Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 251
________________ વસ્ત્રમય મહાધ્વજ અર્પણ કરવો પછી પ્રભાવના વગેરે કરવું. સ્નાત્રોત્સવમાં પોતાની સંપત્તિ, કુળ, પ્રતિષ્ઠા વગેરેને અનુસરી પૂરી શક્તિથી ધનનો વ્યય વગેરે કરી બધા પ્રકારની ધામધૂમથી જિનમતની ઘણી પ્રભાવના કરવા પ્રયત્ન કરવો. સંભળાય છે કે – શ્રી પેથડ શાહે શ્રી ગિરનારજી ઉપર સ્નાત્રમહોત્સવને અવસરે છપ્પન ઘડી પ્રમાણ સુવર્ણ આપી ઇંદ્રમાળ પહેરી હતી. તેમણે શ્રી શત્રુંજય ઉપર તથા ગિરનારજી ઉપર એક એક સુવર્ણમય ધ્વજા આપી હતી. તેમના પુત્ર ઝાંઝણ શાહે રેશમી વસ્ત્રમય ધ્વજા આપી હતી. આ રીતે સ્નાત્રોત્સવનું સ્વરૂપ કહ્યું છે. દેવદ્રવ્યની વૃદ્ધિ વળી દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દરેક વર્ષે માળા પહેરામણી કાર્યક્રમ કરવો. તેમાં ઇંદ્રમાળા અથવા બીજી માળા દર વર્ષે શક્તિ પ્રમાણે ગ્રહણ કરવી. શ્રી કુમારપાળના સંઘમાં માળાપરિધાનના ચઢાવા થયા, ત્યારે વાગભટ્ટ મંત્રી વગેરે સમર્થ લોકો ચાર લાખ, આઠ લાખ ઇત્યાદિ સંખ્યા બોલવા લાગ્યા. તે સમયે સૌરાષ્ટ્રના મહુવાનો વતની પ્રાગ્વાટ હંસરાજ ધીરૂના પુત્ર જગડુ, મલિન શરીરે મલિન વસ્ત્ર પહેરીને ત્યાં ઊભો હતા. તે એકદમ સવા કરોડ બોલી બોલ્યો. કુમારપાળ રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે – મારા પિતાએ નૌકામાં બેસી દેશ-દેશાંતર વ્યાપાર કરી ઉપાર્જન કરેલા દ્રવ્યથી સવા કરોડની કિંમતના પાંચ માણેક રત્ન ખરીદ્યા હતાં. એમણે મૃત્યુ વખતે મને કહ્યું કે “શ્રી શત્રુંજય, ગિરનાર અને દેવપટ્ટન (પ્રભાસ પાટણ)માં ભગવાનને એક એક રત્ન અર્પણ કરવા અને બાકીના બે તારા માટે રાખજે. (એમ કહી તેણે રત્નો બતાવ્યા ઇત્યાદિ.) પછી જગડુશાએ તે ત્રણ રત્નો સુવર્ણજડિત કરી શત્રુંજય નિવાસી શ્રી ઋષભદેવ ભગવાનને, ગિરનારવાસી શ્રી નેમિનાથ પ્રભુજીને તથા દેવપટ્ટણવાસી શ્રી ચંદ્રપ્રભસ્વામીને કંઠાભરણ તરીકે અર્પણ કર્યા. એક વખત શ્રી ગિરનારજી ઉપર શ્વેતાંબર અને દિગંબર સંઘ સમકાળે આવી પહોંચ્યા. બંને પક્ષમાં ‘તીર્થ કોનું?” એ અંગે વિવાદ થયો. ત્યારે જે ઇંદ્રમાળા પહેરે તેનું આ તીર્થ છે, એવા વૃદ્ધપુરુષોના વચનથી શ્રી પેથડશાહે છપ્પન ઘડી પ્રમાણ સુવર્ણ આપી ઈંદ્રમાળા પહેરી અને યાચકોને ચાર ઘડી પ્રમાણ સુવર્ણ આપ્યું. આમ તીર્થ પોતાનું (શ્વેતાંબરોનું) છે, એમ સિદ્ધ કર્યું. મહાપૂજા – રાત્રિજાગરણ આ રીતે જ પહેરામણી, નવી ધોતીઓ, જાતજાતના ચંદરવા, અંગલુછણાં, દીપક, તેલ, ઊંચું ચંદન, કેસર ભોગ વગેરે જિનમંદિરે ખપમાં આવતી વસ્તુઓ દર વર્ષે શક્તિ પ્રમાણે આપવી. તેમજ ઉત્તમ આંગી, પાંદડાઓની રચના, બધા અંગના આભૂષણ, ફૂલઘર, કેલિઘર, પૂતળીના હાથમાંના ફુવારા વગેરે રચનાથી મહાપૂજા કરવી. તથા વિવિધ પ્રકારનાં ગાયન, નૃત્ય વગેરે ઉત્સવથી રાત્રિજાગરણ કરવાં. એક શેઠે સમુદ્રમાં મુસાફરી કરવા જતાં એક લાખ દ્રવ્ય ખર્ચીને મહાપૂજા રચાવી તથા મનગમતો લાભ થયો હોવાથી બાર વર્ષે પાછા આવ્યા ત્યારે હર્ષથી એક કરોડ રૂપિયા ખરચી જિનમંદિરે મહાપૂજા વગેરે ઉત્સવ કર્યો. શ્રુતજ્ઞાનની આરાધના તેમજ પુસ્તક વગેરેમાં રહેલા શ્રુતજ્ઞાનની કપૂરઆદિ વસ્તુથી સામાન્ય પૂજા તો ગમે ત્યારે થઇ શકે એમ છે. શ્રાવકે મૂલ્યવાન વસ્ત્ર વગેરે વસ્તુથી વિશેષ પૂજા દર માસે અજવાળી પાંચમને દિવસે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૪૩

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291