________________
કરીને જ ન્યાય કરવો. અને તે પણ સ્વજનો કે સાધર્મિકો વગેરેના વિવાદમાં જ કરવો. બધે ન્યાય તોળવા જવું નહીં, કેમકે પોતે લોભ વિનાનો હોવાથી સાચો જ ન્યાય કરે, તો વિવાદ અટકે, પોતાને મહત્ત્વ મળે વગેરે લાભ છે. છતાં મોટો દોષ પણ એમાં એ રહ્યો છે કે વિવાદ અટકાવવા જતાં બરાબર જાણકારી નહીં મળવી વગેરે કારણે કો'કને ખરેખર મેળવવું બાકી ન હોય, તો એને મળવું જોઇએ એવો નિર્ણય થાય ને કોઇને મેળવવાનો અધિકાર હોય તો પણ તેનો નિષેધ થઇ જાય. સંભળાય છે કે
પારકી પંચાત કરનારા શેઠનું દષ્ટાંત એક સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત શેઠ મહત્ત્વ અને બહુમાનની ઇચ્છાથી બધે ન્યાય કરવા દોડી જતાં. એમની વિધવા થયેલી સમજુ અને લાડકી દીકરી એમને આવી પરપંચાતમાં નહીં પડવા સમજાવતી હતી. પણ શેઠ અટકતા હતા નહીં. એકવાર પુત્રીએ પિતાને પાઠ ભણાવવા ખોટું ત્રાગુ રચ્યું. પિતા આગળ માંગણી મુકી – “મેં પૂર્વે તમને આપેલા બે હજાર સોનામહોર મને પાછા આપશો તો જ હું જમીશ.’ આમ કહી એ ઉપવાસ પર ઉતરી ગઇ. પિતા એને “તેં મને આપ્યા જ નથી” વગેરે કહી ઘણું સમજાવે છે, પણ એ તો માનવાના બદલે “પિતાજીને વૃદ્ધ થવા છતાં મારી સંપત્તિપર લોભ જાગ્યો છે.” એમ જેમ-તેમ બોલવા માંડી.
તેથી દુભાયેલા પિતાજીએ ન્યાય કરનાર પંચ બોલાવ્યું. તેઓએ “આ શેઠની પુત્રી છે, અને બાળવિધવા છે વગેરે વિચારીને ફેંસલો આપતા કહ્યું – “ચલો ! સમાધાન કરો. તમે તમારી દીકરીને હજાર સોનામહોર આપી દો.’ આમ પિતા પાસેથી પુત્રીને હજાર સોનામહોર અપાવ્યા. તેથી શેઠ “આ દીકરીએ સાવ ખોટા હજાર સોનામહોર આ રીતે મારી પાસેથી પડાવી લીધા, ને અત્યંત દુ:ખે પણ સહન થઇ ન શકે એવી લોકનિંદા થઇ તે લટકામાં.” આમ વિચારી ખિન્ન થયા. પછી દીકરીએ પિતાજીને સાચું સમજાવી (કે જુઓ, પારકો ન્યાય કરવામાં કોકને કેવો અન્યાય થઇ શકે છે!) એ બધી સોનામહોરો પાછી આપી દીધી. તેથી પ્રસન્ન થયેલા શેઠે ‘હવે પછી પ્રાય: કોઇનો ન્યાય કરવા નહીં જાઉં” એવી સાચી સમજણ મેળવી લીધી. તેથી જ ન્યાય કરવા નિયુક્ત થયેલા માટે પણ જ્યાં-ત્યાં જેમતેમ ન્યાય કરી નાખવાનું ઉચિત નથી.
ઈર્ષ્યા વગેરે દુર્ભાવો કરવા નહીં - તથા બીજાપર ઈર્ષ્યા-મત્સરભાવ ક્યાંય ક્યારેય પણ રાખવો નહીં. સમૃદ્ધિ કર્મને આધીન છે, તેથી વ્યર્થ મત્સરભાવ રાખવાથી સર્યું, કેમકે એ આ ભવમાં બાળે છે ને પરભવમાં પણ દુર્ગતિમાં લઇ જાય છે. અમે (ગ્રંથકારે) કહ્યું જ છે – બીજા માટે જેવું વિચારાય છે, તેવું પોતે પામે છે. આમ જાણતો માણસ શું કામ બીજાની વૃદ્ધિમાં મત્સર કરે ?
તથા પોતાની પાસે રહેલા ધાન્ય, ઔષધ, વસ્ત્રાદિ વેંચવામાં તકલીફ પડતી હોય, તો પણ ‘દુકાળ પડો', “રોગ વધો’ ‘લોકો પાસે રહેલા વસ્ત્રવગેરે નાશ પામી જાવ' વગેરે જગત માટે દુ:ખદાયક ગણાય એવી ઇચ્છાઓ કદી પણ કરવી નહીં. કદાચ ભાગ્યયોગે દુકાળ વગેરે આપત્તિ લોકોને આવી પણ પડે, તો પણ તેથી ખુશ થવું નહીં કે એ પરિસ્થિતિની અનુમોદના પણ કરવી નહીં, કેમકે એવી ઇચ્છાઓ કે એવી અનુમોદનાઓથી વ્યર્થ “મન મલિન થવું” વગેરે દોષો ઊભા થાય છે. અહિં દૃષ્ટાંત છે.
૧૩)
શ્રાદ્ધવિધિ પ્રકરણ