________________
પૌષધશાલા ૧૧. તેમજ બધા શ્રાવક વગેરેને પૌષધ લેવા માટે ખપમાં આવતી પૌષધશાળા પુર્વે ઘર અંગે કહેલી વિધિથી તૈયાર કરાવવી. સાધર્મિકોમાટે કરાવેલી સારી સગવડવાળી પૌષધશાળા સાધુમાટે નિર્દોષ અને ઉચિત સ્થાનરૂપ હોવાથી – યોગ્ય સ્થાનક હોવાથી અવસરે સાધુઓને પણ ઉપાશ્રય તરીકે આપવી. કારણકે તેમ કરવામાં ઘણું પુણ્ય છે. કહ્યું છે કે – જે મનુષ્પ તપસ્યા તથા બીજા ઘણા નિયમ પાળતા મુનિરાજોને ઉપાશ્રય આપે, તે મનુષ્ય વસ્ત્ર, અન્ન, પાન, શયન, આસન વગેરે બધી વસ્તુઓ મુનિરાજને આપી એમ સમજવું. વસ્તુપાળ મંત્રીએ નવસો ચોરાશી પૌષધશાળાઓ કરાવી હતી.
સિદ્ધરાજ જયસિંહના મુખ્ય મંત્રી સાજુએ પોતાનો નવો મહેલ વાદિદેવસૂરિને દેખાડીને કહ્યું કે, એ કેવો છે?” ત્યારે શિષ્ય માણિક્ય મુનિએ કહ્યું, “જો પૌષધશાળા હોય, તો વખાણ કરાય. મંત્રીએ કહ્યું, “એ પૌષધશાળા થાઓ.” તે શાળામાંની બહારની પરસાળમાં શ્રાવકોને ધર્મધ્યાન કરી રહ્યા પછી મુખ જોવા માટે આદમકદના બે અરિસા બે બાજુએ રાખ્યા હતા. અગ્યારમું દ્વાર તથા પંદરમી ગાથાનો અર્થ સમાપ્ત થયો. Deepeccab mecceleb, penmede Je3eeFhebkeKei enCable - Deej VeľG yelyeh Heef[ceF DealeDej ence--16-- (छा. आजन्म सम्यक्त्वं यथाशक्ति व्रतानि-दीक्षाग्रहणं वा । आरम्भत्यागो ब्रह्म, प्रतिमादि-अन्तिमाराधना ||)
વિસ્તરાર્થ :- ૧૨-૧૩ આજન્મ એટલે બાળપણથી માંડીને જાવજીવ સુધી સમકીત અને અણુવ્રત આદિ યથાશક્તિ પાળવાં. આનું સ્વરૂપ અર્થદીપિકામાં કહ્યું છે, માટે અહીં કહ્યું નથી.
દીક્ષાનો સ્વીકાર ૧૪. તેમજ અવસર આવે દીક્ષા લેવી જોઇએ. એનો ભાવર્થ એ છે કે – શ્રાવક બાળપણમાં દીક્ષા ન લેવાય, તો હંમેશા પોતાને જાણે કે ઠગાયેલો માને. કહ્યું છે - જેમણે બધાને દુ:ખદાયી કામદેવને જીતીને કુમાર અવસ્થામાં જ દીક્ષા લીધી, તે બાળમુનિરાજોને ધન્ય છે.
પાણીના બે ઘડા માથે રાખેલ સ્ત્રી બીજી સ્ત્રીઓ સાથે વાતો કરે તો પણ એનું ચિત્ત તો એ ઘડાઓમાં જ હોય છે. તથા કુલટા નારી પતિને સાચવે, તો પણ ચિત્તમાં તો પરપુરુષ જ રમતો હોય છે. આ જ રીતે શ્રાવક ભાગ્યવશથી ગૃહસ્થપણું પાળતો હોય, તો પણ એના ચિત્તમાં તો સાધુપણું જ રમતું હોય છે. કહ્યું જ છે કે – આત્મલયમાં સ્થિત યોગી ઘણા કાર્યો કરવા છતાં કર્મ દોષોથી લપાતો નથી. અહીં પનિહારી દૃષ્ટાંતરૂપ છે. પર-પુરુષમાં આસક્ત સ્ત્રી પતિને જે રીતે અનુસરે છે, તેમ તત્ત્વજ્ઞાનમાં રાચી રહેલા યોગી સંસારને અનુસરે છે. જેમ શુદ્ધ વેશ્યા મનમાં પ્રીતિ ન રાખતાં “આજે અથવા કાલે એને છોડી દઇશ” એવો ભાવ રાખી જાર પુરુષને સેવે છે, અથવા જેનો પતિ મુસાફરી આદિ કરવા ગયો છે, એવી કુલીન સ્ત્રી પ્રેમરંગમાં રહી પતિના ગુણોનું સ્મરણ કરતી ભોજનપાનવગેરેથી શરીરનો નિર્વાહ કરે છે, તેમ સુશ્રાવક હંમેશા સર્વવિરતિના પરિણામ રાખી પોતાને અધન્ય માની ગૃહસ્થપણું પાળે. જે લોકોએ પ્રસરતા મોહને રોકીને જૈની દીક્ષા લીધી, તે સત્પુરુષોને ધન્ય છે, તેમનાથી આ પૃથ્વીમંડળ પવિત્ર થયેલું છે.
ભાવશ્રાવકો કેવા હોય? ભાવશ્રાવકના લક્ષણ પણ આવા કહ્યા છે – ૧. સ્ત્રી, ૨. ઇંદ્રિય, ૩. અર્થ, ૪, સંસાર, ૫. વિષય, ૬. આરંભ, ૭. ઘર, ૮, દર્શન, ૯. ગાડરિયો, ૧૦. આગમ પુરસ્સર પ્રવૃત્તિ ૧૧. યથાશક્તિ દાનાદિમાં ૨૭૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ