________________
'કીડીની રક્ષા કરો
૧. ખાદ્યપદાર્થ નીચે પડે તો તરત લઈ લો. દૂધ-ઘી વગેરે
ઢોળાયા હોય તો તરત સાફ કરી નાંખો.
ઘરમાં કીડી તરત દેખાય તેવું ફલોરીંગ જોઈએ. ૩. ચાલતી વખતે બરાબર નીચે જોઈને ચાલો. ૪. જે પદાર્થથી કીડીઓ આકર્ષાઈ હોય તે પદાર્થ સંભાળીને
લઈ લેવાથી કીડીઓ પોતાના સ્થાને ચાલી જશે. ૫. કોઈ ખૂણામાં મધુર ખાધ પદાર્થનો કણીયો મૂકી દેવાથી
બધી કીડીઓ એક સ્થાને ભેગી થઈ જશે. દીવેલ અને લોટની ગોળી બનાવીને મૂકો. આજુબાજુ કંકુ, હળદર કે રાખ ભભરા. ખાદ્યપદાર્થોમાં કીડીઓ થઈ ગઈ હોય તો ખૂબ
સાવધાનીથી યોગ્ય ઉપાય કરીને રક્ષા કરવી જોઈએ. ૯. દિવેલ કે નારંગીના તેલની ગંધવાળું કપડું ઢાંકવાથી
પણ ડબા વગેરેમાં થયેલી કીડીઓ ચાલી જાય છે. ૧૦. પાણીમાં પડેલી કીડી નિશ્વેત્તન લાગે પણ તેને હળવે - હાથે સુકા કપડાં પર મૂકવાથી પ-૭ મિનિટમાં ચાલવા
લાગશે. ૧૧. D.D.T. કે લક્ષ્મણરેખા જેવા કીડીના નાશક પાવડર
કે સ્ટીક ખૂબ ઝેરી હોય છે તે વાપરવા નહિં.
(૧૦)