Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 265
________________ કળાવાન તો વસુદેવ વગેરેની જેમ વિદેશમાં પણ માન પામે છે. કહ્યું જ છે – પંડિતાઇ અને રાજાપણું એ બે સરખાં નથી, કારણ કે રાજા પોતાના દેશમાં જ પૂજાય છે, જ્યારે પંડિત બધે પૂજાય છે. બધી કળાઓ શીખવી, કેમકે દેશ, કાળ વગેરેને અનુસરી બધી કળાઓનો વિશેષ ઉપયોગ થવાનો સંભવ છે. નહીંતર ક્યારેક સદાવાનો પ્રસંગ થાય છે. કહ્યું છે કે – DMCM (ગરબડીયું મંત્રતંત્રાદિનો દેખાવ કરતું) પણ શીખવું, કારણકે શીખેલું નકામું જતું નથી. DKCM ના પ્રસાદથી ગોળ અને તુંબડું ખાવા મળે છે. બધી કળાઓ આવડતી હોય, તો પહેલા કહેલા આજીવિકાના સાત ઉપાયોમાંથી કોઇ એક ઉપાયથી પણ સુખે નિર્વાહ થાય, તથા વખતે સમૃદ્ધિ આદિ પણ મળે. કળાઓનો અભ્યાસ કરવાની શક્તિ ન હોય, તો શ્રાવકપુત્રે જેથી સુખે નિર્વાહ થાય અને પરભવમાં શુભગતિ થાય, એવી એક કળાનો પણ સમ્યક્ પ્રકારે અભ્યાસ જરૂર કરવો. કહ્યું છે કે – શ્રુતરૂપ સમુદ્ર અપાર છે, આયુષ્ય થોડું છે, હાલના જીવ ઓછી બુદ્ધિના છે. માટે એવું કાંઇક શીખવું કે જે કાર્યસાધક પણ હોય, ને થોડું પણ હોય. બે વાત જરૂર શીખવી જોઇએ. ૧) જે પ્રવૃત્તિથી પોતાનો સુખે નિર્વાહ થાય અને ૨) જે પ્રવૃત્તિથી મરણ પછી સદ્ગતિ મળે. મૂળ ગાથામાં “ઉચિત” પદ છે, તેથી નિદ્ય તથા પાપમય વ્યાપાર અનુચિત હોવાથી જ નિષિદ્ધ છે. ઇતિ બીજું દ્વાર સંપૂર્ણ. પાણિગ્રહણ પાણિગ્રહણ એટલે વિવાહ (લગ્ન). તે પણ ત્રિવર્ગની એટલે ધર્મ, અર્થ અને કામની સિદ્ધિનું કારણ હોવાથી ઉચિત જ હોવો જોઇએ. ગોત્રથી અન્ય અને કુલ, સદાચાર, શીલ, રૂપ, વય, વિદ્યા, સંપત્તિ, વેષ, ભાષા, પ્રતિષ્ઠા વગેરેથી પોતાની બરાબરીના હોય તેમની સાથે જ વિવાહ કરવો. બન્નેનાં કુળ, શીલ વગેરે સરખાં ન હોય, તો પરસ્પર અપમાન, હીલના, કુટુંબના કલહ, કલંક વગેરેની પ્રાપ્તિ થાય છે. પોતનપુર નગરમાં શ્રીમતી નામે એક શ્રાવક કન્યા આદર સહિત કોઇ અન્ય ધર્મી સાથે પરણી હતી. તે પોતે ધર્મમાં દઢ હતી. પણ તેનો પતિ પરધર્મી હોવાથી તેના ઉપર રાગ વિનાનો થયો. એક વખત પતિએ ઘરની અંદર ઘડામાં સાપ રાખી શ્રીમતીને કહ્યું, ‘લાણા ઘડામાં પુષ્પની માળા છે, તે લાવ.' નવકાર મહામંત્રનું સ્મરણ કરતી કરતી શ્રીમતીએ ઘડામાં હાથ નાખ્યો. મહામંત્રના પ્રભાવથી સાપના સ્થાને પુષ્પમાળા થઇ. પછી શ્રીમતીના પતિ વગેરે પણ શ્રાવક થયા. બન્નેનાં કુલ, શીલ વગેરે સરખાં હોય તો ઉત્તમ સુખ, ધર્મ તથા મોટાઇ આદિ મળે છે. એ ઉપર પેથડશા - પ્રથમિણી દેવી વગેરે દંપતીઓના દૃષ્ટાંત સમજવા. વર અને કન્યાના ગુણદોષ સામુદ્રિકાદિક શાસ્ત્રોમાં કહેલા શરીરનાં લક્ષણ તથા જન્મપત્રિકાની તપાસ વગેરેથી કન્યાની તથા વરની પરીક્ષા કરવી. કહ્યું છે કે – ૧. કુલ, ૨. શીલ, ૩. વડીલવર્ગ, ૪. વિદ્યા, ૫. ધન ૬. શરીર અને ૭. વય એ સાત ગુણ કન્યાદાન કરનારે વરઅંગે જોવા. એ પછી તો જેવું કન્યાનું ભાગ્ય. મૂર્ખ, નિર્ધન, દૂર દેશાંતરમાં રહેનારા, શૂરવીર, મોક્ષાભિલાષી (દીક્ષા લેવા ઇચ્છતો હોય) અને કન્યાથી ત્રણ ગુણી કરતાં પણ વધુ ઉંમરવાળા વરને ડાહ્યા માણસે કન્યા નહીં આપવી. ઘણું આશ્ચર્ય લાગે એટલી સંપત્તિવાળો, ઘણો જ ઠંડો અથવા ઘણો જ ક્રોધી, હાથ, પગે અથવા કોઇપણ અંગે અપંગ તથા રોગી શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૫૭

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291