Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 270
________________ આ વહાણ તો મોટા વમળમાં સપડાઇ જશે.” નાવિકના કહેવા પ્રમાણે કરી કુમારનંદી પંચશૈલદ્વીપે ગયો. ત્યારે હાસા-મહાસાએ તેને કહ્યું, “આ શરીરથી તું અમારી સાથે ભોગ નહીં ભોગવી શકે. તેથી અગ્નિપ્રવેશ કર.” એમ કહી તે બંનેએ કુમારનંદીને હાથમાં બેસાડી ચંપાનગરીના ઉદ્યાનમાં મૂક્યો. પછી તેના મિત્ર નાગિલ શ્રાવકે ઘણો વાર્યો તો પણ તે નિયાણું કરી અગ્નિમાં પડ્યો, મરણ પામી પંચશૈલ દ્વીપનો અધિપતિ વ્યંતર દેવ થયો. નાગિલે તેથી વૈરાગ્ય થવાથી દીક્ષા લીધી. એ કાળ કરી બારમા અય્યત દેવલોકે દેવ થયો. એકવાર નંદીશ્વર દ્વીપે જતાં દેવોની આજ્ઞાથી હાસા-મહાસાએ કુમારનંદીના જીવ વ્યંતરને કહ્યું, “તું પટક (એક પ્રકારનું ઢોલકું) ગ્રહણ કર.” તે અહંકારથી હુંકાર કરવા લાગ્યો. એટલામાં પટહ તેને ગળે આવીને વળગ્યું. કોઇ પણ ઉપાય તે પટક અલગ થાય નહીં. અવધિજ્ઞાનથી જાણીને નાગિલ દેવ ત્યાં આવ્યો, સૂર્યના તેજથી ઘુવડની જેમ તે દેવના તેજથી કુમારનંદી વ્યંતર નાસવા લાગ્યો, ત્યારે નાગિલ દેવે પોતાનું તેજ સંહરીને કહ્યું, “તું મને ઓળખે છે?” વ્યંતરે કહ્યું “ઇંદ્ર આદિ દેવોને કોણ ઓળખે નહીં?” ત્યારે નાગિલ દેવે શ્રાવકના રૂપે પૂર્વભવ કહી વ્યંતરને પ્રતિબોધ પમાડ્યો. ત્યારે વ્યંતરે કહ્યું, “હવે મારે શું કરવું? ” દેવે કહ્યું “હવે તું ગૃહસ્થપણામાં કાયોત્સર્ગ કરી રહેલા ભાવથી સાધુ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા કરાવ. એમ કરવાથી તને આવતે ભવે બોધિલાભ થશે.” તેથી એ વ્યંતરે પ્રતિમા (કાઉસગ્ગ)માં રહેલા શ્રી મહાવીરસ્વામીના દર્શન કરી મહાહિમવંત પર્વતથી ગોશીર્ષ ચંદન લાવી તે ચંદનની પ્રભુની કાઉસગ્ન અવસ્થાની પ્રતિમા બનાવી પ્રતિષ્ઠા કરાવી બધા આભૂષણોથી યુક્ત કરી તથા ફુલવગેરેથી પૂજા કરી શ્રેષ્ઠ ચંદનની પેટીમાં મૂકી. એ વખતે એક વહાણ સમુદ્રમાં છ મહીનાથી ઉત્પાતના કારણે ફસાયેલું હતું. આ વ્યંતરે એ ઉત્પાત દૂર કરી એ વહાણના ખલાસીને કહ્યું - આ પ્રતિમાયુક્ત પેટીને સિન્ધ સૌવીર દેશમાં લઇ જા. ત્યાં વીતભય નગરના ચોકમાં રાખી ઘોષણા કરાવી કે આ દેવાધિદેવની પ્રતિમા ગ્રહણ કરો. એ ખલાસીએ એ રીતે કર્યું. ત્યારે તાપસધર્મના ભક્ત ઉદાયન રાજવગેરે જુદા જુદા ધર્મોને માનનારાઓ ત્યાં આવ્યાં. પોત પોતાના દેવનું સ્મરણ કરી કુહાડાથી ખોલવા ગયા. પણ બધાના કુહાડા ભાંગી ગયા. પેટી ખુલી નહીં. તેથી બધા ઉગમાં હતા. મધ્યાહ્ન સમય થઇ ગયો. પ્રભાવતી રાણીએ ઉદાયન રાજાને ભોજન માટે બોલાવવા એક દાસી મોકલી. ત્યારે ઉદાયન રાજાએ એ જ દાસી દ્વારા કૌતુક જોવા રાણીને ત્યાં બોલાવી. ત્યાં આવેલી રાણીએ કહ્યું -દેવાધિદેવ તો શ્રી અરિહંત પરમાત્માનું છોડી બીજું કોઇ છે જ નહીં. તેથી બધા કૌતુક જુઓ. એમ કહી યક્ષકદમ (કેસર, કસ્તુરી, અગર, કપૂર અને ચંદનનું મિશ્રણ) થી પેટીપર લેપ કરી ફુલો ચઢાવી વિનંતી કરી દેવાધિદેવ મને દર્શન આપો’ એ આટલું હજી બોલે છે, ત્યાં જ એ પેટી સવારે કમળની પાંખડીઓ ખુલે એમ ખુલી ગઇ. નહીં કરમાયેલી ફૂલમાળાવાળી એ પ્રતિમા પ્રગટ થવાથી જૈનમતની ખૂબ ઉન્નતિ થઇ. પછી વહાણવટીનો સત્કાર કરી પ્રભાવતી રાણી તે પ્રતિમાને ઉત્સવપૂર્વક પોતાના અંત:પુરમાં લઇ ગયાં, અને નવા કરાવેલા ચૈત્યમાં સ્થાપન કરી દરરોજ ત્રણ ટંક પૂજા કરવા લાગી. એક વખત રાણીના આગ્રહથી રાજા વીણા વગાડતો હતો અને રાણી ભગવાન આગળ નૃત્ય કરતી હતી. એટલામાં રાજાને રાણીનું શરીર માથા વિનાનું જોવામાં આવ્યું. તેથી ગભરાયેલા રાજાના શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૨.

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291