________________
કરવા પ્રયત્ન કરવો પણ બળથી કે કલહવગેરેથી કાર્ય સિદ્ધ કરવા જવું નહીં. પંચાખ્યાનમાં પણ કહ્યું છે - ઉત્તમને નમસ્કારથી, શૂરવીરને ભેદનીતિથી, નીચને થોડું આપીને અને પોતાને સમાનને પરાક્રમથી વશ કરવા.
વિશેષ કરીને ધનના ઇચ્છુકે અને ધનવાને ક્ષમા જ આદરવી, ક્ષમાથી જ લક્ષ્મીની વૃદ્ધિ થાય છે ને ક્ષમાથી જ તે અક્ષય થાય છે. કહ્યું જ છે – બ્રાહ્મણનું બળ હોમ, મંત્ર છે, રાજાનું બળ નીતિશાસ્ત્ર છે, અનાથોનું બળ રાજા છે અને વેપારી માટે ક્ષમા જ બળ છે. ધનનું મૂળ પ્રિયવાણી અને ક્ષમા છે. કામનું મૂળ ધન, શરીર અને વય છે. ધર્મનું મૂળ દાન, દયા અને ઇંદ્રિયદમન છે. અને મોક્ષનું મૂળ સર્વસંગથી નિવૃત્તિ છે. (મૂળ = મહત્ત્વનું કારણ). બોલાચાલીરૂપ વચનકલહ તો બધે જ હંમેશા અયોગ્ય છે. દારિદ્રય અને શ્રી(= લક્ષ્મી) વચ્ચેના સંવાદમાં શ્રી કહે છે – જ્યાં ગુરુઓ (= વડીલો) પૂજાય છે, જ્યાં નીતિથી ધન ઉપાર્જન કરાય છે, અને જ્યાં વાણીથી કલહ (= બોલાચાલી) થતાં નથી, ત્યાં તે ઇન્દ્ર ! હું રહું છું. (ત્યારે દરિદ્રતા કહે છે) – જુગાર રમનારા, સ્વજનષી, ધાતુવાદી (ધાતુ મેળવવા પ્રયોગો કરનારા), હંમેશા આળસુ અને આય-વ્યયનો વિચાર નહીં કરનાર, આટલાને ત્યાં હું હંમેશા રહું છું.
ઉઘરાણી કેવી રીતે કરવી? લેણાની ઉઘરાણી પણ કોમળ અને અનિન્દિત પદ્ધતિથી જ કરવી. નહીંતર જો દેવાદાર માણસ દાક્ષિણ્ય અને લજ્જા ગુમાવી દે, (અને ના પાડી દે, કલહ કરે, આત્મહત્યા વગેરે કરી નાખે) તો પોતાને ધન, ધર્મ, પ્રતિષ્ઠા વગેરેની હાનિનો પ્રસંગ આવીને ઊભો રહે. તેથી પોતે ઉપવાસ કરવો પણ બીજાને ઉપવાસાદિ નહીં કરાવવા. પોતે જમી લે અને બીજાને ઉપવાસ થઇ જાય એવો વ્યવહાર નહીં કરવો. (એટલે કે પોતે ગમે તે રીતે દેવાદાર પાસે ધન ઉઘરાવી લે તો પોતાનું કામ તો થઇ ગયું, પણ દેવાદારને પૈસાના અભાવમાં ભોજનાદિ જરિયાતો અંગે પણ પ્રશ્ન આવી જાય, આ ઉચિત નથી. જતું કરવાથી પોતાને મોટું નુકસાન થાય એ ચાલે, પણ સામેવાળો મોટી તકલીફમાં ઉતરે એવું થવું જોઇએ નહીં.) કેમકે બીજાને ભોજનમાં કરેલા અંતરાયથી બંધાયેલા કર્મોનું ફળ પણ અત્યંત દુ:સહ્ય હોય છે. અહીં શ્રી ઢંઢણકુમાર આદિ મુનિઓ દૃષ્ટાંત ભૂત છે.
કાર્યો જે રીતે સમજાવટથી પતે છે, એ રીતે એ સિવાયના ઉપાયોથી પતતાં નથી, ખાસ કરીને વેપારીઓના કાર્યો. કહ્યું જ છે – જો કે સાધ્યને સિદ્ધ કરવા અંગેના ચાર ઉપાયો પ્રસિદ્ધ છે. છતાં બાકીના ઉપાયો તો નામમાત્ર ફળવાળા છે. (નામમાત્ર માટે છે- ઉપયોગી નથી.) કાર્યની સિદ્ધિ તો સામનીતિમાં જ પ્રતિષ્ઠિત છે. જેઓ તીક્ષ્ય અને અત્યંત નિષ્ફર છે, તેઓ પણ મૃદુતાથી જ વશ કરવા યોગ્ય છે. જુઓ, નોકર જેવા દાંતો (જે કઠોર છે,) જીભની (જે કોમળ છે) સેવા કરે છે.
લેણ-દેણની બાબતમાં ભ્રમથી કે વિસ્મરણ આદિના કારણે મતભેદ ઊભો થાય, તો પણ પરસ્પર જરા પણ વિવાદ કરવો નહીં. પરંતુ ન્યાય કરવામાં ચતુર એવા ચાર-પાંચ પ્રતિષ્ઠિત આપ્તજનોને વચ્ચે રાખી, તેઓ જે કહે તે માન્ય રાખવું. નહિતર વિવાદનો અંત જ નહીં આવે. કહ્યું જ છે – સહોદરો (=ભાઇઓ)માં થયેલો વિવાદ પણ બીજાઓ દ્વારા જ દૂર કરાવવો. પરસ્પર ગુંચવાયેલા વાળોને (પારકી એવી) કાંસકી દ્વારા જ દૂર કરાય છે.
એ ન્યાયચતુરોએ પણ પક્ષપાત રાખ્યા વિના મધ્યસ્થભાવે બધી બાજુથી બરાબર પરીક્ષા શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૨૯