Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 279
________________ પ્રવર્તન ૧૨. વિધિ ૧૩. અરક્તદુષ્ટ ૧૪. મધ્યસ્થ ૧૫. અસંબદ્ધ, ૧૬. ૫૨ અર્થ-કામ અસેવન અને ૧૭.વેશ્યાની જેમ ગૃહવાસ પાલન કરે. ભાવ શ્રાવકના સંક્ષેપથી બતાવેલા લક્ષણો છે. વિસ્તરાર્થ :- ૧. સ્ત્રી અનર્થનું સ્થાન, ચપળ ચિત્તવાળી અને નરકના રસ્તા જેવી જાણી શ્રાવક તેને વશ થતો નથી. ૨. ઇન્દ્રિયરૂપ ચપળ ઘોડા હંમેશા દુર્ગતિના માર્ગે દોડે છે. સંસાર સ્વરૂપના જ્ઞાતા શ્રાવક સમ્યજ્ઞાનરૂપ લગામથી તેમને ખોટા માર્ગે જતાં અટકાવે છે. ૩. ધન બધા અનર્થોનું કારણ તથા માત્ર પરિશ્રમ અને ક્લેશનું જ કારણ છે, અસાર છે, એમ જાણી પ્રાજ્ઞ વ્યક્તિ એમાં જરા પણ લોભાતી નથી. ૪. સંસાર દુઃખરૂપ છે. દુ:ખદાયી ફળ આપે છે. પરિણામે દુઃખની પરંપરા ઉત્પન્ન કરે છે. તેથી વિડંબના રૂપ અને અસાર છે, એમ જાણી તેના ઉપર રતિ રાખતો નથી. ૫. વિષ સરખા વિષયો ક્ષણમાત્ર સુખ દેનારા છે એવા હંમેશા વિચાર કરનારો પુરુષ સંસા૨થી ડરનારો હોય છે. ૬. તીવ્ર આરંભ કરે નહીં, નિર્વાહ ન થાય, તો બધા જીવપર દયા રાખી પરાણે થોડો આરંભ કરે. અને નિરારંભી સાધુઓની સ્તુતિ કરે. ૭. ગૃહવાસને પાશ સમાન ગણતો તેમાં દુ:ખથી રહે અને ચારિત્રમોહનીયકર્મ ખપાવવાનો ઘણો ઉદ્યમ કરે. ૮. બુદ્ધિશાળી પુરુષ મનમાં ગુરુભક્તિ અને ધર્મની શ્રદ્ધા રાખી ધર્મની પ્રભાવના, પ્રશંસા વગેરે કરતો નિર્મળ સમકીત ધારણ કરે. ૯. વિવેકથી પ્રવૃત્તિ કરનારો ધીર પુરુષ, સાધારણ માણસો ગાડરિયા પ્રવાહથી એટલે જેમ એકે કર્યું, તેમ બીજાએ ક૨વું એવી અણસમજથી ચાલનારા છે’ - એમ જાણી લોકસંજ્ઞાનો ત્યાગ કરે. ૧૦. એક જિનાગમ છોડી પરલોક માટે બીજું કોઇ પ્રમાણ નથી, એમ જાણી પ્રાજ્ઞ પુરુષે બધી ક્રિયાઓ આગમને અનુસારે કરવી. ૧૧. જીવ પોતાની શક્તિ છુપાવ્યા વિના જેમ સંસારનાં ઘણા કાર્યો કરે છે, તેમ બુદ્ધિમાન પુરુષ શક્તિ છુપાવ્યા વિના દાનાદિ ચતુર્વિધ ધર્મ જેમ આત્માને બાધા-પીડા ન થાય, તેવી રીતે આદરે. ૧૨. ચિંતામણિ રત્નની જેમ દુર્લભ, હિતકારી અને નિરવદ્ય ધર્મક્રિયા પામીને સમ્યક્ પ્રકારે આચરણ કરતાં આપણને જોઇ અજ્ઞાન લોકો આપણી હાંસી કરે, તો પણ તેથી મનમાં લજ્જા લાવવી નહીં. ૧૩. દેહસ્થિતિનાં મૂળ કારણ એવી ધન, સ્વજન, આહાર, ગૃહ વગેરે સંસારગત વસ્તુઓપર રાગ-દ્વેષ ન થાય એ રીતે સંસારમાં રહેવું. ૧૪. પોતાનું હિત ઇચ્છતા પુરુષે મધ્યસ્થપણામાં રહેવું તથા હંમેશા મનમાં સમતાનો વિચાર રાખી રાગ-દ્વેષને વશ ન થવું. તથા કદાગ્રહને પણ સર્વથા છોડી દેવો. ૧૫. સદૈવ મનમાં બધી વસ્તુઓની ક્ષણભંગુરતાનો વિચાર કરી પોતાના ધન વગેરે પ્રત્યે પણ ધર્મકૃત્યને હ૨કત થાય એવો સંબંધ ન રાખે. ૧૬. સંસારથી વિરક્ત થએલા શ્રાવકે ભોગોપભોગથી જીવને તૃપ્તિ થતી નથી એમ વિચારી સ્ત્રીના આગ્રહથી પરાણે કામાભોગ સેવવો, ૧૭. આશંસારહિત શ્રાવક વેશ્યાની જેમ આજે અથવા કાલે છોડી દઇશ એમ વિચાર કરતો પારકી વસ્તુની જેમ શિથિલભાવથી ગૃહવાસ પાળે. આ રીતે કહેલા સત્તર ગુણવાળો પુરુષ જિનાગમમાં ભાવશ્રાવક કહેવાય છે. એ જ ભાવશ્રાવક શુભકર્મના યોગથી શીઘ્ર ભાવસાધુપણું પામે છે. આ રીતે ધર્મરત્ન શાસ્ત્રમાં કહ્યું છે. આ રીતે શુભભાવનાથી ભાવિત થયેલો, પૂર્વે કહેલા દિનાદિકૃત્યમાં તત્પર, ‘આ નિગ્રંથ પ્રવચન જ અર્થરૂપ તથા ૫૨માર્થરૂપ છે, બાકી બધું અનર્થ છે,” એવી સિદ્ધાંતમાં કહેલી રીત મુજબ જ વર્તતો, બધા કાર્યોમાં સર્વ પ્રયત્નથી યતનાથી જ પ્રવૃત્ત થયેલો, સર્વત્ર મમતાથી મુક્ત થયેલો અને શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૭૧

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291