Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 273
________________ નિત્ય પૂજા કરતો હતો. એક વખત પખી પૌષધમાં તેણે રાત્રિજાગરણ કર્યું. ત્યારે તેને એકદમ ચારિત્ર લેવાના દઢ ભાવ ઉત્પન્ન થયા. પછી સવારે તેણે આ પ્રતિમાની પૂજા માટે ઘણા ગામ, આકર, પુર વગેરે આપ્યાં. નરકે લઇ જનારું રાજ્ય પ્રભાવતીના પુત્ર અભીચીને આપવું શી રીતે યોગ્ય ગણાય ? એમ વિચારી રાજાએ પુત્ર અભીચીને બદલે કેશી નામના પોતાના ભાણેજને રાજ્ય આપ્યું અને પોતે શ્રી વીર ભગવાન પાસે ચારિત્ર લીધું. તે વખતે કેશીએ દીક્ષા ઉત્સવ કર્યો. એક વાર અકાળ અને અપથ્ય આહારના સેવનથી આ ચરમ (અંતિમ) રાજર્ષિના શરીરે મહા રોગ ઉત્પન્ન થયો. વૈદે દહીં લેવા કહ્યું. ત્યારે શરીર ધર્મનું મુખ્ય સાધન છે.” એમ વિચારી નિર્દોષ દહીં માટે ગોવાળોના સ્થાને રહેતા રહેતા વીતભય નગરે પહોંચ્યા. ત્યારે કેશી ભક્ત હોવા છતાં ‘આ રાજ્ય માટે આવે છે, તેથી મારવા યોગ્ય છે? એમ પ્રધાનોએ ચઢાવવાથી કેશીએ ઝેરમિશ્રિત દહીં રાજર્ષિને વહોરાવડાવ્યું. પ્રભાવતી દેવે ઝેર દૂર કરી ફરીથી દહીં લેવાની મનાઇ કરી. દહીંનો ખોરાક બંધ થવાથી પાછો એ રોગ વધવાથી ફરીથી દહીં વહોરતાં એમાં ઝેર આવી જવા પર દવે ઝેર દૂર કર્યું. એમ દહીંનું સેવન કરતાં ત્રણ વાર દેવે ઝેર દૂર કર્યું. એક વાર પ્રભાવતી દેવ પ્રમાદમાં હતા ત્યારે ઝેરવાળું દહીં એ મુનિના આહારમાં આવી ગયું. તેથી એ રાજર્ષિ એક માસનું અનશન કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. પછી પ્રભાવતી દેવે રોષથી વીતભય નગરપર ધૂળની વૃષ્ટિ કરી અને એ રાજર્ષિના શય્યાતર કુંભારને સિનપલ્લીએ લઇ જઇ એ પલ્લીનું નામ કુંભકારકત આપ્યું. દુ:ખી થયેલો અભીચિ માસીપુત્ર કોણિક રાજા પાસે જઇ સુખેથી રહ્યો. સુશ્રાવક તરીકે આરાધના કરવા છતાં પિતાએ કરેલા અપમાનના વેરભાવની આલોચના કરી નહીં, છેવટે પંદર દિવસનું અનશન કરી અસુરનિકામાં એક પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયો. પછી મહાવિદેહમાં મોક્ષે જશે. ધૂળવૃષ્ટિથી દટાઇ ગયેલી કપિલ કેવળીના હાથે પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમાની વાત શ્રી ગુરુમુખેથી શ્રી કુમારપાળ રાજાએ સાંભળી. તેથી એ ધૂળવૃષ્ટિવાળા સ્થાને ખોદાવતા ઉદાયન રાજાએ આપેલા ફરમાનો સહિત એ પ્રતિમા શીધ્ર પ્રગટ થઇ. કુમારપાળ રાજા ઉચિત પૂજા કરી એ પ્રતિમાને ધામધુમથી પાટણ લઇ આવ્યા. ત્યાં એ નવનિર્મિત વિશાળ સ્ફટિકમય જિનાલયમાં સ્થાપવામાં આવી. ઉદાયન રાજાએ પત્રમાં જે ગામ-આકર વગેરે અર્પણના ફરમાન કરેલા, તે બધા ફરમાન માન્ય રાખી કુમારપાળ રાજાએ પણ એ પ્રતિમાને દીર્ઘકાળ સુધી પૂજી. એ પ્રતિમાની સ્થાપના પછી શ્રી કુમારપાળ રાજાની સમૃદ્ધિ બધી રીતે વધી. આ દેવાધિદેવ પ્રતિમા-ઉદાયન રાજા વગેરેની વાત છે.(આ પ્રબંધ પર મારું લખેલું પુસ્તક થોડા વખત પછી પ્રકાશિત થશે) આમ દેરાસરને ગરાસ આપવાથી નિરંતર ઉત્તમ પૂજા વગેરે તથા જિનમંદિરની જરુરી સાર સંભાળ, રક્ષણ આદિ સારી રીતે થાય છે. કહ્યું જ છે – જે પુરુષ પોતાની શક્તિપ્રમાણે ઐશ્વર્યવાળું જિનમંદિર કરાવે, દેવોદ્વારા અભિનંદન પામતો તે પુરુષ ઘણા કાળસુધી પરમ-સુખ પામે છે. પાંચમું દ્વાર સમાપ્ત થયું. જિનબિંબ ૬. તેમજ રત્નની, સોનુંવગેરે ધાતુની, ચંદનાદિ કાષ્ઠની, હાથીદાંતની, પથ્થરની અથવા માટી વગેરેની શક્તિ મુજબ નાનામાં નાની એક અંગૂઠા જેવડીથી માંડી પાંચસો ધનુષ્ય જેવડી મોટી શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૬૫

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291