Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 260
________________ રહેવાનું સ્થાન ઉચિત હોય, તો પણ ત્યાં સ્વચક્ર (તે જ રાજાની સેના વગેરે), પરચક્ર (દુશ્મન રાજાની સેના), સાથે વિરોધ, દુકાળ, મરકી, અતિવૃષ્ટિવગેરે, પ્રજાસાથે કલહ, નગરઆદિનો નાશ ઇત્યાદિ ઉપદ્રવથી અસ્વસ્થતા ઉત્પન્ન થઇ હોય તો તે સ્થાન શીઘ્ર છોડી દેવું. તેમ ન કરે તો ધર્મ-અર્થકામની કદાચ હાનિ થાય. જેમકે મોગલોએ દિલ્હી શહેર ભાંગ્યું ત્યારે ભય ઉત્પન્ન થવાથી જેમણે દિલ્હી છોડી ગુજરાત વગેરે દેશમાં નિવાસ કર્યો, તેમણે પોતાના ધર્મ-અર્થ-કામની પુષ્ટિ કરી આ ભવ તથા પરભવને સફળ કર્યા. જેમણે દિલ્હી છોડી નહિ, તે લોકોએ બંદીખાનામાં પડવા આદિના ઉપદ્રવ પામી પોતાના બન્ને ભવ પાણીમાં ગુમાવ્યા. વાસ્તુક્ષય કિલ્લાનો નાશ થવો ઇત્યાદિ આપત્તિમાં સ્થાનત્યાગ ઉપર આગમમાં ક્ષિતપ્રતિષ્ઠિતપુર, વણકપુર, ઋષભપુર, કુશાગ્રપુર, રાજગૃહ, ચંપા, પાટલીપુત્ર વગેરેના દૃષ્ટાંત આપ્યા છે. અહીં સુધી રહેવાનું સ્થાન એટલે નગર, ગામ વગેરેનો વિચાર કર્યો. (આજે જેઓ દેરાસરઉપાશ્રય-સાધુ સાધ્વીઓના ચોમાસાવાળા સ્થાનો છોડી સગવડ ખાતર કે સ્ટેટસ ખાતર દૂર સોસાયટીઓમાં વગેરેમાં રહેવા જાય છે, તેઓ શ્રી સંઘ સાથે સંપર્ક, ગુરુભક્તિ, પ્રવચનશ્રવણ, સુપાત્રદાનનો લાભ, બાળકોમાં જૈન સંસ્કાર વગેરે ઘણા લાભો ગુમાવે છે કે જે એક-એક લાભ અનંતકાળે મળે છે ને ભવિષ્યના અનંતકાળને સુધારે છે.) સારા-નરસા પાડોશની લાભ હાનિ હવે ઘર પણ રહેવાનું સ્થાન કહેવાય છે, માટે તેનો વિચાર કરીએ. સારા માણસે પોતાનું ઘર જ્યાં સારા પાડોશી હોય, ત્યાં કરવું. તથા અતિ જાહેરમાં કે અતિ ગુપ્ત સ્થળે ન કરવું. શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે પરિમિત બારણાં આદિ ગુણવાળું ઘર ધર્મ-અર્થ-કામને સાધનારું હોવાથી રહેવા યોગ્ય છે. આવા-આવા ખરાબ પાડોશી શાસ્ત્રમાં નિષિદ્ધ કર્યા છે - વેશ્યા, પશુઓ, નટો, બૌદ્ધ સાધુ વગે૨ે, બ્રાહ્મણો, સ્મશાન, વાઘરી, શિકારી, જેલના ચોકીદાર, ધાડપાડુ, ભીલ, માછીમાર, જુગારી, ચોર, નાચનાર, ભટ્ટ, ભવૈયા અને કુકર્મ કરનાર એટલા લોકોનો પાડોશ પોતાના ઘર આગળ અથવા દુકાન આગળ પણ સારા માણસે તજવો. તથા એમની સાથે દોસ્તી પણ કરવી નહીં. તેમજ દેવમંદિર પાસે ઘર હોય તો દુ:ખ થાય, ચૌટામાં હોય તો હાનિ થાય, અને ઠગના તથા પ્રધાનના ઘર પાસે ઘર હોય તો પુત્રનો તથા ધનનો નાશ થાય. પોતાનું હિત ઇચ્છતો બુદ્ધિશાળી પુરુષ મૂર્ખ, અધર્મી, પાખંડી, પતિત, ચોર, રોગી, ક્રોધી, ચંડાળ, અહંકારી, ગુરુની સ્ત્રી ભોગવનાર, વૈરી, પોતાના સ્વામીને ઠગનાર, લોભી અને મુનિહત્યા, સ્ત્રીહત્યા અથવા બાળહત્યા કરનારા - એમનો પાડોશ તજે. કુશીલિયા વગેરે પાડોશી હોય તો તેમના વચન સાંભળવાથી તથા એમની ચેષ્ટા જોવાથી સદ્ગુણીના પણ ગુણની હાની થાય છે. સારા પાડોશીઅંગે પાડોશીઓએ આપેલી સામગ્રીથી બનાવેલી ખીર વહોરાવનાર સંગમ (શાલીભદ્રનો પૂર્વભવ) દુષ્ટાંતરૂપ છે, તો ખોટા - ખરાબ પાડોશી અંગે પર્વ દિવસે સાધુને વહોરાવનાર સ્ત્રીના સાસુ-સસરાને ખોટું સમજાવનારી પડોશણ સોમભટ્ટની પત્ની દૃષ્ટાંતરૂપ છે. અતિશય જાહેર સ્થળમાં ઘર કરવું સારું નથી, કેમકે, આસપાસ બીજું ઘર ન હોવાથી તથા ચારે તરફ ખુલ્લો ભાગ હોવાથી ચોર વગે૨ે ઉપદ્રવ કરે છે. અતિ ગુપ્ત સ્થળમાં ઘર હોય તે પણ સારું નહિ, કેમકે ચારે તરફ બીજા ઘરો આવેલાં હોવાથી તે ઘરની શોભા જતી રહે છે. તેમજ આગ વગેરે ઉપદ્રવ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૫૨

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291