Book Title: Shasansamrat Pravachanmala Author(s): Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 8
________________ | નમોનમઃ શ્રી ગુરુ નેમિસૂર | પ્રવચન પહેલાં અને છેલ્લાં થોડી વાત... જત જણાવવાનું કે, આ પુસ્તક વાંચતા તમારા મનમાં પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી પ્રત્યે અહોભાવ-આદરભાવપૂજ્યભાવ જન્મ, તમને તેમની પ્રભાવકતા સ્પર્શે તો મારા હૈયાને આનંદ થશે. હા, એક વાત છે આ પુસ્તકમાં. તમને પુનરુક્તિ વારંવાર દેખાશે. વિષયાન્તર થયેલું પણ જણાશે અને કેટલેક સ્થળે દુરાન્વય (એક વિષયને મૂળ વિષય સાથે જોડવાનું કામ મુશ્કેલ લાગવું તે) પણ લાગશે. પણ આમાં સભાનુરૂપ વ્યાખ્યાન શૈલી અને મારી પ્રકૃતિનું કારણ છે. આ મારી મર્યાદા છે. એ માટે વાચકો મને ક્ષમા કરે. પણ વાત એમ છે કે, સદ્દગુરુને “દુર્લભ કહ્યા છે, અગમ્ય કહ્યા છે અને અમોઘ કહ્યા છે.” આ ત્રણે તત્ત્વની નજરે પ્રભાવક-શિરોમણિ, સુવિહિત શ્રેણિપુરીણ પૂજ્યપાદશ્રીને જોઈને હું એટલો બધો અભિભૂત થઈ ગયો છું કે “રાગમાં પુનરુક્તિ દોષ રૂપ નથી.” તે મુજબ તે દોષ નિર્વાહ્ય છે. આવા ગુરુ જલ્દી જલ્દી મળતાં નથી. માટે દુર્લભ. આવા ગુરુનું જીવન-વચન ને વર્તન આપણાંથી જલ્દી કળી શકાતું નથી, સમજી શકાતું નથી માટે અગમ્ય. અને તેઓના વચન-વિચાર અને સંકલ્પ અમોઘ હોય છે તેનાથી અશક્ય પણ શક્ય બની જતું હોય છે માટે તે અમોઘ છે. વાચક પણ તેઓશ્રીમાં આ ત્રણ તત્ત્વના દર્શન કરશે એમ માનું છું. ઘણું બધું કહેવા છતાં ઘણું ઘણું કહેવાનું બાકી રહ્યું હોય તેવું લાગ્યા કરે છે.* તેવી અગાધતા અને ઉત્તેગતાના દર્શન અને તેમાં વારંવાર થતા રહ્યા છે. છતાં આ બધું કોઈને ગુરુગુણ અનુરાગીનો પ્રલાપ છે તેમ લાગે તો પણ મને મંજૂર છે. અંતે આંબાવાડીમાં ગુણજ્ઞગુણાનુરાગી શ્રોતાવર્ગ સમક્ષ, આ બધું કહેવાયું અને તે ઝીલાયું પણ ખરું. પહેલું વક્તવ્ય મારા પૂજ્ય ગુરુમહારાજશ્રી વિજય હેમચન્દ્રસૂરિ મહારાજ આપતાં * તે પૂજ્યશ્રીના એક જ્ઞાનક્ષેત્રના પ્રદાન વિષયક એક સુંદર લેખ વિ.સં. ૨૦૧૯ની સાલમાં પૂજ્યપાદ આ. શ્રી ધુરન્ધરસૂરિ મહારાજે લખેલો છે તે પરિશિષ્ટમાં આપ્યો છે. તે વાંચવા ભલામણ છે. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 126