Book Title: Shasansamrat Pravachanmala Author(s): Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 9
________________ હતાં અને તે પ્રવચનો પણ “શાસનસમ્રાટ વ્યક્તિત્વ અને પ્રભાવ” નામે પુસ્તક રૂપે પ્રકાશિત થયા. ઘણાં શ્રોતાના હૃદયમાં પૂજ્યશ્રી પ્રત્યે અનુરાગ પ્રકટ્યો. ઘણાં શ્રોતાના ચિત્તના ઊંડાણમાં – આ પ્રસંગ વર્ણનો – શબ્દાત્મક ચિત્રો અંકિત થયા. તેવું હમણાં સુધી સાંભળવા મળે છે - તેનો આનંદ છે. આ પ્રવચનમાળા વખતે પૂજ્યપાદ સૌમ્યમૂર્તિ ભદ્રિક આચાર્ય મહારાજ શ્રી વિજય 'દેવસૂરીશ્વરજી મહારાજ નિયમિત બિરાજતા હતા અને પ્રસંગે પ્રસંગે એ સ્મૃતિને સતેજ કરી રંગપૂરણી પણ કરતાં હતાં. મારા ગુરુ મહારાજ શ્રી પણ જયારે પ્રસંગ લાગણીને હલાવે તેવો આવે ત્યારે આર્દ્ર બની જતાં અને પોતે પણ પૂજ્યપાદશ્રી માટે ખૂબ જ અહોભાવથી નિરૂપણ કરતાં. ગણી રાજહંસ વિજયજી પણ એ પ્રવચન-ઓચ્છવને શોભાવવાને અને પ્રવચન રંગના ઉમંગને બઢાવવા મથતા હતા. શ્રોતાવર્ગ પણ એ ભાવોમાં ઝીલતો જોઈ બોલવાનો ઉત્સાહ વધતો જતો હતો. પૂજ્યપાદશ્રીના જીવનપ્રસંગો વર્ણવતાં વર્ણવતાં હૃદયપટમાં તેઓ છવાયેલાં હોય તેવું અનુભવાતું હતું. મારા મનોગત ભાવ એક સુંદર પદ્યમાં રજૂ થયા છે. તે પદ્ય જ ટાંકુ છું. “ો છું તુમ હા, વ ા નાદ . હો વહી નો દા તુમ હી થે મુઝ માંથી " , આ પ્રવચનો પુસ્તકરૂપે પ્રકાશિત થાય એવી ઘણાની પૃચ્છા હતી-ઇચ્છા હતી અને પ્રો. કાંતિભાઈ બી. શાહે પણ જહેમત લઈને પ્રવચનો છાપવા યોગ્ય લખી આપ્યા. પછીનું કામ મરક્યુરી પ્રિન્ટર્સવાળા શ્રેણિકભાઈ અને પારસભાઈએ સંભાળી લીધું. સમ્રાટને અનુરૂપ જ તેમના વિષેના પુસ્તકની સાજસજ્જા હોવી જોઈએ એ માટે તેઓ મથ્યા છે તે જણાઈ આવે છે. બસ હવે વધારે નથી લખવું મને ખ્યાલ છે કે આગળ વાંચવા તમે તલસી રહ્યા છો. તો કરો શરૂ..... - પ્રધુમ્નસૂરિ સ્થળ : વિજયાદશમી, ૨૦૫૫. ઓપેરા, અમદાવાદ-૭. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 126