________________
તથા પાડોશીની સમ્મતિ વગે૨ે લઇ ન્યાયથી જ ગ્રહણ કરવું. બીજાનો પરાભવ આદિ કરીને લેવામાં ધર્મ-અર્થ-કામનો નાશ થવાનો સંભવ છે. આ રીતે જ ઇંટો, લાકડાં, પત્થર વગેરે વસ્તુ પણ દોષરહિત અને મજબૂત હોય તે જ ઉચિત મૂલ્ય આપીને વેંચાતી મંગાવવી. તે વસ્તુ પણ એની પાસે પોતાનામાટે ખાસ તૈયાર કરાવવી નહીં, કેમકે પોતાનામાટે ખાસ તૈયાર કરાવવામાં એ બનાવવામાં થતા હિંસાદિ દોષોનો ભાર પોતાના માથે આવે છે. (તેથી જ જ્યાં સુધી એપાર્ટમેન્ટ તૈયાર થઇ જાય નહીં, ત્યાં સુધી એમાં ફ્લેટવગેરે નોંધાવવા નહીં)
દેરાસરની વસ્તુઓના ઉપયોગથી થતી હાનિ અને તે અંગે દૃષ્ટાંત
ઉપર કહેલી વસ્તુ દેરાસરવગેરેની હોય તો લેવી નહીં, કેમકે તેથી ઘણી હાનિ વગેરે થાય છે. એવી વાત સંભળાય છે કે - કોઇ બે વણિક પાડોશી હતા. તેમાં એક પૈસાદાર હતો. તે બીજા ગરીબ પડોશીનું વારંવાર અપમાન કરતો હતો. બીજાએ ગરીબ હોવાથી બીજી કોઇ રીતે પ્રતિકાર નહીં કરી શકવા પર એકવાર પેલા શ્રીમંતના તૈયાર થઇ રહેલા મકાનની ભીંત ચણાઇ રહી હતી ત્યારે દેરાસ૨માંથી તુટેલી એક ઈંટનો ટુકડો ખાનગીમાં એ ભીંતમાં નાખી દીધો. પછી મકાન તૈયાર થઇ જવા૫૨ પેલા ગરીબે આ શ્રીમંતને સાચી વાત જણાવી દીધી. છતાં આટલા માત્રથી શું દોષ લાગવાનો ? એમ માની પેલા શ્રીમંતે અવજ્ઞાભાવે ઉપેક્ષા કરી. પરિણામે થોડા જ દિવસમાં વિજળી પડવી વગેરે આપત્તિથી એનું સર્વસ્વ નાશ પામી ગયું. કહ્યું છે કે - જિનમંદિર, કૂવા, વાવ, સ્મશાન, મઠ અને રાજમંદિરના રાઇ જેવડા પણ પત્થર, ઈંટ કે કાષ્ઠ લેવા નહીં.
ઘરનું માપ વગેરે
પાષાણમય થાંભળો, પીઠ, પાટિયાં, બારસાખ વગેરે વસ્તુઓ ગૃહસ્થને વિરુદ્ધકારક છે, પરંતુ તે ધર્મસ્થાનકે શુભ જાણવી. પાષાણમય દેરાસરમાં કે ઘરમાં લાકડાના ને લાકડાના ઘર કે દેરાસરમાં પાષાણના થાંભળા વગેરેનો ઉપયોગ પ્રયત્નપૂર્વક ટાળવો. હળનું લાકડું, ઘાણી, ગાડા વગેરે વસ્તુ તથા રહેંટ આદિ યંત્રો, આ બધા માટે કાંટાવાળા વૃક્ષના, વડ આદિ પાંચ ઉંબરના તથા જેમાંથી દૂધ નીકળતું હોય એવા આકડા વગેરે ઝાડના લાકડાનો ઉપયોગ કરવો નહીં. ઉપર કહેલી વસ્તુઓમાટે બીજોરી, કેળ, દાડમ, મીઠાં લીંબુ આપતી લીંબોળી, બે જાતની હળદર, આમલી, બાવળ, બોરડી તથા ધંતુરા આટલા ઝાડના લાકડા ઉપયોગમાં લેવા નહીં. જો ઘર પાસે રહેલા ઉપર કહેલા વૃક્ષોનાં મૂળો ઘરની ભૂમિમાં પેસે, અથવા એ ઝાડની છાયા ઘર૫ર આવે, તો તે ઘરધણીના કુળનો નાશ થાય છે.
ઘર પૂર્વ ભાગમાં ઊંચું હોય તો ધન જતું રહે છે, દક્ષિણ ભાગમાં ઊંચું હોય તો ધનની સમૃદ્ધિ થાય છે. પશ્ચિમ ભાગમાં ઊંચું હોય તો વૃદ્ધિ થાય છે. અને ઉત્તર દિશામાં ઊંચું હોય તો એ ઘરમાં કોઇ રહી શકતું નથી. ગોળાકાર, ઘણા ખૂણાવાળા અથવા એક, બે કે ત્રણ ખૂણાવાળા તથા જમણી - ડાબી બાજુએ લાંબા ઘ૨માં રહેવું નહિ. જે કમાડ પોતાની મેળે બંધ થાય અથવા ઉઘડે તે સારાં નહિ.
શુભ અને અશુભ ચિત્રો
ઘરના મૂળ બારણામાં ચિત્રમય કળશાદિકની શોભા વધુ સારી કહેવાય છે. યોગિનીના નૃત્યનો આરંભ, મહાભારત-રામાયણનો અથવા બીજા રાજાઓનો સંગ્રામ, ઋષિનાં અથવા દેવનાં ચરિત્ર વગેરે ચિત્રો ઘ૨માટે સારા નથી. ફળવાળા ઝાડ, ફૂલની વેલડીઓ, સરસ્વતી, નવનિધાનયુક્ત લક્ષ્મી, ૨૫૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ