Book Title: Shibir Pravachanoni Zanki
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ વિશેષ નકલે જતી હતી. વળી એક નકલને લાભ પિતે વાંચી બીજાને વંચાવવારૂપે ઠીક લેવાતું હતું. ઉપરાંત સાધુસાધ્વી શિબિરપ્રવચનનું સંપાદન 5 હાથેથી થઈ રહ્યું છે. અલબત્ત તે પુસ્તક લગભગ દશથી અગિયાર ભાગમાં થશે અને તેના લેનારના હાથમાં તે ભાગોને આવતાં હજુ દશ-બાર માસ સહેજે વીતી જશે. એટલે તે દરમિયાન આ પુસ્તક વિશ્વ વાત્સલ્યના વાચકેના હાથમાં આવવાથી તેમને નિરાંતે થશે, એમ માનું છું. એક બાજુ પ્રિય નેમિમુનિને આ અંગે ખૂબ શ્રમ પડ્યો છે અને બીજી બાજુ પ્રિય નવલભાઈની રસમય નવલકથાને બદલે આમ તે રસપ્રદ છતાં ચિંતનાત્મક સાહિત્ય વાચકેના હાથમાં આવે છે, જે કેટલાક વાચકને ખૂબ ગમશે તે વળી કેટલાક વાચકોને કઠિન પણ લાગશે. છતાં એકંદરે સૌને સાધનામાં મદદ કરશે, એમ માનું છું. આ નાના પુસ્તક પરથી વાચકે સહેજે સમજી શકશે કે દશ મુદ્દાઓમાં ધર્મના અનુબંધવાળી વિશ્વદર્શનની વાત શક્ય તેટલી સર્વાગે અને પૂર્ણપણે ચર્ચાઈ ગઈ છે. આ પુસ્તિકાનું ચિંતન અને વ્યક્તિગત તથા સામુદાયિક આચરણ થતું જશે, તેમ તેમ અનુબંધ વિચારધારાનું રહસ્ય અંજલિજલ સમાન સાવ સ્પષ્ટ થશે. આજના જગતને જે સત્ય-અહિંસાના વ્યાપક ધર્મની જરૂર છે, તે માટે આ રાજમાર્ગ છે, તેવું જેમને જેમને જણાય તે નરનારીએ પોતપોતાના ક્ષેત્રમાં રહી તન, મન અને સાધનથી આ અનુબંધ વિચારધારામાં લાગવું જોઈએ, તેમ પણ જણાયા વિના નહીં રહે. બાકી તે સાકરનું ગમે તેટલું વિશદવર્ણન થાય પણ એને આસ્વાદ કરનાર જ મીઠાશને અનુભવ કરી શકે, તે જ વાત “શિબિરપ્રવચન નેની ઝાંખી'ને લાગુ પડે છે. ચીંચણ(જિ. થાણું)ના સમુદ્રતટ પર સંતબાલ” તા. ૧૩-૧-૬૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 248