________________
થોડું મળે એટલા માત્રથી ધનઅર્જનના પ્રયત્નથી અટકી જવું નહીં. માઘ કવિએ કહ્યું છે - જે થોડી પણ સંપત્તિથી પોતાને સમૃદ્ધ માને છે, તેના અંગે ભાગ્ય પણ પોતાને જાણે કે કૃતકૃત્ય માની એની સંપત્તિને વધારતું નથી. તેમ જ અતિતૃષ્ણ-અતિલોભ પણ રાખવો સારો નથી. લોકોમાં પણ કહ્યું છે - જેમ લોભને છોડવાનો નથી, તેમ અતિલોભ પણ કરવા જેવો નથી. અતિલોભથી જ સાગર (એ નામના શેઠ) સાગરમાં ડૂબી મર્યા.
કોઇને પણ પોતાની જેટલી ઇચ્છા થાય એટલું મળી જવું સંભવતું નથી. રાંકડો ગમે તેટલા મોટા મનોરથો કરે, એટલા માત્રથી કંઇ એ ચક્રવતી બની શકતો નથી. હા, ભોજન-વસ્ત્રવગેરે પામી શકે. તેથી જ અમે (ગ્રંથકારે) કહ્યું છે - પોતાની ઇચ્છાને સફળ કરવાની ઇચ્છાવાળાએ પોતાનું (શક્તિ-પુણ્ય વગેરેનું) અનુમાન કરી એ મુજબ ઇચ્છાઓ માપસરની કરવી જોઇએ. લોકોમાં પણ માપસરનું મંગાયેલું જ મળે છે, (અમાપ માંગનારને કશું મળતું નથી.) તેથી પોતાના ભાગ્ય વગેરેને જોઇ એ મુજબ જ ઇચ્છા કરવી. અધિકાધિક ઇચ્છાઓ કર્યે રાખવામાં એ ઇચ્છાઓ પૂરી નહીં થવાપર – એ મુજબ નહીં મળવાપર તેની પીડા-દુ:ખ જ થવાના. અહીં નવાણું લાખ દ્રવ્યના માલિક ધન શેઠે કરોડપતિ થવા ઘણા કષ્ટ સહન કર્યા હતા, તે દૃષ્ટાંતભૂત છે. કહ્યું જ છે – જીવોની આકાંક્ષાઓ જેમજેમ પૂરી થતી જાય છે, તેમ-તેમ તેઓનું મન વધુ-વધુ મેળવવા દુ:ખી થતું જાય છે. જે આશાનો દાસ બને છે, તે ત્રણ જગતનો દાસ બને છે. જેણે આશાને દાસી બનાવી છે, આખું જગત તેનું દાસ બને છે.
ત્રિવર્ગમાં પરસ્પર અબાધા જોવી. | ગૃહસ્થ પરસ્પર બાધા નહીં આવે એ રીતે ધર્મ-અર્થ-કામ આ ત્રિવર્ગમાં પ્રવૃત્તિ કરવી. કહ્યું જ છે - ધર્મ, અર્થ અને કામ-લોકમાં આ ત્રણ પુરુષાર્થ વર્ણવાયા છે. ડાહ્યા પુરુષો અવસરને અનુરૂપ એ ત્રણેને સાધે છે. એમાં ધર્મ અને અર્થ પુરુષાર્થને વાંધો આવે એરીતે ચંચળ વિષય સુખનો લોભી બનેલો વનના હાથીની જેમ આપત્તિઓનું સ્થાન બને છે. (વનનો હાથી હાથીણીના સ્પર્શમુખના લોભમાં ખાડામાં પડી બંધન વગેરે અનેક વેદના પામે છે.) કામમાં અત્યંત આસક્ત થયેલાના ધર્મ, ધન અને તન (શરીર) ત્રણે નાશ પામે છે.
જે ધર્મ અને કામને ભૂલી માત્ર અર્થ કમાવવામાં જ ડૂબેલો રહે છે, એનું ધન બીજાઓ ભોગવે છે. પોતે તો માત્ર કમાવવાના પાપનું સ્થાન બની રહે છે, જેમકે હાથીને હણતો સિંહ. (સિંહ હાથીને
1. પણ માંસ તો શિયાળ વગેરે બીજાઓ ખાઇ જાય.) તથા અર્થની અને કામની ચિંતા કર્યા વિના માત્ર ધર્મ જ કર્યા કરવો એ સાધુઓને શોભે, ગૃહસ્થને શોભતું નથી.
પણ ધર્મને બાધા-અંતરાય આવે એ રીતે અર્થ-કામની પ્રવૃત્તિઓ કરવી ઉચિત નથી. જે ખેડુત (વાવવા યોગ્ય) બીજ જ આરોગી જાય (બીજભોજી) તેને પછી ખેતરમાં વાવવા યોગ્ય કશું નહીં બચવાથી ભવિષ્યમાં ભૂખ્યા રહેવાનો અવસર આવે છે. એમ જે આ ભવના પુણ્ય-સમય વગેરે આ ભવના જ કાર્યરૂપ અર્થ-કામમાં વાપરી નાખે, તે અધાર્મિકનું પરલોકમાં કશું કલ્યાણકારી થતું નથી. તેથી જ સોમનીતિમાં પણ કહ્યું છે - તે જ ખરો સુખી છે કે જે પરલોકના સુખને વાંધો નહીં આવે એ રીતે આ લોકનું સુખ અનુભવે છે.
એ જ રીતે અર્થને (વેપાર-ધંધા વગેરેને) વાંધો આવે એ રીતે ધર્મકાર્ય અને કામપ્રવૃત્તિ ૧૪૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ