Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 272
________________ એક વખત કંબલ-શંબલ નાગકુમાર તે પ્રતિમાની પૂજા કરવા આવ્યા. ત્યારે આ પ્રતિમાની હજી અડધી જ પૂજા થઇ હોવા છતાં પાતાળલોકની પ્રતિમાઓને નમવા ઉત્સુક થયેલા ભાયલને તેઓ તળાવના માર્ગે ત્યાં લઇ ગયા. ત્યાં એની જિનભક્તિથી પ્રસન્ન થયેલા ધરણેન્દ્રને ભાયલે કહ્યું – મારું નામ પ્રસિદ્ધ થાય એમ કરો... ધરણેન્દ્ર કહ્યું - તેમ જ થશે. ચંડપ્રદ્યોત રાજા વિદિશાપુરીનું તારા નામને અનુસરી દેવકીયપુર એવું નામ રાખશે. પણ તું અડધી પૂજા કરી અહીં આવ્યો. તેથી ભવિષ્યમાં તે પ્રતિમાની પૂજા ગુપ્તરીતે મિથ્યાષ્ટિઓ કરશે. પછી તેની પ્રતિકૃતિ બનાવી ‘આ આદિત્ય ભાયલસ્વામી છે” એમ જાહેર કરી બહાર એની સ્થાપના કરશે. વિષાદ નહી કરીશ. દુષમકાળના પ્રભાવથી એમ થશે” પછી ભાયલ જે રીતે આવ્યો હતો, એ રીતે જ પાછો ગયો. આ બાજુ વીતભય નગરમાં સવારે પ્રતિમાની માળા સુકાઇ ગયેલી જોઇ દાસી જતી રહેલી જાણી અને હાથીના મદનો સ્ત્રાવ થયેલો જોઇ ચંડપ્રદ્યોત રાજા આવીને પ્રતિમા તથા દાસીને લઇ ગયો હશે” એવો નિર્ણય કરી સોળ દેશના અને ત્રણસો ત્રેસઠ નગરના સ્વામી ઉદાયન રાજાએ મહાસેનાદિ દસ મુકુટધારી રાજાઓને સાથે લઇ ચડાઇ માટે પ્રયાણ કર્યું. માર્ગમાં ઉનાળાના કારણે પાણી નહીં મળવાપર રાજાએ પ્રભાવતી દેવનું સ્મરણ કર્યું. તેણે તરત આવી ત્રણ તળાવો પાણીથી ભરી નાંખ્યા. અનુક્રમે ત્યાં પહોંચ્યા. યુદ્ધના અવસરે રથમાં બેસીને યુદ્ધ લડવાનો ઠરાવ કરેલો હોવા છતાં ચંડપ્રદ્યોત રાજા અનિલવેગ હાથી પર બેસીને આવ્યો, તેથી ચંડપ્રદ્યોતને પ્રતિજ્ઞાભંગદોષ લાગ્યો. પછી હાથીના પગ શસ્ત્રથી વિંધાયાથી તે પડ્યો. ત્યારે ઉદાયને ચંડપ્રદ્યોતને બાંધી તેના કપાળે “આ મારી દાસીનો પતિ એવી છાપ લગાડી. પછી ઉદાયન રાજા ચંડપ્રદ્યોતને સાથે લઇ પ્રતિમા લેવા વિદિશા ગયો. પણ પ્રતિમા બહુ પ્રયત્ન પણ ચલાયમાન થઇ નહીં. ત્યારે એના અધિષ્ઠાયકની વાણી થઇ. “વીતભયનગર ધૂળની વૃષ્ટિથી દટાઇ જશે માટે હું ત્યાં નહીં આવું.' તેથી ઉદાયન રાજા પાછો વળ્યો. રસ્તામાં ચોમાસું આવ્યું. ત્યારે એક ઠેકાણે પડાવ કરી સેનાની સાથે રહ્યો. સંવત્સરીપર્વના દિવસે ઉદાયન રાજાએ ઉપવાસ કર્યો. રસોઇયાએ ચંડપ્રદ્યોતને પૂછ્યું - આજે રસોઈ શી કરવાની? ચંડપ્રદ્યોતના મનમાં “એ મને કદાચ અન્નમાં ઝેર આપશે” એવો ભય ઉત્પન્ન થયો. તેથી તેણે કહ્યું કે - “તેં ઠીક યાદ કરાવ્યું, મારે પણ ઉપવાસ છે, મારા માતા-પિતા શ્રાવક હતા.” તે જાણી ઉદાયને કહ્યું “એનું શ્રાવકપણું કેવું છે, તે જાણ્યું. તો પણ તે જો એમ કહે છે, તો તે નામમાત્રથી પણ મારો સાધર્મી થયો, માટે તે બંધનમાં હોય ત્યાં સુધી મારું સંવત્સરી પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ થાય?’ એમ કહી ઉદાયને ચંડપ્રદ્યોતને બંધનમાંથી મુક્ત કર્યો, ખમાવ્યો અને કપાળે સુવર્ણપટ લગાવી તેને અવંતીદેશ પાછો આપ્યો. ઉદાયન રાજાના ધર્મિષ્ઠપણાની તથા સંતોષ વગેરેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. ચોમાસું પૂરું થયા પછી ઉદાયન રાજા વીતભયપત્તન ગયો. સેનાએ જ્યાં પડાવ નાખેલો, ત્યારે ત્યાં આવેલા વેપારીવર્ગે ત્યાં જ સ્થિરતા કરી. તેથી તે દશપુર નગર તરીકે પ્રસિદ્ધ થયું. તે નગર ચંડપ્રદ્યોત રાજાએ જીવંતસ્વામીની પૂજા માટે અર્પણ કર્યું. તેમજ વિદિશાપુરીને ભાયલસ્વામીનું નામ દઇ તે તથા બીજા બાર હજાર ગામ જીવંતસ્વામીની સેવામાં આપ્યાં. પછી પ્રભાવતી જીવ દેવની પ્રેરણાથી ઉદાયન રાજા કપિલ કેવળીએ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમાની ર૬૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291