Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 267
________________ યોગ્ય મિત્રો વગેરે મિત્ર પણ એવો કરવો કે જે સર્વત્ર વિશ્વાસપાત્ર થવાથી અવસરે સહાયઆદિ કરવાવાળો બને. ગાથામાં આદિ શબ્દ છે. તેથી વાણોતર, મદદ કરનાર નોકર વગેરે પણ ધર્મ, અર્થ તથા કામનાં કારણ હોવાથી ઉચિત જ નિયુક્ત કરવા. તેમનામાં ઉત્તમ પ્રકૃતિ, સાધર્મિકપણું, ધૈર્ય, ગંભીરતા, ચાતુર્ય, સારી બુદ્ધિ આદિ ગુણ અવશ્ય હોવા જોઇએ. આ સંબંધી દૃષ્ટાંતો હારશુદ્ધિ પ્રકરણમાં કહી ગયા છીએ. (૪) F Dehleef[ celeFue meDeeFHelJeeJeCee 3e He3ebJeCee - HegLezeuen Cele3ece - Hemen meeueeF - kełej JeCeh-15-- (छा. चैत्य-प्रतिमाप्रतिष्ठा-सुतादिप्रव्राजना-पदस्थापना (या:) पुस्तकलेखन-वाचन-पौषधशालादिविधापनम्) જિનમંદિર તેમજ (૫) ઊંચા તોરણ, શિખર, મંડપ વગેરેથી શોભતો, ભરત ચક્રવર્તી વગેરેની જેમ રત્નજડિત, સોનામય, રૂપામય, વગેરે અથવા શ્રેષ્ઠ પાષાણાદિમય જિનપ્રાસાદ કરાવવો. તેટલી શક્તિ ન હોય, તો ઉત્તમ લાકડું, ઇંટો વગેરેથી જિનમંદિર કરાવવું. તેમ પણ કરવાની શક્તિ ન હોય, તો જિનપ્રતિમા માટે ઘાસની ઝુંપડી પણ ન્યાયથી કમાયેલા ધનથી વિધિપૂર્વક બંધાવવી. કેમકે-ન્યાયથી ઉપાર્જન કરેલા ધનવાળો બુદ્ધિમાન, શુભ પરિણામી અને સદાચારી શ્રાવક ગુરુની આજ્ઞાથી જિનમંદિર કરાવવાનો અધિકારી ગણાય છે, કેમકે દરેક જીવે પ્રાયે અનાદિ સંસારમાં અનંતા જિનમંદિર અને અનંતી જિનપ્રતિમાઓ કરાવી, પણ અસમંજસવૃત્તિથી (શ્રદ્ધા, નીતિ, શુભાશય વગેરે ન હોવાથી) સમ્યગ્દર્શનનો અંશ પણ પ્રાપ્ત થયો નહીં. જેમણે જિનમંદિર અથવા જિનપ્રતિમા કરાવી નહીં, સાધુઓને પૂજ્યા નહીં અને દુર્ધર વ્રત પણ લીધા નહીં, તેમણે પોતાનો મનુષ્યભવ નકામો ગુમાવ્યો. જે વ્યક્તિ પરમભક્તિથી ઘાસની ઝુંપડી પણ બનાવી તેમાં પરમગુરુ (જિનપ્રતિમા) ની સ્થાપના કરી માત્ર એક ફુલ પણ પરમ ભક્તિથી ચઢાવે, તેના પુણ્યની ગણત્રી ક્યાંથી થાય? તો જે પુણ્યશાળી માનવ શુભ પરિણામથી મોટું, મજબૂત અને નક્કર પત્થરનું જિનમંદિર કરાવે છે, તેમની તો વાત જ શી? તે અતિ ધન્ય પુરુષ તો પરલોકે સારી મતિવાળો વિમાનવાસી દેવ થાય છે. પવિત્ર ભૂમિ તથા પવિત્ર દળ (પત્થર, લાકડાં વગેરે), મજુર વગેરેને ઠગવા નહીં, મુખ્ય કારીગરનું સન્માન કરવું વગેરે પૂર્વે બતાવેલી ઘરની વિધિપ્રમાણે જ પૂરી ઉચિત વિધિ અહીં દેરાસર અંગે વિશેષ કરી જાણવી. કહ્યું છે કે – ધર્મ કરવા ઉદ્યત થએલા પુરુષે કોઇને પણ અપ્રીતિ થાય એમ કરવું નહીં. સંયમ પણ એજ રીતે શ્રેયસ્કર બને છે, એમાં ભગવાન ઉદાહરણ છે. તારક શ્રીવીર પ્રભુએ “મારા રહેવાથી આ તાપસોને અપ્રતિ થાય છે, અને તે અપ્રીતિ અબોધિનું બીજ છે એમ જાણી ચોમાસાના કાળમાં પણ તાપસનો આશ્રમ તજી દઇ વિહાર કર્યો હતો. જિનમંદિર બનાવવા માટે તે લાકડું શુદ્ધ છે, જે તે-તે ઝાડના અધિષ્ઠાયક દેવના રોષ વિના મળ્યું હોય, અવિધિથી લવાયું ન હોય અને પોતે કરાવ્યું નહીં હોય. રાંક મજૂરો વધુ મજૂરી આપવાથી ઘણો સંતોષ પામે છે. સંતોષ પામેલા તેઓ પહેલાં કરતાં વધારે કામ કરે છે. જિનમંદિર અથવા જિનપ્રતિમા કરાવે ત્યારે ભાવશુદ્ધિ માટે ગુરુ તથા સંઘસમક્ષ એમ કહેવું “આ કામમાં અવિધિથી કંઇ પારકું ધન આવ્યું હોય, તેનું પુણ્ય તે માણસને થાઓ.” ષોડશકમાં કહ્યું છે કે – જે જેની માલિકીનું દ્રવ્ય શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૫૯

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291