________________
નપુસંકવેદ બાંધતો નથી, અને પૂર્વે બાંધ્યા હોય, તો તેની નિર્જરા કરે છે. આલોચણાના આ આઠ ગુણ છે. આ રીતે શ્રાદ્ધજીતકલ્પ તથા તેની વૃત્તિમાંથી અંશમાત્ર લીધેલી આ આલોચનાવિધિ છે.
અતિશય તીવ્ર પરિણામથી કરેલા મોટા તથા નિકાચિત થયેલા પણ બાળહત્યા, સ્ત્રીહત્યા, સાધુ હત્યા, દેવ, જ્ઞાન વગેરેના દ્રવ્યનું ભક્ષણ, રાજાની સ્ત્રી સાથે ગમન વગેરે મહાપાપની પણ સમ્યક્ પ્રકારે આલોચણા કરી ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે, તો તે જીવ તે જ ભવમાં પણ શુદ્ધ થાય છે. એમ ન હોત તો દઢપ્રહારી વગેરેને તે જ ભવે મુક્તિ શી રીતે થાત? માટે દરેક ચોમાસે અથવા દર વર્ષે જરૂ૨ આલોચના કરવી જોઇએ. આ રીતે વર્ષ કૃત્ય સંબંધી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કહ્યો છે.
૨૫૦
ઝાંઝરિયા મુનિની હત્યા કરનારો રાજા તીવ્રભાવે પશ્ચાતાપ પ્રાયશ્ચિત્ત કરવાથી પાપમુક્ત બની આત્મકલ્યાણ સાધી ગયા, ને માત્ર એકેન્દ્રિય વનસ્પતિની છાલ ઉતારવાના પાપમાં આનંદ આવવાપર ને પશ્ચાતાપ - પ્રાયશ્ચિત્ત નહીં કરવા૫ર શ્રીખંધક મુનિને જીવતા ચામડી ઉતારવાનો ઉપસર્ગ આવ્યો, આવા દૃષ્ટાન્તો સાંભળ્યા પછી મન-વચન-કાયાથી પ્રચુર પાપ કરનારા આપણે જો એના પશ્ચાતાપ - પ્રાયશ્ચિત્ત નહીં કરીશું, તો ભવિષ્યના ભવોમાં આપણું શું થશે ?
સંવત્સરી પ્રતિક્રમણ ક્ષમાપના અને આત્મશુદ્ધિ આ બે વિના વિશુદ્ધ થતું નથી. આ બંને સાચા ભાવે જો કર્યા નહીં, તો કરોડોના દાન, ઉત્તમ શીલ, આકરા તપ કર્યા પછી પણ આપણો નંબર સમકીતીમાં નહીં રહે ને ભવિષ્યમાં તીવ્ર દંડ ભોગવવાનો આવે.
તેથી અહંકાર, વટ કે ખોટી પકડ છોડી નાના થઇને પણ સાચા ભાવે ક્ષમાપના કરી જ લેવી. વેર-વિરોધ-દુર્ભાવ આવતા ભવોમાં સાથે આવશે, તો એ ભવો આપણી જિંદગી બગાડી નાખશે. ઘરવાળી કર્કશ મળે કે દીકરો ઉદ્ધત પાકે તો જિંદગીભર થતી હેરાનગતિના અનુભવ કોને નથી ? એ જ રીતે પાપને પ્રાયશ્ચિત્ત - પશ્ચાતાપથી માર્યા (ખતમ કર્યા) વિના મરવું નથી, એવો સંકલ્પ કરી શરમ છોડી, ખરી બહાદુરી બતાવી સંવત્સરી પહેલા જ ગીતાર્થ સંવિગ્ન ગુરુભગવંત પાસે આલોચના કરી લેવી. આવેલું પ્રાયશ્ચિત્ત યથાશીઘ્ર વાળી આપવું - આ જ ખરી સમજ છે, સાચી બુદ્ધિમત્તા છે.
શ્રાદ્ધવિધિ પ્રકરણ