Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 281
________________ તે જાણી લેવું. ૬) છ માસ સુધી નિરતિચાર બ્રહ્મચર્ય પાળવું તે બ્રહ્મચર્યપ્રતિમા છે. ૭) સાત માસ સુધી સચિત્ત વર્જવું તે સચિત્તપરિહાર પ્રતિમા છે. ૮) આઠ માસ સુધી પોતે કાંઇ પણ આરંભ કરવો નહીં તે આરંભપરિહાર પ્રતિમા છે. ૯) નવ માસ સુધી પોતાના નોકર વગેરે પાસે પણ આરંભ ન કરાવે તે પ્રેષણપ્રતિમા છે. ૧૦) દસ માસ માથું મુંડાવવું અથવા ચોટલી જ રાખવી. નિધાનમાં રાખેલા ધન સંબંધી કોઇ સ્વજન સવાલ કરે તો તે ખબર હોય તો દેખાડવું, અને ન હોય તો ‘હું જાણતો નથી’ એમ કહેવું, બાકી ગૃહકૃત્ય છોડવા. તથા પોતાને માટે તૈયાર કરેલો આહાર લેવો નહીં તે ઉદ્દિષ્ટ પરિહાર પ્રતિમા છે. ૧૧) અગિયાર માસસુધી ઘરઆદિ છોડી લોચ અથવા મુંડન કરાવી, ઓઘો, પાત્રાઆદિ મુનિવેષ ધારણ કરવો, પોતાની માલિકીના ગોકુળવગેરેમાં રહેવું અને defleceJenkelee PeceComeole3e #hoke એમ કહી સાધુની જેમ ગોચરીનો આચાર પાળવો, પણ ધર્મલાભ શબ્દ ન ઉચ્ચારવો તે શ્રમણભૂત પ્રતિમા છે. આ રીતે શ્રાવકની અગિયાર પ્રતિમાનું સ્વરૂપ છે. સત્તરમું દ્વાર. અંતિમ આરાધના ૧૮. અંતે એટલે આયુષ્યનો છેડો સમીપ આવે ત્યારે આગળ કહીશું તે પ્રમાણે સંલેખના આદિ વિધિ સહિત આરાધના કરવી. એનો ભાવાર્થ એ છે કે:- ‘તે પુરુષે અવશ્ય કરવાયોગ્ય કાર્યનો ભંગ થાય (ક૨વાની શક્તિ રહે નહીં) અને મૃત્યુ નજદીક આવે ત્યારે ‘પ્રથમ સંલેખના કરી, તથા ચારિત્ર સ્વીકારી’ વગેરે ગ્રંથોક્ત વચન છે. તેથી શ્રાવક પૂજા પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયા કરવાની શક્તિ ન રહે તો, અથવા મૃત્યુ નજદીક આવી પહોંચે તો દ્રવ્યથી તથા ભાવથી એમ બે રીતે સંલેખના કરે. તેમાં ક્રમશઃ આહારનો ત્યાગ કરવો તે દ્રવ્ય સંલેખના અને ક્રોધાદિ કષાયનો ત્યાગ કરવો તે ભાવ સંલેખના છે. કહ્યું છે કે :- શરી૨ સંલેખનાવાળું ન હોય તો મરણ વખતે સાત ધાતુનો એકદમ પ્રકોપ થવાથી જીવને આર્તધ્યાન ઉત્પન્ન થાય છે. હું તારું આ વખાણતો નથી કે, તારું શરીર કૃશ થયું છે! તારી કુશ આંગળી ભાંગી ગઇ! પણ હે જીવ ! તું ભાવસંલેખના કર. (એક સાધુએ તપરૂપ દ્રવ્ય સંલેખનાથી શરીર સૂકવી નાખ્યું. પણ હજી ક્રોધઆદિ કષાય શાંત થયા ન હતા. એ ગુરુપાસે અનશનની રજા માંગવા ગયા. ગુરુએ કહ્યું - હજી વાર છે. સંલેખના કર. ત્યારે એ સાધુએ ક્રોધથી પોતાની એક આંગળી વાળી, એ તૂટી ગઇ. સાધુએ ગુરુને પૂછ્યું – કહો હવે શું બચ્યું છે કે અનશનની રજાને બદલે હજી સંલેખના કરવા કહો છો. ત્યારે ગુરુએ ઉપરોક્ત કહ્યું.) નજીક આવેલું મૃત્યુ સ્વપ્ન, શકુન તથા દેવતાના વચન વગેરેથી જાણી શકાય. કહ્યું છે કે - માઠાં સ્વપ્ન, પોતાની હંમેશની પ્રકૃતિમાં જુદી રીતનો ફેરફાર, ખોટા નિમિત્ત, અવળા ગ્રહ, સ્વરના સંચારમાં વિપરીતપણું- એટલાં કારણોથી પુરુષે પોતાનું મરણ નજીક આવેલું જાણવું. આ રીતે સંલેખના કરી સકળ શ્રાવકધર્મના ઉદ્યાપનને માટે જ જાણે ન હોય, એમ અંતકાળે પણ ચારિત્ર ગ્રહણ કરે. કહ્યું છે કે - જીવ શુભ પરિણામથી એક દિવસ પણ જો ચારિત્ર પ્રાપ્ત કરે. તો કદાચ જો મોક્ષ પામે નહીં, તો પણ વૈમાનિક દેવ તો જરૂ૨ થાય છે. નળ રાજાના ભાઇ કૂબેરનો પુત્ર નવો પરણ્યો હતો, તો પણ હવે ‘તારું આયુષ્ય પાંચ જ દિવસ છે’ એમ જ્ઞાનીનું કહેવું સાંભળી તત્કાળ દીક્ષા લીધી અને છેવટે સિદ્ધપદને પામ્યો. હરિવાહન રાજા જ્ઞાનીના વચનથી પોતાનું આયુષ્ય નવ પહોર બાકી જાણી દીક્ષા લઇ સવાર્થસિદ્ધ વિમાને પહોંચ્યા. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૭૩

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291