Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 280
________________ અનુક્રમે મોહને જીતવામાં નિપુણ થયેલો તે શ્રાવક પોતાના પુત્ર, ભત્રીજા વગે૨ે ઘરનો ભાર ઉપાડવા લાયક થાય ત્યાં સુધી અથવા બીજા કોઇ કારણસર કેટલોક વખત ગૃહવાસમાં ગાળી, યોગ્ય સમયે પોતાના સામર્થ્યની તુલના-પરીક્ષા કરી જિનમંદિરે અટ્ઠાઇ ઉત્સવ, ચતુર્વિધ સંઘની પૂજા, અનાથ વગેરે લોકોને યથાશક્તિ અનુકંપા દાન અને મિત્ર, સ્વજન આદિને ખમાવવું વગેરે કરી સુદર્શન આદિ શેઠની જેમ વિધિપૂર્વક ચારિત્ર ગ્રહણ કરે. કહ્યું છે કે - કોઇ પુરુષ સર્વથા રત્નમય જિનમંદિરોથી સમગ્ર પૃથ્વીને અલંકૃત કરે તે પુણ્ય કરતાં પણ ચારિત્રની ઋદ્ધિ અધિક છે. વળી ચારિત્રમાં પાપકર્મ કરવાની પીડા નથી, ખરાબ સ્ત્રી, પુત્ર તથા ધણી વગેરેના દુર્વચન સાંભળવાથી થતું દુ:ખ નથી, રાજા આદિને પ્રણામ ક૨વો ન પડે, અન્ન, વસ્ત્ર, ધન, સ્થાન વગેરેની ચિંતા કરવી ન પડે, જ્ઞાનની પ્રાપ્તિ થાય, લોકોની પૂજા મળે, ઉપશમ સુખમાં રિત રહે, અને પરલોકમાં મોક્ષ આદિની પ્રાપ્તિ થાય. ચારિત્રમાં આટલા ગુણ કહ્યાં છે. માટે હે બુદ્ધિશાળી પુરુષો! તમે ચારિત્ર આદરવા પ્રયત્ન કરો. ચૌદમું દ્વાર થયું. આરંભનો ત્યાગ ૧૫. હવે કદાચ કોઇ કારણથી અથવા પાળવાની શક્તિ વગેરે ન હોવાથી શ્રાવક જો ચારિત્ર ન આદરી શકે, તો આરંભત્યાગ વગેરે કરે. જો પુત્રાદિક કોઇ ઘરનો કારભાર સંભાળવા સમર્થ હોય, તો સર્વ આરંભ છોડવો. તેમ ન હોય, તો નિર્વાહ થાય એ મુજબ સર્વ સચિત્ત આહાર વગેરે કેટલોક આરંભ તજવો. બની શકે તો પોતાને માટે ભોજન રંધાવે વગેરે પણ કરાવે નહીં. કહ્યું છે કે - જેને માટે અન્નપાક (રસોઇ) થાય, તેને માટે જ આરંભ થાય છે. આરંભમાં જીવહિંસા છે અને જીવહિંસાથી દુર્ગતિ થાય છે. પંદરમું દ્વાર સમાપ્ત થયું. બ્રહ્મચર્ય વ્રત પાલન ૧૬. શ્રાવકે યાવજ્જીવ બ્રહ્મચર્ય પાળવું. પેથડશાહ બત્રીશમે વર્ષે બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યા પછી જ ભીમ સોનીની મઢીમાં ગયા હતા. બ્રહ્મચર્ય વગેરેનું ફળ અર્થદીપિકામાં કહ્યું છે. સોળમું દ્વાર. શ્રાવકની ૧૧ પ્રતિમાઓ ૧૭. શ્રાવકે પ્રતિમાદિ વિશિષ્ટ તપો કરવા. આદિ શબ્દથી સંસારતારણાદિક કઠણ તપસ્યા ક૨વી. તેમાં એકમાસિકી આદિ ૧૧ પ્રતિમાઓ આ છે - ૧) રાજાભિયોગાદિ છ આગાર રહિત, શ્રદ્ધાવગેરે ચા૨ ગુણવાળા સમકીતને ભય, લોભ, લજ્જા આદિ દોષોથી અતિચાર ન લગાડતાં એક માસ સુધી પાળવું અને ત્રિકાળ દેવપૂજા વગેરે ક૨વા તે પહેલી દર્શન પ્રતિમા છે. ૨) બે માસ ખંડના તથા વિરાધના વગર પાંચ અણુવ્રત પાળવાં, તથા પ્રથમ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી, તે વ્રતપ્રતિમા છે. ૩) ત્રણ મહીના સુધી ઉભયકાળ (સવાર-સાંજ) પ્રમાદ છોડીને સામાયિક કરવા અને પૂર્વની બંને પ્રતિમાઓ પણ સાચવવી તે સામાયિક પ્રતિમા છે. ૪) પૂર્વોક્ત પ્રતિમાના નિયમ સહિત ચાર માસ સુધી ચાર પર્વતિથીએ અખંડિત અને પરિપૂર્ણ પૌષધ કરવા તે પૌષધપ્રતિમા છે. ૫) પૂર્વોક્ત પ્રતિમાની ક્રિયાસહિત પાંચ માસસુધી સ્નાન છોડી, રાતે ચવિહાર પચ્ચક્ખાણ ક૨વું, દિવસે બ્રહ્મચર્ય પાળવું, તથા કાછડી છૂટી રાખી ચાર પર્વતિથીએ ઘરમાં, ઘરના દ્વારમાં અથવા ચૌટામાં પરિષહ-ઉપસર્ગથી ન ડગમગતાં આખી રાત સુધી કાઉસ્સગ્ગ ક૨વો તે પાંચમી કાયોત્સર્ગરૂપ પ્રતિમા છે. હવે કહીશું તે બધી પ્રતિમામાં પૂર્વોક્ત પ્રતિમાની ક્રિયા પણ સાચવવી શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૭૨

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291