૂબ ધીમેથી ગળણાં પર રેડીને તે પાણી તે પાણીના મૂળ સ્થાનમાં વહાવી દેવું. ત્યાર પછી જ ગળણાંને સૂકવી શકાય. ગળણાંને ઝાટકવું પીલવું નહિં. એથી ત્રસાદિજીવો મરી જાય છે. ૩. ઘરની બહાર જવાનું થાય ત્યારે ગાળેલા પાણીનું સાધન સાથે રાખો. જેથી ગમે ત્યાં અળગણ પાણી વાપરવું ન પડે. ગીઝરનો ઉપયોગ બંધ કરો. હીટરમાં પણ પાણી ગાળીને જ વાપરો. સ્વીમિંગ પુલ વગેરેમાં તરવાનો કે વોટરપાર્કમાં છબછબીયા કરવાનો શોખ છોડી દો. કરાં પણ અપકાય છે તેનું ભક્ષણ-સંગ્રહ ન કરો. કપડાં ધોવા ધોબીને કે લોન્ડ્રીમાં ન આપો. ૮. શાવરબાથનો ઉપગોચ ન કરો. જાજરૂના ફલશમાં પણ પુષ્કળ અળગણ પાણી વહી જાય છે. તેનો યોગ્ય વિકલ્પ અપનાવો. ૧૦. પાણીનાં વાસણ ઢાંકીને જ રાખો. હોટલોમાં, બજારૂ વાનગીઓ, ઠંડાપીણાં વગેરેમાં અળગણ પાણી વપરાય છે, તેનો ત્યાગ કરો. ૧૨. ફ્રીજનું કે વોટરકુલરનું પાણી ન પીઓ. ૧૩. બિસલેરી વગેરે મીનરલ વોટરનો ત્યાગ કરો. ૧૪. ફ્રીઝ એટલે અપકાય જીવોનું કતલખાનું રોગનો ભંડાર અભક્ષ્ય-વાસી સેવનની જનની : સદંતર ત્યાગ કરો. ૯. (૧૩)

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80