Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 287
________________ અને કુતીર્થીઓએ ગ્રહણ કરેક અર્હત્ પ્રતિમાને હું વંદન કરીશ નહિં. ૨. નમીશ નહીં, ૩. અન્યતીર્થી સાથે બોલાવ્યા વગર બોલીશ નહિં, ૪. તેમની સાથે ભાષણ કરીશ નહિં, ૫. તેમને અનુકંપા સિવાય અશન પાન આપીશ નહીં અને ૬. તેના ગંધ પુષ્પાદિકને જોઇશ નહીં. ૬ આગાર - ૧. રાજાભિયોગ, ૨. ગણાત્મિયોગ, ૩, બલાભિયોગ, ૪. દેવાભિયોગ પ. કાંતારવૃત્તિ અને ૬, ગુરૂ નિગ્રહથી અન્ય ધર્મને વંદના નમસ્કારાદિની છૂટ તે. ૬ ભાવના - સમ્યક્ત્વ એ (મોક્ષનું-ચારિત્રધર્મનું મૂળ છે, હાર છે, પ્રતિષ્ઠાન છે, આધાર છે, પાત્ર છે અને નિધિ છે એવી ભાવના ભાવવી તે. ૬ સ્થાન – ૧. અસ્તિ-જીવ છે ૨. તે નિત્ય છે ૩. કર્તા છે, ૪. ભોક્તા છે, ૫ મોક્ષ છે અને ૬ મોક્ષનો ઉપાય છે આ સમ્યક્ત્વના છ સ્થાન છે. સમ્યક્ત્વના પાંચ અતિચાર - ૧. શંકા, ૨. કાંક્ષા, ૩. વિચિકિત્સા ૪. મિથ્યાદ્રષ્ટિ પ્રશંસા તથા ૫ અન્ય ધર્મીઓનો પરિચય - પાંચ અણુવ્રત ૧. સ્થૂળ પ્રાણાતિપાત વિરમણવ્રત - મોટી જીવહિંસાથી અટકવું, નિરપરાધી ત્રસ - જીવને સંકલ્પપૂર્વક મારવાની બુદ્ધિએ મારવો નહીં. પાંચ અતિચાર - ૧. વધ, ૨. બંધ, ૩. અવયવોનું છેદન, ૪. અતિભાર ભરવો ૫. ભોજન પાણીનો વિચ્છેદ-અંતરાય. ૨ સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત - મોટા જુઠાણાથી અટકવું. ૧. કન્યાસંબંધી જુઠું, ૨. ગાય વગેરે પશુ સંબંધી જુઠું, ૩. ભૂમિ ખેતર વગેરે સંબંધી જુઠ. ૪. થાપણ ઓળવવા સંબંધી જુઠું, પ. તેમજ ખોટી સાક્ષી સંબંધી જુઠું. આ પાંચ પ્રકારના મોટા જુઠાણાથી અટકવું, તેમજ પ્રિય, હિત અને તથ્ય સત્ય કહેવું, પાંચ અતિચાર - ૧. સહસાત્કાર, ૨. રહસ્ય ભાષણ, ૩. સ્ત્રીની ગુપ્ત અથવા માર્મિક વાત પ્રગટ કરવી, ૪. મૃષા ઉપદેશ, ૫. તેમજ ખોટા લેખ લખાવવા. ૩ સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત - ૧. મોટી ચોરી થકી અટકવું તે, ૨. પડી ગયેલું, સ્થાપન કરેલું, ઘટેલું, ભૂલાઇ ગયેલું, ઘરમાં રહેલું આ બધું પારકું ધન, કરચોરી અને ગુરુ અદત્તથી સ્વામિઅદત્તથી અટકવું તથા ખાતર પાડવું ખીસું કાતરવું વગેરેથી દૂર રહેવું તે સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત છે. અતિચાર - ૧. સ્તેનાહૂત, ૨. તસ્કર પ્રયોગ, તત્ત્વતિરૂપકવ્યવહાર, ૪. વિરૂદ્ધગમન, પ. ખોટા માન માપ.. ૩. ૪ સ્થૂલ મૈથુન વિરમણ વ્રત · પોતાની સ્ત્રીમાં સંતોષ અને પરસ્ત્રીનો ત્યાગ. પાંચ અતિચાર - ૧. નહીં ગ્રહણ કરાયેલી સ્ત્રીસાથે ગમન, ૨. થોડાકાળમાટે ગ્રહણ કરાયેલી સ્ત્રીસાથે ગમન, ૩. અનંગક્રીડા વિષયદૃષ્ટિથી અંગ નિરખવાં. ૪.પારકા વિવાહ કરવા ૫. કાોગની તીવ્ર ઇચ્છા. ૫ સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત - મોટા પરિગ્રહથી અટકવું, તથા પ્રાપ્ત થયેલી વસ્તુ ઉપર મુર્છા અને નહીં પ્રાપ્ત થયેલ વસ્તુ ઉપર તૃષ્ણા તે પરિગ્રહ છે. અને તે મૂર્છા કે તૃષ્ણાના કારણે ધન, ધાન્ય, દાસ, દાસી, જમીન, મકાન, રૂપું, સોનું, રાચરચીલું વગેરે છે. તેનો નિયમ કરવો તે પરિગ્રહ પ્રમાણ, અતિચાર - ૧. ધનધાન્યના પરિમાણનું અતિક્રમણ, ૨. ક્ષેત્ર વાસ્તુના પરિમાણનું અતિક્રમણ, ૩. રૂપા અને સોનાના પરિમાણનું અતિક્રમણ, ૪. તાંબુ વગેરે ધાતુ પરિમાણથી અધિક રાખવું, તેમજ પ. દ્વિપદ ચતુષ્પદ પરિમાણાતિક્રમણ. (ત્રણ ગુણવ્રત) ૬ દિગ્પરિમાણાગત – જે વ્રતમાં દશે દિશામાં જવા આવવાનો નિયમ કરાય તે દિગ્પરિમાણ વ્રત. અતિચાર - ૧. મર્યાદા કરતાં વધારે ઉંચે જવું, ૨. મર્યાદા કરતાં વધારે નીચે જવું. ૩. ચારદિશાની નિર્જી મર્યાદા ઉલ્લંઘવી, ૪. બધી દિશાને ભેગી કરી એક દિશા વધારવી, ૫. દિશાના પરિમાણનો ખ્યાલ ન રાખવો. ૭ ભોગપભોગ પરિમાણન - શરીરની શક્તિ પ્રમાણે ભોગપભોગના સાધનોનો નિયમ કરાય તેને ભોગપભોગ પરિમાણવ્રત કહે છે. એક વાર ભોગવાય તે ભોગ અને વારંવાર ભોગવાય તે ઉપભોગ. રાત્રિભોજન અક્ષ અનંતકાય વગેરે વસ્તુનો ત્યાગ તેમજ ચૌદ નિયોની ધારણા તે આ વ્રતમાં સમાય છે અતિચાર - ૧. સચિત્ત આહાર, ૨. સચિત્ત પ્રતિબદ્ધ આહાર, ૩, અપક્વ આહાર, ૪. દુષ્ય આહાર, પ. તથા તુચ્છોષધિભલણ તેમ જ ૧૫ કર્માદાન મળી રહે અતિચાર. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૭૯

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291