Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 290
________________ ચિંતવનાર, ૧૬. હંમેશ પાંચે તીર્થોની ભાવયાત્રા કરનાર, ૧૭. નવા નવા સૂત્ર ગોખે, ૧૮. નવીન ધર્મ ઉપાર્જન કર્તા ને સહાયક, ૧૯, બે ટંક પ્રતિક્રમણ કરે, ૨૦. સર્વ જીવોપર મૈત્રી ભાવ ધરે, ૨૧. શક્તિ અનુસાર તપસ્યા કરી ભણવા ગણવામાં ઉદ્યમ રાખે એકવીસ ગુણોવાળો શ્રાવક છે. પરિશિષ્ટ - ૩) શક્રેન્દ્રની નરદ્ધિનું વર્ણન (અહીં પૂર્વાચાર્યોએ રચેલી હાથીઓના મુખ વગેરેની સંખ્યા બતાવતી ગાથા કહે છે - દરેક હાથી દીઠ પાંચસો બાર મોં-મસ્તક હતા. ચાર હજાર છણું (૪૦૯૬) દાંત હતા. બત્રીસ હજાર સાતસો અડસઠ (૩ર૭૬૮) વાવડીઓ હતી. બે લાખ બાંસઠ હજાર એકસો ચુમ્માલીસ (૨૬૨૧૪૪) કમળો હતા. એટલી જ કર્ણિકાઓ અને એટલા જ પ્રાસાદો હતા. તથા છવ્વીસો એકવીસ કરોડ ને ચુમ્માલીસ લાખ (૨૬૨૧૪૪00000) પાંખડીઓ હતી. (દરેક કમળને એક લાખ પાંખડીઓ હતી.) કુલ હાથીઓ ચોસઠ હજાર હતા, ને દરેકને આઠ-આઠ દાંતવાળા પાંચસો બાર મ - મસ્તક હોવાથી કુલ મસ્તક ત્રણ કરોડ સત્યાવીશ લાખ અડસઠ હજાર (૩ર૭૬૮000) હતા. દાંત છવ્વીસ કરોડ એકવીસલાખ ચુમ્માલીસ હજાર (૨૬૨૧૪૪૦OO) હતા. એક-એક દાંતમાં આઠ વાવડી, તેથી કુલ બસો નવ કરોડ એકોત્તેર લાખ બાવન હજાર (૨૦૯૭૧પ૨૦૦૦) વાવડી હતી. દરેકમાં લાખ પાંખડીવાળા આઠ કમળ, તેથી કુલ કમળ સોળ અબજ સીત્તોતેર કરોડ બોત્તેર લાખ સોળ હજાર (૧૬૭૭૭ર૧૬OO0) હતા.એ દરેકમાં લાખ-લાખ પાંખડી કે જેમાં દરેકમાં એક-એક બત્રીસ પાત્રબદ્ધ નાટક હતા. તેથી પાંખડી અને એ નાટકની સંખ્યા - સોળ લાખ સીત્તોતેર હજાર સાતસો એકવીસ અબજ અને સાંઇઠ કરોડ (૧૬૭૭૭ર૧૬OOOOOOOO)હતી. એક-એકમાં બત્રીસ પાત્રોનું નાટક, તેથી કુલ નટરૂપોની સંખ્યા - પાંચ કરોડ છત્રીસ લાખ સત્યાસી હજાર એકાણુ અબજ અને વીસ કરોડ (પ૩૬૮૭૦૯૧૨00000000). આ સંખ્યાઓ આવશ્યક ચૂર્ણિમાં બતાવી છે. દરેક પ્રાસાદમાં આઠઆઠ મુખ્ય દેવીઓ સાથે ઇંદ્ર હતા. તેથી જેટલા કમળ, એટલા પ્રાસાદ અને એટલા ઇંદ્રના રૂપ થયા અને મુખ્ય દેવીઓ-ઇંદ્રાણીઓની સંખ્યા તેર હજાર ચારસો એકવીસ કરોડ સીત્તોતેર લાખ અઢાવીસ હજાર હતી (૧૩૪૨૧૭૭૨૮000). દરેક નાટકમાં સમાન રૂપ શણગાર અને નાટકના ઉપકરણોવાળા એકસો આઠ દિવ્યકુમારો અને દિવ્યકુમારીઓ હોય છે. - વાજિંત્રોની જાત તથા સંખ્યા : ૧) શંખ ૨) ઇંગિકા(સીંગડી) ૩) શંખિકા ૪) પેયા ૫) પરિપરિકા ૬) પણ ૭) પટ૭ ૮) ભંભા ૯) હોરંભા ૧૦) ભેરી ૧૧) ઝલ્લરી ૧૨) દુંદુભિ ૧૩) મુરજ ૧૪) મૃદંગ ૧૫) નાંદી મૃદંગ ૧૬) આલિંગ ૧૭) કુસ્તુમ્બ ૧૮) ગોમુખ ૧૯) મરદલ ૨૦) વિપંચી ર૧) વલ્લકી ૨૨) ભ્રામરી ૨૩) પભ્રામરી ૨૪) પરિવાદિની ૨૫) બબ્બીવિશા ર૬) સુઘોષા ૨૭) નંદીઘોષા ૨૮) મહતી ર૯) કચ્છપી ૩૦) ચિત્રવીણા ૩૧) આમોટ ૩૨) ઝંઝા ૩૩) નકુલ ૩૪) તુણી ૩૫) તુંબવીણા ૩૬) મુકુંદ ૩૭) હુડુક્કા ૩૮) ચિકી ૩૯) કરતી ૪૦) ડિડિમ ૪૧) કિણિત ૪૨) કોંબ ૪૩) દર્દક ૪૪) દર્દરિકા ૪૫) કુસુંબર ૪૬) કળશિકા ૪૭) તલ ૪૮) તાલ ૪૯) કાંસ્યતાલ ૫૦) રિગીસિકા પ૧) કરિકા પર) શિશુમારિકા ૫૩) વંશ પ૪) વાલી પ૫) વેણુ પ૬) પરિલી પ૭) બંધુકા વગેરે વાજિંત્રો વગાડનારા દરેકમાં એકસો આઠ હતા. વાજિંત્રોની સમજુતી નીચે મુજબ જાણવી. ૧ શંખ એ ગંભીર સ્વરનું વાજિંત્ર છે, મોટો શંખ સમજવો. ૨ ઇંગિકા(સીંગડી) એ વાજિંત્ર પ્રસિદ્ધ છે. ૩ શંખિકા-નાનો શંખ-એ તીક્ષ્ણ સ્વરનું વાજિંત્ર છે. ૪ પેયા મોટી કાહલા - વાજિંત્ર વિશેષ છે. ૫ પરિપત્રિકા-એ કરોળીઆના પડની જેમ બહારથી ચામડું મઢેલું અને પાછળથી ખાલી એવું મોંઢેથી વગાડાતું વાજિંત્ર, ૬-૭ પણવ તથા પટહ એ બન્ને એક જ જાતિના છે, નાનો તે પણવ અને મોટો તે પટ ગણાય છે. ૮-૯-૧૦ ભંભા, હોરંભા, ભેરી એ ત્રણ વાજિંત્ર એક જ સરખા હોય છે, ઢોલના આકારે હોય છે. ૧૧ ઝલ્લરી ચામડાથી વિંટળાયેલી વિસ્તીર્ણ ગોળ આકારે હોય છે. ૧૨ દુંદુભિ તે ઢોલ આકારે સાંકડે મુખે હોય છે, એ દેવ વાજિંત્ર છે. ૧૩ મુરજ તે મોટો મર્દલ. ૧૪ મૃદંગ તે લઘુ મર્દલ. ૧૫ નાંદી મર્દલ તે એક તરફ સાંકડું મુખ અને બીજી તરફ પહોળું મુખ હોય છે. એને લોકો મૃદંગ કહે છે. ૧૬ આલીંગ મૃદંગ સમાન છે. ૨૦ વિપેચી તે ત્રણ તંતુવાળી વણા સમજવી. ૨૧ વલ્લકી તે સામાન્ય વીણા. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૮ર.

Loading...

Page Navigation
1 ... 288 289 290 291