Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 288
________________ ૮ અનર્થદંડ વિરમણ વ્રત - ૧. આર્ત-રૌદ્ર ધ્યાન, ૨. પાપકર્મનો ઉપદેશ, ૩. હિંસાના સાધનો આપવાં અપાવવાં, ૪. પ્રમાદ આચરણ. આ ચાર સ્વજન, શરીર, ધર્મ કે વ્યવહારાદિના કારણે થાય તે અર્થદંડ છે. પણ શરીરાદિ પ્રયોજન વિના ફોગટ સેવવામાં આવે તો તેને અનર્થદંડ કહે છે. આ ચાર અનર્થદંડનો ત્યાગ કરવો તે અનર્થદંડ વિરમણ વ્રત કહે છે. અતિચાર – ૧. કંદર્પ, ૨. કૌકુચ્ય-કુચેષ્ટા કરવી, ૩. મૌર્ય, ૪. ખપ કરતાં વધારે અધિકરણ રાખવાં, ૫. ભોગ ઉપભોગના સાધનો વધારે પડતાં રાખવાં. (ચાર શિક્ષાવ્રત) ૯ સામાયિક વ્રત - આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ કરી તેમજ સાવદ્યકર્મનો ત્યાગ કરી બે ઘડી (૪૮ મીનીટ) પર્યન્ત જે સમભાવમાં રહેવું તેને સામાયિક વ્રત કહે છે. અતિચાર – ૧. મન: દુષ્પણિધાન, ૨. વચન દુષ્પણિધાન, ૩. કાયા દુષ્મણિધાન, ૪. અનવસ્થા તેમજ પ. સ્મરણ ન રહેવું. ૧૦ દેશાવગાસિક વ્રત - એકાસણું ઉપવાસ આદિ પચ્ચકખાણ કરી આઠ સામાયિક અને બે પ્રતિક્રમણ જે વ્રતમાં કરવામાં આવે અથવા છઠ્ઠા દિવ્રતમાં કરવામાં આવેલ પરિમાણનો રાતે અને દિવસે સંક્ષેપ કરવો તેને દેશાવગાસિક વ્રત કહે છે. અતિચાર – ૧. આનયન પ્રયોગ, ૨. પ્રેગ્યપ્રયોગ, ૩. શબ્દાનુપાત, ૪. રૂપાનુપાત, ૫. પુદ્ગલપ્રક્ષેપ. ૧૧ પૌષધોપવાસ વ્રત - ચાર પર્વમાં ઉપવાસાદિ તપ કરવો, ૨. પાપવાળા સદોષ વ્યપારનો ત્યાગ કરવો. ૩ બ્રહ્મચર્ય પાળવું અને ૪. શરીરની સ્નાનાદિક શોભાનો ત્યાગ કરવો એમ પૌષધવ્રત ચાર પ્રકારે છે. પાંચ અતિચાર - ૧. સંથારાની વિધિમાં પ્રમાદ કરવો, ૨. શય્યાસંથારો વિધિપૂર્વક પ્રમાર્જવો નહીં, ૩. એકી-બેકીની જગ્યાની પડિલેહણા ન કરવી, ૪. એકી-બેકીની જગ્યા બરાબર પ્રમાર્જવી નહીં, પ. પૌષધ ઉપવાસની સારી રીતે પાલન ન કરવી. ૧૨ અતિથિ સંવિભાગ વ્રત - ચાર પ્રકારનો આહાર, પાત્ર, વસ્ત્ર અને વસતિ અતિથિ સાધુઓને આપવી તેને અતિથિ સંવિભાગ વ્રત કહે છે. અતિચાર - ૧. સચિત્તનિક્ષેપ, ૨. સચિત્તપિધાન, ૩. અન્યવ્યપદેશ, ૪. મત્સરદાન અને કાલાતિક્રમ. સંખના વ્રત - શ્રાવક અંતે કર્મનિર્જરાની બુદ્ધિએ સર્વ વસ્તુઓનો ત્યાગ કરી સાગારિક અનશન સ્વીકારે તેને સંલેખના વ્રત કહે છે. પાંચ અતિચાર – ૧. આલોકના સુખની ઇચ્છા ૨. પરલોકના સુખની ઇચ્છા, ૩. અનશનવ્રતનું બહુમાન દેખી જીવવાની ઇચ્છા, ૪. અનશનવ્રતના દુ:ખથી મરણની ઇચ્છા, ૫. કામભોગની ઇચ્છા. જ્ઞાનાચારના ૮, દર્શનાચારના ૮, ચારિત્રાચારના ૮, તપાચારના ૧૨, વીર્યાચારના ૩ આ અતિચારોનું વર્ણન વિસ્તૃત રીતે આરાધનામાં આપ્યું છે, આ પાંચ આચાર અને બારવ્રત તે ગૃહસ્થનો વિશેષ ધર્મ છે. ભાવશ્રાવકનાં છ લિંગ ૧. કૃતવ્રતકર્મ, ૨. શીયળવાન, ૩. ગુણવાન, ૪. ઋજુવ્યવહારવાળો ૫ ગુરુશુશ્રુષાવાળો અને ૬ પ્રવચન કુશળ હોય. સત્તર લક્ષણ અને છ લિંગ જેનામાં દેખાય તેને ભાવશ્રાવક સમજવો. ગુરુવંદન વિધિ ૧. ગુરુ સમીપે જઘન્ય અવગ્રહ-સાડા ત્રણ હાથ છેટે ઊભા રહી પ્રથમ બે ખમાસમણ દેવાં, પછી - ૨.“ઇચ્છકાર સુહરાઇનો પાઠ કહેવો પછી - ૩ ખમાસમણ મુદ્રાએ રહી ઇચ્છા સંદિ. ભગવાન્ અભુઠિયોમિ અભ્ભિતર રાઇઅં ખામેઉં? એમ કહી અભુઠિઓ ખામવો. વંદન પછી ગુરુની પાસે પચ્ચખાણ લેવું, ઉપદેશ સાંભળવો, સુખ સાતા પૂછવી, તેમની પ્રતિપત્તિ કરવી. જિનપૂજામાં સાત શુદ્ધિના નામો અંગ વસન મન ભૂમિકા, પૂજોપરકણ સાર; ન્યાયદ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. ૧. અંગશુદ્ધિ - શરીર બરાબર શુદ્ધ થઇ રહે એટલા માપસર જળથી સ્નાન કરી કોરા રૂમાલથી શરીરને બરાબર લુંછવું તથા હાવાનું પાણી ઢોળતાં જીવજંતુની વિરાધના ન થાય એ ધ્યાનમાં રાખવું. ૨. વસ્ત્રશુદ્ધિ – પૂજા માટે પુરૂષોએ બે વસ્ત્ર તથા સ્ત્રીઓએ ત્રણ વસ્ત્ર તથા રૂમાલ રાખવા. પુરૂષોએ મુખકોશ માટે રૂમાલ રાખવાનો શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૮૦

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291