________________
ઔષધવગેરે આપે અને યથાયોગ્ય પથ્ય વસ્તુઓ વહોરાવે. ટુંકમાં ગુરુભગવંતના બધા પ્રયોજનોની સાર સંભાળ લે. કહ્યું જ છે કે – જે સાધુને જે આહારાદિ કે ઔષધાદિ જે વસ્તુની જ્ઞાનાદિ ગુણોને ટકાવવા જરૂરત હોય, તેનું દાન કરવું જોઇએ.
પછી જ્યારે ગુરુભગવંત ઘરે પધારે, ત્યારે “સાહેબ આપને શું ખપ છે?” એમ પૂછવામાં દોષ છે, ઔચિત્ય નથી. પણ પોતે જ સામેથી સાધુઓને જે-જે વસ્તુ વહોરવી કલ્પતી હોય, તે બધી વસ્તુનું નામ લઇને વહોરવા વિનંતી કરે. જો એમ નામ લઇને બધી વસ્તુ વહોરવા વિનંતી કરે નહીં, તો પૂર્વે કરેલું નિમંત્રણ વ્યર્થ થઇ જવાની આપત્તિ આવે. શ્રાવક નામ લઇને બધી વસ્તુ વહોરવા વિનંતી કરે, પછી સાધુ ન વહોરે, તો પણ વિનંતી કરનાર શ્રાવકને તો પુણ્યની પ્રાપ્તિ થાય છે. અમે (ગ્રંથકારે) કહ્યું જ છેમનથી પણ ભાવના કરે, તો પુણ્ય મળે; એમાં પણ વચનથી વિનંતી કરે, તો વિશેષથી પુણ્ય લાભ થાય; એમાં પણ એ વહોરાવવાદિ રૂપે કર્તવ્ય પણ જો ભળે, તો તે ઉત્તમ ફળ દેનાર કલ્પવૃક્ષ જ પ્રાપ્ત થાય છે.
શ્રાવક આ રીતે નામ લઇને વિનંતી ન કરે, તો તે વસ્તુ સામે દેખાવા છતાં સાધુ વહોરે નહીં એ મોટું નુકસાન થાય છે. વળી આ રીતે ઉપાશ્રયમાં નિમંત્રણ (વહોરવા પધારવાની વિનંતી) કર્યા પછી પણ જો સાધુ પધારે નહીં, તો પણ નિમંત્રણ આપનાર શ્રાવકને તો પુણ્યનો લાભ થાય જ છે. ને એમાં પણ જો ભાવ વિશેષ ભળ્યો હોય, તો વિશેષ લાભ થાય છે. અહીં જીરણ (જીર્ણ) શ્રેષ્ઠીનું આ દૃષ્ટાંત છે.
જીરણ શેઠનું દષ્ટાંત વૈશાલી નગરીમાં છદ્મસ્થ અવસ્થામાં ચાર મહિનાના ઉપવાસ ધારણ કરી કાઉસગ્નમાં ઊભા રહેલા ભગવાન મહાવીરસ્વામીને જીવણશેઠ દરરોજ પારણામાટે નિમંત્રણ કરતા હતા. ચોમાસુ પૂર્ણ થયે એ શેઠે ભગવાન આજે તો જરૂર જ પારણું કરશે એમ ધારી દઢ નિમંત્રણ કરી પોતાના ઘરે ગયા. ત્યાં ભાવનામાં ચડ્યા કે “હું ધન્ય છું કે ભગવાનું મારા ઘરે પારણું કરશે !' આ ભાવનાના બળ પર જ એમણે અમ્રુત (બારમા) દેવલોકનું આયુષ્ય બાંધ્યું. ભગવાનનું પારણું તો મિથ્યાત્વી અભિનવ શેઠને ત્યાં થયું. શેઠે કોક સામાન્ય ભિક્ષાચાર માની દાસીને કહ્યું – આમને બાફેલા અડદ આપી દો. આમ શેઠે દાસી પાસે અપાવેલા અડદથી ભગવાને પારણું કર્યું. ત્યારે પ્રગટેલા પાંચ દિવ્યને અંતર્ગત દેવદંદુભિનો નાદ જો જીરણ શેઠે સાંભળ્યો ન હોત, તો એ ભાવનાની વૃદ્ધિથી તેઓ કેવળજ્ઞાન પણ પામી ગયા હોત. એમ જ્ઞાનીએ કહ્યું. સાધુ નિયંત્રણમાં આ દૃષ્ટાંત છે. આહારઆદિના દાનમાં શ્રી શાલિભદ્રનું અને ઔષધદાનમાં પ્રભુવીરને ઔષધ દેનારી અને તીર્થંકરનામકર્મ બાંધનારી રેવતીનું દૃષ્ટાન્ત છે.
ગ્લાન સાધુની વૈયાવચ્ચ અંગે ગ્લાનમાંદા) સાધની વૈયાવચ્ચ કરવામાં મહાલાભ છે. આગમમાં કહ્યું છે કે, હે ગૌતમ! જે ગ્લાનની સેવા કરે છે, તે મને સમ્યગ્દર્શનથી સ્વીકારે છે. જે સમ્યગ્દર્શનથી (શ્રદ્ધાથી) મને સ્વીકારે છે, તે ગ્લાનની સેવા કરે છે. (શ્રદ્ધાપૂર્વક ભગવાનને માનનારો ગ્લાન (બીમાર)ની સેવા કર્યા વિના ન રહે.) અરિહંતોનું દર્શન આજ્ઞાકરણસાર છે. (જિનેશ્વરોના વચન મુજબ વર્તવું એ જ જૈનશાસનમાં સારભૂત સમ્યત્વ ગણાય છે.) ગ્લાનની સેવાઅંગે કમિ-કોઢ (જે કોઢરોગમાં શરીર કીડાઓથી વ્યાપક થઇ જાય) ના ઉપદ્રવવાળા સાધુનો ઉપચાર કરનારા શ્રી ઋષભદેવ ભગવાનના જીવ જીવાનંદ વૈદનું દૃષ્ટાંત છે.
વળી શ્રાવક સાધુને રહેવા માટે સારા સ્થાને ઉપાશ્રય આદિની વ્યવસ્થા કરે. કહ્યું જ છે કે – શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૧૧