Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 247
________________ બોલ્યો, ત્યારે તેણે નવ સોનૈયા આપ્યા. આ રીતે સાધર્મિક વાત્સલ્યની વિધિ કહી છે. યાત્રાઓ આમ જ દર વર્ષે ઓછામાં ઓછી એક પણ યાત્રા કરવી. યાત્રાઓ ત્રણ પ્રકારની છે. ૧. અઢાઇ, ૨. રથયાત્રા અને તીર્થયાત્રા. આ રીતે ત્રણ પ્રકારની યાત્રા પંડિતજનો કહે છે. તેમાં અઠ્ઠાઇ યાત્રાનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. તેમાં સવિસ્તાર સર્વ ચૈત્યપરિપાટી કરવી વગેરે અઢાઇ યાત્રા તે ચૈત્યયાત્રા પણ કહેવાય છે. સંપ્રતિરાજાની રથયાત્રા રથયાત્રા કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત પરિશિષ્ટપર્વમાં આ રીતે વર્ણવી છે - પૂજ્ય શ્રીસુહસ્તિ આચાર્ય અવંતિનગરીમાં હતા, ત્યારે એ વર્ષે શ્રીસંઘે ચૈત્યયાત્રા ઉત્સવ કર્યો હતો. ભગવાન સુહસ્તિ આચાર્ય પણ દરરોજ સંઘ સાથે ચૈત્યયાત્રામાં આવી મંડપને શોભાવતા હતા. ત્યારે સંપ્રતિ રાજા તુચ્છ શિષ્યની જેમ હાથ જોડી સુહસ્તિસ્વામીની આગળ બેસતા હતા. ચૈત્યયાત્રા ઉત્સવ થઇ રહ્યા પછી સંઘે રથયાત્રા શરૂ કરી, કેમકે યાત્રાનો ઉત્સવ રથયાત્રા કરવાથી સંપૂર્ણ થાય છે. રથયાત્રામાં સુવર્ણ તથા માણેક રત્નોની કાંતિથી સૂર્યના રથની જેમ દિશાઓને પ્રકાશિત કરતો રથ નીકળ્યો. વિધિના જાણકાર ધનવાન શ્રાવકોએ રથમાં પધરાવેલી જિનપ્રતિમાની સ્નાત્રપૂજા વગેરે કરી. તે વખતે ૨થથી પડતું સ્નાત્રજળ જિનમહોત્સવ વખતે મેરુપર્વતપરથી પડતા જળની યાદ અપાવતું હતું. પછી જાણે કે પ્રભુને કોઇ વિનંતી ન કરી રહ્યા હોય એવા લાગતા શ્રાવકોએ મુખકોશ બાંધીને સુગંધી દ્રવ્યોથી પ્રભુને વિલેપન કર્યું. પછી માલતી, કમળ વગેરે ફુલોની માળાઓથી ભગવાનની પ્રતિમા શરદ ઋતુના વાદળોથી વીંટળાયેલી ચંદ્રકળાની જેમ શોભવા લાગી. પછી અગુરુના ધૂપની સેરોથી વીંટળાયેલી એ પ્રતિમા જાણે કે નીલ વર્ણના વસ્ત્રોથી શોભતી લાગતી હતી. પછી દીપતી ઔષધિસમુદાયવાળા પર્વતશિખરને પણ ઝાંખો પાડી દે એવી દીવાઓની ઝગમગતી જ્યોતવાળી આરતી શ્રાવકોએ કરી. અરિહંતના પરમભક્ત એવા તે શ્રાવકોએ ભગવાનને વંદન કરી ઘોડાઓની જેમ આગળ થઇ પોતે રથ ખેંચ્યો. તે વખતે નગરના સ્ત્રીવર્ગે ગરબા-રાસ શરૂ કર્યા, કે જે ચારે પ્રકારના વાજિંત્રનાદ વગેરેથી અત્યંત પ્રેક્ષણીય હતા. શ્રાવિકાવર્ગ પણ ચારે બાજુ વીંટળાઇને શ્રેષ્ઠ મંગળ ગીતો ગાવા લાગી. આ રીતે આરંભાયેલી રથયાત્રામાં પ્રભુનો ૨થ રોજ એક મોટા શ્રીમંતની હવેલી આગળ થોભે, ત્યાં વિશિષ્ટ પૂજા વગેરે થાય. એમ કરતાં કરતાં ઘણા કેસરયુક્ત પાણીના છંટકાવથી ભૂમિનો જાણે અભિષેક કરતો કરતો એ ૨થ સંપ્રતિ રાજાના મહેલ પાસે પહોંચ્યો. સંપ્રતિ રાજા પણ રથમાં રહેલા પ્રભુની પૂજા માટે ઉત્સાહી થયા. એ વખતે એમના સાડા ત્રણ કરોડ રોમાંચ હર્ષથી ઊભા થઇ ગયા. રાજા રથમાં રહેલા ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરી આનંદ સરોવરના હંસ સમાન બન્યા - આનંદનિમગ્ન બન્યા. એ જ રીતે મહાપદ્મ નામના ચક્રવર્તીએ પણ પોતાની માતાના મનોરથ પૂરવા મોટા આડંબર સાથે રથયાત્રાકરી હતી. શ્રી કુમારપાળ રાજાએ કરેલી રથયાત્રાઅંગે આમ કહેવાયું છે – ચૈત્ર મહીનાની આઠમના દિવસે ચોથા પહોરે શ્રી જિનભગવંતનો સુવર્ણમય ૨થ (=રથયાત્રા) મોટી ઋદ્ધિઓ સાથે નીકળે છે. એ વખતે ભેગા થયેલા નગરજનો સહર્ષ ‘મંગલ હો’ ‘જય હો' વગેરે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૩૯

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291