________________
'ઉધઈને ઓળખો |
તેઈન્દ્રિય એવી ઉધઈ એક સૂક્ષ્મ જીવાત છે. તે અવાવરૂ જમીનમાં, દિવોલ પર, ફર્નીચરમાં તથા પુસ્તકો અને કાગળમાં થાય છે. એકવાર ઉધઈ થયા પછી તેની ઉત્પત્તિ ખૂબ વધી જાય છે અને તેનું ક્ષેત્ર વિસ્તાર પામે છે. ઉધઈ ફર્નીચર તથા કાગળોને કોતરી ખાય છે. દિવાલને પણ કોતરી ખાય છે અને મકાનને જર્જરિત બનાવી દે છે.
ઉધઈ થયા પહેલા કે થયા પછી ક્યારેય પેસ્ટ કંટ્રોલ કરાવવાથી ઉધઈ તથા અન્ય જીવાતો એક સાથે નાશ પામી જાય છે. પેસ્ટ કંટ્રોલ અત્યંત હિંસક ઉપાય છે. સેંકડો હજારો નિર્દોષ જીવોને દવા છાંટીને એકસાથે મોતને ઘાટ ઉતારી દેવા તે ભયંકર ક્રૂરતા છે. આ રીતે જીવોને બેરહેમીથી મારવાથી આપણને પણ ભવોભવ દૂર રીતે મરવાનો વારો આવે છે.
ઉધઈ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં આજુબાજુ લીટી જેવી નિશાની થઈ જાય છે તેનાથી ઉધઈનો ખ્યાલ આવી જાય
પ્લાયવુડમાં ઉધઈ થવાની શક્યતા વધુ છે. સાગ, સીસમ, ચંદન લાકડામાં ઉધઈ જલદી આવતી નથી માટે ઘરમાં પ્લાયવુડનો ઉપયોગ ટાળો.
(૨૬)