________________
રાજાઓએ પણ તેનો સત્કાર કર્યો. એમ કરતા થોડા જ દિવસોમાં રત્નસાર પોતાના નગરે પહોંચ્યો. રત્નસારકુમારની વિશાળ ઋદ્ધિ વગેરે જોઇ અમરસિંહ રાજા પણ ઘણા શેઠો સાથે સામે લેવા આવ્યા. પછી રાજાએ મોટા મહોત્સવ સાથે એ કુમારનો નગરપ્રવેશ કરાવ્યો. એ પછી ઔચિત્યયુક્ત કાર્યો પૂર્ણ થયા બાદ પોપટે રત્નસારકુમારની બનેલી વિગતે વિગત વર્ણવી. આ સાંભળી બધા વિસ્મય પામ્યા ને રત્નસાર પ્રત્યે વિશેષ અહોભાવવાળા થયા. બધાએ ખુબ પ્રશંસા કરી.
એક દિવસ ઉદ્યાનમાં વિદ્યાનંદ નામના ગુરુભગવંત પધાર્યા. રાજાસહિત બધા વંદનમાટે ગયા. દેશના સાંભળ્યા પછી રાજાએ રત્નસારકુમાર તરફ નજર નાખી ગુરુ મહારાજને પૂછ્યું - આ મહાપુણ્યશાળીએ પૂર્વભવમાં શું સુકત કર્યું હતું? ચાર જ્ઞાનના ધણી પૂજ્ય ગુરુભગવંતે કહ્યું છે
રાજન્ ! રાજપુર નગરમાં શ્રીસાર નામનો રાજપુત્ર હતો. એના શ્રેષ્ઠીપુત્ર, મંત્રીપુત્ર અને ક્ષત્રિયપુત્ર એમ ત્રણ જણા ખાસ મિત્રો હતા. આ ચારમાંથી ક્ષત્રિયપુત્ર સિવાયના ત્રણ કળાવગેરેમાં કુશળ હતા. તેથી પોતાને એ બાબતમાં જડ માની ક્ષત્રિયપુત્રે જ્ઞાન પ્રત્યે વિશેષ અહોભાવ રાખ્યો હતો. એકવાર રાણીના આવાસમાં ખાતર પાડી ચોરી કરવા આવેલો ચોર મુદ્દામાલ સાથે પકડાયો. તેથી રાજાએ એનો વધ કરવાની આજ્ઞા આપી. તેથી એ વધ માટે લઇ જવાતો હતો, ત્યારે શ્રીસારે જોયો. એને દયા આવી. તેથી “મારા માતાના ઘરમાં ચોરી કરનાર આને હું પોતે જ હણીશ” એમ કહી ચોરનો કબજો પોતે લીધો. પછી નગર બહાર લઇ જઇ ‘હવે ચોરી નહીં કરું? એવો સંકલ્પ કરાવી ગુપ્ત રીતે છોડી દીધો. ખરેખર અપરાધી પર પણ દયા પ્રશંસાપાત્ર છે.
દરેકને મિત્રરૂપે ને શત્રુરૂપે પંચાતિયા કરવાવાળું પંચ મળી રહે છે. આવો જ કોક પંચાતિયો રાજાના કાનમાં શ્રીસાર કુમારની ચાડી ફેંકી આવ્યો કે એણે તો ચોરને છોડી મુક્યો. તેથી ગુસ્સે થયેલા રાજાએ શ્રીસારને ખૂબ જ ઠપકો આપ્યો, કેમકે રાજા માટે આજ્ઞાભંગ મોત સમાન છે. શ્રીસાર પણ એ ઠપકાથી દુ:ખી થઇ નગરમાંથી નીકળી ગયો કેમકે માની પુરુષને માનહાનિ પ્રાણહાનિ કરતાંય વધુ લાગે છે. જેમ આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્ર અનુસરે છે, તેમ રાજકુમારને એના ત્રણ મિત્રો અનુસર્યા. નોકરની ઓળખાણ એને કામ માટે મોકલવા પર થાય છે. સ્વજનોની ઓળખાણ સંકટ વખતે થાય છે. મિત્રની ઓળખાણ આપત્તિમાં થાય છે અને પત્નીની ઓળખ વૈભવ જાય ત્યારે થાય છે.
સાથે સાથે નીકળેલા તેઓ સાર્થથી વિખુટા પડી ત્રણ દિવસ આમ-તેમ ભટક્યા. પછી એક ગામમાં પહોંચ્યા. અત્યંત ભૂખથી પીડાયેલા તેઓએ ભોજન સામગ્રી તૈયારી કરી. એ જ વખતે ભિક્ષા લેવા અને જાણે કે પરમ અભ્યદય આપવા એક અલ્પભવવાળા જિનકલ્પી મુનિ ત્યાં પધાર્યા. ભદ્રકભાવવાળા રાજકુમારે મુનિને જોઇ અત્યંત ભક્તિભાવે સુપાત્રદાનનો લાભ લીધો ને ભોગહેતુક પુણ્યકર્મ બાંધ્યું. બંને મિત્રોએ પણ મન-વચન-કાયાથી અનુમોદના કરી અને પ્રમોદભાવ દર્શાવ્યો. મિત્રો સમાન સુકૃત કરે તે ઉચિત જ છે. બંનેએ ‘આપો! આપો! બહુ આપી દો! આવો યોગ પાછો ક્યારે મળવાનો.” એમ પોતાની અધિક શ્રદ્ધા બતાવવા કહ્યું ને એમ કરી થોડી માયા કરી. ક્ષત્રિય પુત્રે તો સ્વભાવગત તુચ્છતાથી એ દાન વખતે “આપણે માટે થોડું રાખજો, કેમકે આપણને પણ ખૂબ ભુખ લાગી છે” એણે કહ્યું. આમ દાનવિજ્ઞથી એણે કર્મભોગમાં વિઘ્ન કરનારું કર્મ બાંધ્યું.
પછી રાજાએ પાછા બોલાવવા પર તેઓ પોતાના નગરમાં પાછા ફર્યા. તેઓ ક્રમશ: રાજા, ૧૯૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ