Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ વિરલ વ્યક્તિત્વને અંજલિ સંસ્કૃતમાં એક સુભાષિત આવે છે કે – જેમ દરેક પર્વત ઉપર માણેક ઉત્પન્ન થતાં નથી, દરેક હાથીનાં મસ્તકમાં મોતી હોતાં નથી અને દરેક વનમાં ચંદનનાં વૃક્ષો હોતાં નથી તેમ દરેક સ્થાનમાં સાધુપુરુષ મળતાં નથી. એની પ્રાપ્તિ વિરલ છે. એમાંય જેટલા સાધુ હોય છે તેમાં મહાન કો'ક થાય છે. અને જેટલા મહાન હોય છે તેમાં મહત્તમ એટલે કે સૌથી શ્રેષ્ઠ તો જવલ્લેજ જોવા મળે છે. પૂજ્ય શાસનસમ્રાટશ્રી એવા વિરલ સાધુપુરુષ હતા. તેઓશ્રીનું જીવન અનેકવિધ અજાયબીઓથી ભરેલું હતું. ગંગાના જેવી પવિત્રતા, મેરુના જેવી ધીરતા, સૂર્યના જેવી તેજસ્વિતા, સિંહના જેવી દુધષતા, વજના જેવી કઠોરતા અને કુસુમના જેવી કોમળતા, આમ પરસ્પર વિરુદ્ધ ગણાય એવા પણ ગુણો તેઓશ્રીમાં સમન્વય સાધીને રહ્યા હતાં. તેઓશ્રીના સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી વર્ષ પ્રસંગે આંબાવાડી જૈન ઉપાશ્રયમાં આઠ દિવસની પ્રવચનમાળાનું આયોજન વિશિષ્ટ રીતે કરવામાં આવ્યું હતું. તેમાં આચાર્યશ્રી વિજય પ્રદ્યુમ્નસૂરિજીએ પોતાની આગવી શૈલીમાં શાસનસમ્રાટશ્રીના અભુત જીવનપ્રસંગોને વર્ણવ્યાં હતાં. એ સાંભળતાં શ્રોતાઓને ખરેખર કંઈક અપૂર્વ શ્રવણ કર્યાનો અહેસાસ થયો હતો. સૌનાં માટે ઘણા આનંદની વાત છે કે આજે એ પ્રવચનોનું સારભૂત અવતરણ પુસ્તકરૂપે પ્રગટ થઈ રહ્યું છે. આ રીતે શાસનસમ્રાટશ્રીના વિરલ વ્યક્તિત્વને આપવામાં આવેલી અંજલિ આપણી પણ અંજલિ બની રહો. - વિજય હેમચન્દ્ર સૂરિ ઓપેરા જૈન ઉપાશ્રય શરદ પૂર્ણિમા ૨૦૫૫ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 126