________________
ક્ષેત્રમાં) વિનિયોગ છે. જો સાત ક્ષેત્રમાં વિનિયોગ થાય નહીં, તો વ્યવસાય અને વૈભવ બંને દુર્ગતિના કારણ બને છે.
વિનિયોગ કરે, તો જ પોતાની સમૃદ્ધિ ધર્મદ્ધિ કહેવાય. નહીંતર એ પાપઋદ્ધિ કહેવાય. કહ્યું જ છે- (૧) ધર્મઋદ્ધિ (૨) ભોગઋદ્ધિ અને (૩) પાપઋદ્ધિ એમ ત્રણ પ્રકારે ઋદ્ધિ છે. તે ધર્મદ્ધિ છે કે જે ધર્મકાર્યોમાં જાય છે. તે ભોગઋદ્ધિ કહેવાય છે જે શરીર અને ભોગમાં વપરાય છે. જે ઋદ્ધિ દાનમાં કે ભોગમાં વપરાતી નથી, તે પાપઋદ્ધિ છે ને અનર્થનું કારણ બને છે. પૂર્વે કરેલા પાપના ફળરૂપે (ખોટું કરીને) જે ઋદ્ધિ મળે, અથવા જે ઋદ્ધિ ભવિષ્યમાં પાપનું કારણ બને, તે પાપઋદ્ધિ છે. અહીં દૃષ્ટાંત બતાવે છે
વસન્તપુરમાં (૧) ક્ષત્રિય (૨) બ્રાહ્મણ (૩) વાણિયો અને (૪) સોની આ ચાર મિત્રો રહેતા હતા. એકવાર આ ચારે ય જણા સાથે બીજા દેશમાં ધન કમાવા નીકળ્યા. રાતે એક ઉદ્યાનમાં રહ્યા. ત્યાં એક ઝાડની એક ડાળીપર લટકતો સુવર્ણપુરુષ તેમને દેખાયો. તેથી એક બોલ્યો- અર્થ (સંપત્તિ) છે. ત્યાં જ સુવર્ણ પુરુષે કહ્યું – આ અર્થ પણ અનર્થ દેનાર છે. આ સાંભળી ગભરાયેલા બધાએ એ છોડી દીધો. પણ સોની બોલ્યો - પડ. આ સાંભળતા જ સુવર્ણ પુરુષ પડ્યો. સોનીએ એની આંગળી છેદી લઇ લીધી. બાકીનો આખો પુરુષ ખાડામાં નાખી દીધો. બધાએ આ જોયું. પછી એમાંથી બે જણા ભોજન લાવવા નગરમાં પેસ્યા. બે જણા બહાર રહ્યા. નગરમાં રહેલા બે જણા બહાર રહેલા બંનેને મારવા ઝરમિશ્રિત ભોજન લાવ્યાં. બહાર રહેલા બંને જણાએ – પેલા બે જેવા આવ્યા કે તરત તલવારથી ઘા કરી બંનેને મારી નાખ્યા. પછી પેલું ઝેરવાળું ભોજન આરોગ્યું. એ બંને પણ મર્યા. આ પાપઋદ્ધિનું દૃષ્ટાંત છે.
રોજે રોજ સુકૃત કરો તેથી ભગવાનની પૂજા, અન્નદાનવગેરે રોજિંદા પુણ્યથી અને સંઘપૂજા, સાધર્મિક ભક્તિ, સ્વામિવાત્સલ્ય વગેરે અવસરોચિત પુણ્યથી પોતાની ઋદ્ધિને પુણ્યના ઉપયોગવાળી કરવી. જોકે અવસરે કરવા યોગ્ય સંઘપૂજાવગેરેમાં ઘણું ધન વપરાતું હોવાથી એ મોટા લાભનું કારણ બને છે. તો પણ રોજે - રોજ પ્રભુપૂજા વગેરે નાના નાના કાર્યોમાં ઓછું ધન વપરાતું હોવા છતાં એ કાર્યો સતત થતા હોવાથી એનું ઘણું મોટું ફળ મળે છે. કેમકે રોજિંદા સુકૃત કરવા પૂર્વક જ કરેલા અવસરોચિત સુકૃતો શોભે છે - ઉચિત ગણાય છે.
‘હમણા ધન ઓછું છે, ઘણું આવશે પછી કરીશ' ઇત્યાદિ વિચારો કરી ધર્મકાર્ય કરવામાં ક્યારેય પણ વિલંબ કરવો નહીં. કહ્યું જ છે - ઓછામાંથી ઓછું પણ આપતા રહેવું. એમાં મોટા ઉદયની (મોટી સમૃદ્ધિની) અપેક્ષા રાખવી નહીં (રાહ જોવી નહીં.) પોતાની ઇચ્છાને અનુરૂપ શક્તિ ક્યારે કોને મળી છે? (કોઇને પોતાની ઇચ્છામુજબ ધનવગેરે શક્તિ મળતી નથી. તેથી જ) આવતીકાલનું કામ આજે ને સાંજનું કામ સવારે જ કરી લેવું જોઇએ, કેમકે મોત કોઇની રાહ જોતું નથી કે આનું કામ થયું કે નહીં?
ઘણો લોભ - મોટી ઇચ્છાઓ રાખવાં નહીં. શ્રાવકે ધન કમાવવા પણ દરરોજ યથાયોગ્ય પ્રયત્ન કરવો જોઇએ, કેમકે – વાણિયો, વેશ્યા, કવિ, ભટ્ટ, ચોર, ઠગ અને બ્રાહ્મણ જે દિવસે નવી કમાણી નથી થતી તે દિવસને નિષ્ફળ ગણે છે. તથા શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૪૩