________________
હાથમાંથી વીણા વગાડવાની કંબિકા નીચે પડી ગઇ. નૃત્યમાં રસભંગ થવાથી રાણી ગુસ્સે થવા પર રાજાએ સાચી વાત કરી. બીજી એક વખત દાસીએ લાવેલું વસ્ત્ર સફેદ છતાં પ્રભાવતીને લાલ રંગનું લાગવાથી ક્રોધથી દર્પણથી દાસી પર પ્રહાર કર્યો, તેથી તે (દાસી) મરણ પામી. પછી તે વસ્ત્ર સફેદ જ દેખાયું, તે દુર્નિમિત્તથી તથા નૃત્ય કરતા રાજાને માથા વિનાનું શરીર દેખાયું તે નિમિત્તથી પોતાનું આયુષ્ય બહુ ઓછું બાકી છે એવું જાણીને અને સ્ત્રીહત્યાથી પહેલા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતનો ભંગ થવાથી વૈરાગ્ય પામી રાણીએ રાજા પાસે દીક્ષા માટે રજા માંગી. રાજાએ “દેવના ભવમાં તું મને સાચા ધર્મમાં જોડજે” એમ કહી આજ્ઞા આપી. પછી પ્રભાવતીએ તે પ્રતિમાની પૂજા માટે દેવદત્તા નામની કુન્જાને નિયુક્ત કરી પોતે ઉત્સવસહિત દીક્ષા લીધી અને અનશન કરી પામી કાળ સૌધર્મ દેવલોકે દેવ થઇ.
પછી પ્રભાવતીના જીવ દેવે ઘણો બોધ આપ્યો, તો પણ ઉદાયન રાજા તાપસની ભક્તિ ન મુકે. ખરેખર દૃષ્ટિરાગ તોડવો અતિ મુશ્કેલ છે! પછી દેવે તાપસના રૂપે રાજાને દિવ્ય અમૃતફળ આપ્યું. તેના સ્વાદમાં લુબ્ધ થયેલા રાજાને એકલાને એ તાપસ પોતાની દિવ્યશક્તિથી આશ્રમમાં લઇ ગયો. ત્યાં દેવની માયાથી પ્રગટ થયેલા તાપસોએ રાજાને મારવા માંડ્યું. તેથી ત્યાંથી ભાગતા રાજાએ સાધુઓને જોઇ એમનું શરણ લીધું. તેઓએ ‘ડરશો નહીં’ એમ કહી ધર્મ સમજાવ્યો. રાજાએ જૈનધર્મ સ્વીકાર્યો. પછી એ પ્રભાવતી જીવ દેવ પોતાની સમૃદ્ધિ બતાવી રાજાને જૈનધર્મમાં દૃઢ કરી “આપત્તિમાં મને યાદ કરજો' એમ કહી અદશ્ય થયા.
હવે ગાંધાર નામનો કોઇ શ્રાવક બધે ચૈત્યવંદન કરવા નીકળ્યો હતો. વૈતાઢ્ય પર્વતપર ઘણા ઉપવાસ કરવાથી તુષ્ટ થયેલી દેવીએ તેને ત્યાંની પ્રતિમાઓના દર્શન કરાવ્યા અને પોતાની ઇચ્છા પાર પડે એવી એકસો આઠ ગોળીઓ આપી. તેણે તેમાંની એક ગોળી મોંમાં નાંખી ચિંતવ્યું, “હું વીતભયનગર જાઉં.” ગુટિકાના પ્રભાવથી તે ત્યાં આવ્યો. કુન્નાદાસીએ તેને તે પ્રતિમાજીના દર્શન કરાવ્યા. તે ગાંધાર શ્રાવક ત્યાં માંદો પડ્યો. કુન્નાદાસીએ તેની સારવાર કરી. પોતાનું આયુષ્ય થોડું રહ્યું છે એમ જાણી તે શ્રાવકે બચેલી બધી ગોળીઓ કુન્નાદાસીને આપી દીક્ષા લીધી. કુન્જાદાસી એક ગોળી ભક્ષણ કરવાથી ઘણી સુંદર થવાથી સુવર્ણગુલિકા નામથી પ્રસિદ્ધ થઇ. બીજી ગોળી ભક્ષણ કરીને તે દાસીએ ચૌદ મુકુટધારી રાજાથી સેવાતા ચંડપ્રદ્યોત રાજાની પતિ તરીકે ઇચ્છા કરી કેમકે ઉદાયન રાજા પિતા સમાન હતા ને બીજા રાજાઓ તેના સેવક હતા.
પછી દેવના વચનથી ચંડપ્રદ્યોત રાજાએ દૂત મોકલ્યો. પણ સુવર્ણગુલિકાએ ચંડપ્રદ્યોતને બોલાવ્યાથી તે અનિલવેગ હાથી ઉપર બેસી સવર્ણગુલિકાને તેડવા ત્યાં આવ્યો. સવર્ણલિકાએ કહ્યું. આ પ્રતિમા લીધા વિના હું ત્યાં ન આવું, માટે આ પ્રતિમા જેવી જ બીજી પ્રતિમા કરાવીને અહીં સ્થાપન કર, એટલે આ પ્રતિમા સાથે લઇ જવાશે. પછી ચંડપ્રદ્યોતે ઉજ્જયિની જઇ બીજી પ્રતિમા કરાવી. કપિલ નામના કેવળીને હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રતિમા સહિત પાછો વીતભયપત્તન આવ્યો. નવી પ્રતિમા સ્થાપના કરી. જુની પ્રતિમાને તથા સુવર્ણગુલિકા દાસીને લઇ ચંડપ્રદ્યોત કોઇ ન જાણે તેવી રીતે રાતે પાછો પોતાના સ્થાને આવ્યો. પછી બન્ને વિષયાસક્ત થવાથી તેમણે વિદિશાપુરીમાં ભાયલસ્વામી શ્રાવકને તે પ્રતિમા પૂજા કરવા માટે આપી. શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૬૩