________________
બીજા શિષ્ય શ્રી કુલમંડનસૂરિ થયા, જેઓ ઘણા સિદ્ધાંત ગ્રંથોમાં રહેલા અનેક પ્રકારોના આલાવા લઇને વિચારામૃતસંગ્રહ વગેરે ઘણા ગ્રંથોના રચયિતા થયા. તથા ત્રીજા શિષ્ય શ્રી ગુણરત્નસૂરિ થયા. જે ગુણરત્નસૂરિ મહારાજે પદર્શનસમુચ્ચયની વૃત્તિ અને હેમી વ્યાકરણને અનુસાર ક્રિયારત્નસમુચ્ચય વગેરે વિચારચિય એટલે વિચારના સમૂહને પ્રગટ કર્યા છે અને શ્રી ભુવનસુંદરાદિક શિષ્યોના વિદ્યાગુરુ થયા હતા.
જેઓનો અતુલ મહિમા છે એવા શ્રી સોમસુંદરસૂરિ ચોથા શિષ્ય થયા. જેઓનાથી સાધુસાધ્વીનો પરિવાર સારી રીતે પ્રવર્યો. જેમ સુધર્માસ્વામી થકી ગ્રહણા-આસેવનાની રીતિ પ્રમાણે સાધુસાધ્વી પ્રર્વત્યા હતા, તેમ. યતિજીતકલ્પવૃત્તિ વગેરે ગ્રંથોના રચયિતા પાંચમાં શિષ્ય શ્રી સાધુરત્નસૂરિ એવા થયા કે જેઓએ હસ્તાવલંબન દઇને સંસારરૂપ કૂપથી બુડતા મારા જેવા શિષ્યોનો ઉદ્ધાર કર્યો.
પૂર્વોક્ત પાંચ શિષ્યોના ગુરુ શ્રી દેવસુંદરસૂરિની પાટે યુગવરપદવીને પ્રાપ્ત થયેલા શ્રી સોમસુંદરસૂરિ થયા. તેઓને પણ પાંચ શિષ્યો થયા હતા. પૂર્વાચાર્યના મહિમાને ધારણ કરનારા, સંતિકર સ્તોત્ર રચીને મરકીના રોગને દૂર કરનારા, સહસાવધાન વગેરે કાર્યોથી ઓળખાતા, એવા શ્રી મુનિસુંદરસૂરિ પ્રથમ શિષ્ય હતા.
સંઘનાં, ગચ્છનાં કાર્યો કરવામાં અપ્રમાદી બીજા શિષ્ય શ્રી જયચંદ્રસૂરિ થયા, અને દૂર દેશાવરોમાં વિહાર કરીને પણ પોતાના ગચ્છને પરમ ઉપકાર કરનારા ત્રીજા શિષ્ય શ્રી ભુવનસુંદરસૂરિ થયા. જે ભુવનસુંદરસૂરિ ગુરુએ વિષમ મહાવિદ્યાઓની વિડંબનારૂપ સમુદ્રમાં પ્રવેશ કરાવનારી નાવડીની જેમ વિષમપદની ટીકા કરી છે. એવા જ્ઞાનવિજ્ઞાન ગુરુને પામીને મારા જેવા શિષ્યો પણ પોતાનું જીવિત સફળ કરે છે.
તપશ્ચર્યા કરવાથી એકાંગી (એકવડીયા શરીરવાળા) છે, છતાં પણ અગિયાર અંગના પાડી ચોથા શિષ્ય શ્રી જિનસુંદરસૂરિ થયા. અને નિગ્રંથપણાને ધારણ કરનારા, ગ્રંથોની રચના કરનારા પાંચમાં શિષ્ય શ્રી જિન
. પૂર્વોક્ત પાંચ ગુરુઓનો પ્રસાદ પામીને સંવત ૧૫૦૬ ના વર્ષે આ શ્રાદ્ધવિધિ સૂત્રની વૃત્તિ શ્રી રત્નશેખરસૂરિએ કરી.
અહીંયા ગુણરૂપી દાનશાળાના જાણકારોમાં મુકુટ સમાન ઉદ્યમવંતા શ્રી જિનહિંસગણિ વગેરેએ લખવા, શોધન કરવા વગેરે કાર્યોમાં સાનિધ્ય-સહાય કરી છે. વિધિનું વિવિધપણું દેખાવાથી અને સિદ્ધાંતોમાં રહેલા નિયમો ન દેખાવથી આ શાસ્ત્રમાં જે કંઇ ઉત્સુત્ર લખાયું હોય તો તે મારાં પાપ મિથ્યા થાઓ.
એ પ્રકારે આ વિધિકૌમુદી નામની વૃત્તિમાં રહેલા પ્રત્યેક અક્ષરના ગણવાથી છ હજાર સાતસો અને એકસઠ શ્લોક છે. શ્રાવકોના હિત માટે શ્રાદ્ધવિધિ પ્રકરણની “ શ્રાદ્ધવિધિ કૌમુદી” નામની આ ટીકા રચી છે, તે ઘણા કાળ સુધી પંડિતોને જય આપનારી થઇ જયવંતી વર્તો.
શ્રી રત્નશેખરસુરિવિરચિત શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ સટીકનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત.
સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્ય સમુદ્ધારક તપાગચ્છીય પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર ન્યાયવિશારદ, સકળ સંઘહિતચિંતક, યુવજન પ્રતિબોધક પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના અગ્રગણ્ય પટ્ટવિભૂષક સહજાનંદી કર્મસાહિત્યનિષ્ણાત પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય ધર્મજિતસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર, શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૭૫