Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 31
________________ 'વાંદાને ઓળખો આ વાંદા ચઉરિન્દ્રિય છે. રસોડાનાં કબાટમાં, બાથરૂમમાં કે ખાળ અને ગટરમાં વારંવાર જોવા મળતા વાંદાનો પરિચય કોને ન હોય? અચાનક બાટના ખૂણામાંથી બહાર ધસી આવતા આ જંતુને જોઈને ઘણાં ગભરાઈ જાય છે. આ જંતુ ખાસ કરીને ગંદકીમાંથી ઉત્પન્ન થયા છે. રસોડામાં સાફસૂફી બરાબર થતી ન હોય, એંઠવાડ પડ્યો રહેતો હોય, મોરી બરાબર સાફ થતી ન હોય કે અન્ય કચરો જમા થયા કરતો હોય ત્યાં વાંદા જલદી ઉત્પન્ન થઈ જાય છે. વાંદા ઉત્પન્ન થઈ ગયા પછી તેના ઉપદ્રવથી બચવા ઘણાં વાંદાની દવા છાંટે છે. આ દવાની સુગંધથી ખેંચાઈને ખૂણે-ખાંચરે ભરાયેલા વાંઘ બહાર આવી જાય છે અને દવાની નજીક આવતાની સાથે જ તેના ઝેરથી ટપોટપ મરી જાય છે. આવી દવા છાંટવી તે ભયંકર ક્રૂરતા છે. નિર્દોષ ઉપાયો કરવાને બદલે આવા હિંસક ઉપાય કરવા તે દયાનું દેવાળું જ ગણાય. (૨૪)

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80