Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 243
________________ પંચમ પ્રકાશ : વર્ષકૃત્ય. ચોમાસા સંબંધી કૃત્ય કહ્યાં. હવે રહેલી બારમી અડધી ગાથા અને તેરમી ગાથા મળી દોઢ ગાથામાં અગિયાર દ્વારથી વર્ષકૃત્ય કહે છે. Hef Jeej mehmebeece - meenesceDeyecfepefelei e--12-- ebeCeci ech CnJeCehbeceDeCe-Jeç {acen HedeDeccepeei ecj Dee - mepele De Gppeleceh len elel LeleYeJeCee meene--13-- (છી. પ્રતિવર્ષ સંપર્વનસાધર્મિમત્તિ - ચીત્રાત્રિમ્ --- जिनगृहे स्नपनं जिनधनवृद्धि-महापूजा धर्मजागरिका | श्रुतपूजा उद्यापनं तथा तीर्थप्रभावना शोधि:।।) શ્રાવકે દરવર્ષે કમસે કમ એકવાર પણ ૧. ચતુર્વિધ શ્રી સંઘની પૂજા, ૨. સાધર્મિક વાત્સલ્ય, ૩. તીર્થયાત્રા રથયાત્રા, અને અટ્ટાઇ યાત્રા એ ત્રણ યાત્રાઓ, ૪. સ્નાત્રમહોત્સવ, ૫. માળા પહેરી, ઇંદ્રમાળા વગેરે પહેરી, પહેરામણી કરવી, ધોતિયાં વગેરે આપવાં તથા ચઢાવો બોલી આરતી ઉતારવી વગેરે કરી દેવ દ્રવ્યની વૃદ્ધિ, ૬. મહાપૂજા, ૭. રાતે ધર્મજાગરિકા, ૮. શ્રુતજ્ઞાનની વિશેષપૂજા, ૯. અનેક પ્રકારનાં ઉજમણાં, ૧૦. જિનશાસનની પ્રભાવના અને ૧૧. આલોચણા. એટલા ધર્મકૃત્યો યથાશક્તિ કરવાં જોઇએ. સંઘપૂજા તેમાં શ્રી સંઘની પૂજામાં પોતાના કુળને તથા ધન વગેરેને અનુસરીને ઘણા આદરથી અને બહુમાનથી સાધુ-સાધ્વીના ખપમાં આવે એવી તથા આધાકર્મવગેરે દોષ રહિત વસ્ત્ર, કંબળ, ઓઘો, સૂતર, ઉન, પાત્રો, પાણીનાં તુંબડાં વગેરે, દાંડો, દાંડી, સોય, કાંટાને ખેંચી કાઢનારો ચીપિયો, કાગળ, ખડીયા, લેખણીનો સંગ્રહ, પુસ્તક વગેરે વસ્તુ ગુરુ-મહારાજને વહોરાવવી. દિનકૃત્યમાં કહ્યું છે કે – વસ્ત્ર, પાત્ર, પાંચ પ્રકાર પુસ્તક, કંબળ, ઓઘો, દાંડો, સંથારો, શય્યા તથા બીજું પણ ઔધિક તથા ઔપગ્રહિક મુહપત્તિ, દાંડી વગેરે જે કાંઇ શુદ્ધ અને સંયમને ઉપકારી હોય, તે આપવું. પુસ્તક અર્પણ આપવાદિક સમજવું (ઔધિક કે ઔપગ્રહિક ઉપધિમાં ન આવે.) જે વસ્તુ સંયમને ઉપકારી હોય, તે વસ્તુ ઉપકાર કરતી હોવાથી ઉપકરણ કહેવાય છે. તેથી અધિક વસ્તુ રાખવી તે અધિકરણ કહેવાય છે. સંયમની મર્યાદા મુકીને વસ્તુ પરિહારક-વાપરનારો અસંયત કહેવાય છે.” અહીં પરિહારક શબ્દનો અર્થ પરિભોગ કરનારો એવો કર્યો, કારણ કે Hey nej #g Yes cએવું વચન છે. આ પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે. તથા પ્રાતિહારિક, પીઠ, ફલક, પાટો વગેરે સંયમોપકારી બધી વસ્તુઓ સાધુ મુનિરાજને શ્રદ્ધાથી વહોરાવવી કે અર્પણ કરવી. સોય વગેરે વસ્તુઓ પણ સંયમના ઉપકરણ છે, એમ શ્રી કલ્પસૂત્રમાં કહ્યું છે. તે એવી રીતે કે DamCeF JelLef meDgF Gkedie alle અર્થ :- અશનાદિક. વસ્ત્રાદિક અને સોયાદિક એ ત્રણ ચતુષ્ક મળીને બાર , જેમકે ૧. અશન, ૨. પાન, ૩ ખાદિમ, ૪. સ્વાદિમ એ અશનાદિક ચાર, ૫. વસ્ત્ર, ૬. પાત્ર, ૭. કંબલ, ૮. પાદપ્રોંછનક (ઓઘો) એ વસ્ત્રાદિક ચાર, તથા ૯. સોય, ૧૦. અસ્ત્રો ૧૧. નખકતર અને ૧૨. કાન ખોતરવાની સળી એ સોયાદિક ચાર, શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૩૫

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291