Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 241
________________ કરનારા પુરુષો દેશદેશની ભાષાઓ જાણે છે, દેશદેશના વિચિત્ર રિવાજ જાણે છે, અને વિવિધ પ્રકારના આશ્ચર્યકારી ચમત્કાર જુએ છે.” (જો કે આજે રજાના દિવસોમાં જેઓ દેશ કે દુનિયાની સફરે નીકળે છે, તેઓ તો અમુક દિવસમાં અમુક નિશ્ચિત સ્થાનો ને ત્યાંના પ્રાકૃતિક કે કૃત્રિમ સૌંદર્ય જોઇ પોતાને ધન્ય-ધન્ય માની બેસે છે. એમાં તો તીર્થયાત્રા, પ્રભુભક્તિ કે ગુરુવંદનાદિનો પણ આશય નથી. તેથી સ્ટેટસ માટેની આ બધી ટુરો નર્યો દેખાડો છે - મહા અનર્થ દંડ છે.) એમ વિચારી રાજકુમાર રાતે કોઇ જાણે નહીં એ રીતે હાથમાં તલવાર લઇ નગર છોડી પૃથ્વી પર ઇચ્છા મુજબ ભમવા માંડ્યો. એકવાર જંગલમાં ફરતાં બપોરના સમયે ભૂખ-તરસથી બહુ હેરાન થયો. એટલામાં સર્વાગે દિવ્ય આભૂષણ પહેરેલો એક દિવ્ય પુરુષ આવ્યો. એ પુરુષે રાજકુમારને પ્રેમથી બોલાવી એક સર્વોપદ્રવવારક (બધા ઉપદ્રવ અટકાવતું) અને બીજું સર્વેષ્ટસાધક (બધી ઇષ્ટ વસ્તુ આપતું) એમ બે રન આપ્યા. ત્યારે કુમારે પૂછ્યું - તમે કોણ છો? તે પુરુષે કહ્યું – તું તારા નગર પાછો ફરશે ત્યારે ત્યાં તને મુનિરાજ મારું ચરિત્ર કહેશે. પછી રાજકુમાર તે રત્નોના પ્રભાવથી બધે યથેચ્છ વિલાસ કરતો કરતો કુસુમપુર પહોંચ્યો. ત્યાં થતી ઘોષણાથી જાણ્યું કે - અહીંનો રાજા દેવશર્મા આંખની તીવ્ર વેદના ભોગવી રહ્યો છે. તેથી રાજકુમારે પહેલા રત્નના પ્રભાવથી રાજાની પીડા દૂર કરી. રાજાએ પ્રસન્ન થઇ રાજકુમારને પોતાનું રાજ્ય તથા પુણ્યશ્રી નામની પુત્રી આપી પોતે દીક્ષા લીધી. (તન, અંગ, ઇન્દ્રિય કે ધન અંગે આવેલી બીમારીખોડ-ખાપણ-આપત્તિ દૂર થાય, તો સમજુ વ્યક્તિ એનો પૂરો અથવા પહેલો ઉપયોગ ધર્મમાર્ગે કરી એઅંગે આવનારા ભાવી કષ્ટથી કાયમી છુટકારો મેળવે છે.) પછી કુમારના પિતાએ પણ કુમારને રાજ્ય ઉપર બેસાડી પોતે દીક્ષા લીધી. આ રીતે રાજકુમાર બે રાજ્યો ચલાવવા લાગ્યો. એકવાર ત્રણ જ્ઞાનના ધણી થયેલા દેવશર્મા રાજર્ષિએ કુમારનો પૂર્વભવ આ રીતે કહ્યો કે – “ક્ષમાપુરીમાં સુવ્રત નામે શેઠ હતો, તેણે ગુરુ પાસે પોતાની શક્તિ પ્રમાણે ચોમાસા સંબંધી નિયમો લીધા હતા. તેનો એક નોકર હતો. તે પણ દરેક વર્ષાકાળના ચોમાસામાં રાત્રિભોજનના તથા મધ, મદ્ય, માંસ સેવનના ત્યાગનો નિયમ કરતો હતો. પછી મરણ પામેલો એ ચાકર જ તું રાજકુમાર થયો, અને સુવ્રત શેઠનો જીવ મોટો ઋદ્ધિવંત દેવ થયો. તેણે પૂર્વભવની પ્રીતિથી તને બે રત્નો આપ્યાં” આ રીતે પૂર્વભવ સાંભળી કુમાર જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. પછી ઘણા પ્રકારના નિયમ પાળી સ્વર્ગે ગયો. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. આ રીતે ચોમાસાના નિયમ ઉપર કથા કહી છે. ચાતુર્માસિક કૃત્યો અંગે લૌકિક શાસ્ત્રોનું સમર્થન લૌકિકગ્રંથોમાં પણ આ વાત કહી છે. વસિષ્ઠ ઋષિએ પૂછ્યું, “હે બ્રહ્મદેવ! વિષ્ણુ ક્ષીરસમુદ્રમાં શી રીતે નિદ્રા કરે છે? તે નિદ્રા કરે ત્યારે શી શી વસ્તુ વર્જવી? અને તે વર્જવાથી શું શું ફળ મળે?” બ્રહ્મદેવે કહ્યું : “હે વસિષ્ઠ! વિષ્ણુ ખરેખર નિદ્રા કરતા જ નથી, તેથી જાગૃત પણ થતા નથી, પરંતુ વર્ષાકાળ આવે, ત્યારે ભક્તિથી વિષ્ણુનો એ બધો ઉપચાર કરાય છે. હવે વિષ્ણુ યોગનિદ્રામાં રહે, ત્યારે શું શું વર્જવું? તે સાંભળ. જે પુરુષ ચોમાસામાં (= વિષ્ણુ સુતા હોય ત્યારે) મુસાફરી ન કરે, માટી ન ખણે, તથા રીંગણાં, ચોળા, વાલ, કલથી, તુવેર, કાલિંગડા, મૂળા અને તાંદળજો એટલી વસ્તુનો ત્યાગ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૩૩

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291