Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 256
________________ આલોચના કેવી રીતે કરવી? જેમ બાળક બોલતું હોય ત્યારે તે કાર્ય અથવા અકાર્ય જે હોય તે સરળતાથી કહે છે, તેમ આલોચણા કરનારે માયા કે મદ રાખ્યા વિના આલોચના કરવી. માયાવગેરેથી રહિત થઇ પ્રતિસમય બહુમાન અને સંવેગ વધારતો અકાર્યની આલોચના કરનારો પછી નિશ્ચયપૂર્વક અકાર્ય કરતો નથી. જે પુરુષ શરમ વગેરેથી, રસાદિ ગારવમાં લપટાઇ જવાથી, તપ નહીં કરવાની ઇચ્છાથી અથવા “હું બહુશ્રુત છું' એવા અહંકારથી, અપમાન થવાની બીકથી અથવા પ્રાયશ્ચિત્ત ઘણું આવશે એવા ડરથી ગુરુને પોતાના દુશ્ચરિત્ર કહેતો નથી. તે આરાધક કહેવાયો નથી. શલ્યોદ્ધાર સંબંધી અને શલ્યોદ્ધાર નહીં કરવાથી થતા દુષ્ટ વિપાક સંબંધી તે-તે સૂત્રો દ્વારા ચિત્તને સંવેગમય બનાવી પછી આલોચના કરવી. (જથી માયા વિના અને શુદ્ધિના પૂરા ભાવ સાથે આલોચના થઇ શકે.) આલોચકના દસ દોષ હવે આલોચક શિષ્યના દશ દોષ કહે છે. ૧. ગુરુ ઓછું પ્રાયશ્ચિત્ત આપશે એવા આશયથી તેમને વૈયાવચ્ચવગેરેથી પ્રસન્ન કરી પછી આલોચના કરવી. ૨. આ ગુરુ ઓછું તથા સહેલું પ્રાયશ્ચિત્ત આપે છે, એવી કલ્પના કરી આલોવવું. ૩. બીજાએ જોયેલા દોષોની જ આલોચના કરે, નહીં જોયેલા દોષોની નહીં. ૪. માત્ર મોટા દોષોની જ આલોચના કરે, નાના-સૂક્ષ્મ દોષો પર અવજ્ઞાનો ભાવ રાખી એ દોષો આલોવે નહીં. પ. પૂક્યા વિના તૃણ-ગ્રહણ કર્યા ઇત્યાદિ સૂક્ષ્મ દોષોની આલોચના કરે, પણ મોટા દોષોની આલોચના ન કરે, એ પાછળ એવો આશય હોય કે ગુરુના મનમાં એવો ભાવ ઊભો કરાવે કે જે સૂક્ષ્મ દોષોની આલોચના કરે, એ મોટા દોષ લાગ્યા હોય, તો આલોવ્યા વિના રહે જ નહીં. પણ લાગ્યા નથી, તેથી આલોચના કરતો નથી. ૬. અસ્પષ્ટ શબ્દો બોલે, તેથી ગુરુ બરાબર સમજી શકે નહીં. ૭. એજ રીતે એટલા બધા શબ્દો બોલે કે જેથી કાં તો ગુરુ બરાબર સમજી શકે જ નહીં, કાં તો બીજા પણ સાંભળી લે. ૮. ગુરુપાસે આલોચના કરી પછી બીજા ઘણાને ફરી એ વાત સંભળાવે. ૯. અવ્યક્ત - જે ગુરુએ છેદસૂત્રોના રહસ્ય જાણ્યા નથી, એવા ગુરુ પાસે આલોચના કરે. ૧૦. પોતે જેવો અપરાધ કર્યો હોય, એવા અપરાધ - દોષ સેવતા ગુરુ પાસે આલોચના કરે, જેથી ઠપકો સાંભળવો ન પડે! આલોચકે આ દસ દોષ છોડીને આલોચના કરવી. આલોચના કરવાના લાભો હવે સમ્યક્ પ્રકારે આલોચના કરવાના લાભો બતાવે છે. ૧. જેમ ભારવાહક ભાર દૂર થતાં હળવાશ અનુભવે છે, એમ શલ્ય-પાપનો ભાર દૂર થવાથી આલોચક પણ હળવાશ અનુભવે છે. ૨. આનંદ થાય છે. ૩. પોતે આલોચણા લઇ દોષથી મુક્ત થાય છે એ જાહેર જ છે, તથા તેને જોઇને બીજાઓ પણ આલોચના કરવા તૈયાર થાય છે, તેથી તેમના દોષ પણ દૂર થાય છે. ૪. સારી રીતે આલોચના કરવાથી સરળતા પ્રગટ થાય છે. ૫. અતિચારરૂપ મળ ધોવાઇ જવાથી આત્માની શુદ્ધિ થાય છે. ૬. તેમજ આલોચણા કરવી એ દુષ્કર કાર્ય છે. અનાદિકાળથી દોષસેવનનો અભ્યાસ હોવાથી દોષો સેવવા એ કંઇ દુષ્કર નથી, પરંતુ એ દોષોની આલોચના કરવી એ જ દુષ્કર છે. કારણકે મોક્ષ સુધી લઇ જતા પ્રબળ આત્મવીર્યના વિશેષ ઉલ્લાસથી જ એ કામ બને છે. નિશીથર્ટીમાં પણ કહ્યું છે - જીવ જે દોષનું સેવન કરે છે, તે દુષ્કર નથી; પણ સમ્યક પ્રકારે આલોવે તે ૨૪૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291