Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 282
________________ સંથારાને અવસરે શ્રાવક દીક્ષા લે ત્યારે પ્રભાવના વગેરે શક્તિ પ્રમાણે ધનનો વ્યય કરે. થરાદના આભૂ સંઘવીએ જેમ તે અવસરે (અંત વખતે) સાત ક્ષેત્રોમાં સાત કરોડ ધન વાપર્યું. અંતકાળે સંયમ લેવાનું જેનાથી શક્ય ન બને, તે શ્રાવક અંતસમયે આવી સંલેખના કરી શત્રુંજય આદિ શુભ તીર્થે જાય, અને નિર્દોષ જગ્યાપર (જીવજંતુ રહિત ભૂમિપ૨) શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ચતુર્વિધ આહારનું પચ્ચક્ખાણ કરી આનંદાદિક શ્રાવકોની માફક અનશન સ્વીકારે. કહ્યું છે કે તપસ્યાથી અને વ્રતથી મોક્ષ થાય છે. દાનથી ઉત્તમ ભોગ મળે છે, દેવપૂજાથી રાજ્ય મળે છે અને અનશન કરી મરણ પામવાથી ઇંદ્રપણું પમાય છે. - લૌકિકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે - હે અર્જુન ! અંત વખતે વિધિપૂર્વક પાણીમાં ૨હે, તો તે સાત હજાર વર્ષ સુધી, અગ્નિમાં પડે તો દસ હજાર વર્ષ સુધી, ઝંપાપાત કરે તો સોળ હજાર વર્ષ સુધી, મોટા સંગ્રામમાં પડે તો સાઇઠ હજાર વર્ષ સુધી, ગાય છોડાવવા માટે દેહ ત્યાગ કરે તો એંશી હજાર વર્ષ સુધી શુભગતિ ભોગવે અને અંતકાળે અનશન કરે તો અક્ષયગતિ પામે. પછી બધા અતિચારના પરિહાર માટે ચાર શરણ આદિ આરાધના કરે. દશ દ્વાર રૂપ આરાધના એ રીતે કહી છે કે :- ૧. અતિચારની આલોચના કરવી, ૨. વ્રતાદિક ઉચ્ચરવાં, ૩. જીવોને ખમાવવા, ૪. ભાવિતાત્મા થઇ અઢાર પાપસ્થાનક વોસિરાવવા. ૫. અરિહંત આદિ ચારે શરણ સ્વીકારવા, ૬. કરેલા દુષ્કૃતની નિંદા કરવી, ૭. કરેલા શુભ કાર્યોની અનુમોદના કરવી. ૮. શુભભાવના ભાવવી. ૯. અનશન સ્વીકારવું. અને ૧૦. પંચપરમેષ્ઠિ નવકાર ગણવા. એવી આરાધના કરવાથી જો તે જ ભવમાં સિદ્ધ ન થાય, તો પણ શુભ દેવપણું તથા શુભ મનુષ્યપણું પામી આઠ ભવની અંદર સિદ્ધ થાય જ, કારણ કે સાત અથવા આઠ ભવ કરે, તેથી વધારે ન કરે એવું આગમવચન છે, ઇતિ અઢારમું દ્વાર તથા સોળમી ગાથાનો અર્થ સંપૂર્ણ. હવે પ્રકરણનો ઉપસંહાર કરતાં દિનકૃત્યાદિકનું ફળ કહે છે. SDhuf fh0eccofh, EFtbDntellenle psef fhCs- FnYle hej Yogle felloy &mbunglesunle 09th--17~~ (छा. एवं गृहधर्मविधिं प्रतिदिवसं निर्वहन्ति ये गृहिणः । इह भवे परभवे निवृतिसुखं लघु ते लभन्ते ध्रुवम्) ઉપર કહેલા આ દિનકૃત્ય આદિ છ દ્વારવાળી શ્રાવકની ધર્મવિધિ નિરંતર જે શ્રાવકો સમ્યક્ પ્રકા૨ે પાળે, તેઓ આ વર્તમાનભવમાં સારી અવસ્થામાં રહી સુખ પામે, તથા પરલોકે સાત-આઠ ભવની અંદર સુખના હેતભૂત સુખની પરંપરારૂપ મુક્તિસુખ તત્કાળ જરૂર પામે છે. તપાછીય શ્રી રત્નશેખરસૂરિવિરચિત ‘શ્રાદ્ધવિધિ પ્રકરણ’ ની ‘શ્રાદ્ધવિધિકોમુદી’ ટીકામાં છઠ્ઠો જન્મકૃત્ય પ્રકાશ સમાપ્ત થયો. ગ્રન્થકારની પ્રશસ્તિ જગતમાં શ્રી જગચંદ્રસૂરિ ‘તપા’ એવા નામથી પ્રસિદ્ધ થયા છે. તેઓશ્રીના પટ્ટ ઉપર અનુક્રમે પ્રસિદ્ધિને પામેલા શ્રી દેવસુંદરસૂરિ પ્રખ્યાત થયા. ૧. એ દેવસુંદરસૂરિ મહારાજને પાંચ શિષ્યો થયા. તેમાં પ્રથમ જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર એવા જ્ઞાનસાગરગુરુ થયા. જેઓએ ઘણા શાસ્ત્રોની વિવિધ પ્રકારની અવચૂર્ણીરૂપી લહેરો પ્રગટ કરી પોતાનું નામ સાર્થક કર્યું હતું. ૨. ૨૭૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291