________________
જ રાજ
શ્રીના
આ કરાવવાની
શકરભગવાનની કીર્તિ સાંભળી મલબારદેશના રાજા રજવા પર શંકરભગવાનને પોતાના મહાલયમાં પધરાવવાની ઇચ્છાદ્ધ પિતાના પ્રધાનને ભેટસહિત તેઓશ્રીની સમીપ તેઓશ્રીને તેડી લાવવા મેક. પ્રધાન તેમની પાસે ગયા, ને પિતાના રાજાની. તરફની ભેટ તેઓની આગળ મૂકીને પોતાના રાજતરફની ત્યાં પધારવા માટેની વિનતિ તેઓને કહી સંભળાવી. ભગવાન શંકરે પ્રધાનની વિનતિ સાંભળી તેને કહ્યું કે તમે તમારા રાજાની તરફથી જે જે ભેટ લાવ્યા છો તે ભેટ અમને ઉપયોગી નથી, માટે તે પાછી લઈ જાઓ. સાત્વિકભાવે શરીર ધારણ કરવાને જે જે સામગ્રીની અગત્ય છે તે સર્વ સામગ્રી અહિં વિદ્યમાન છે. ” તેઓશ્રીનાં આવાં ચગ્ય ને નિસ્પૃહતાવાળાં વચન સાંભળી પ્રસન્નમનવાળો થયેલો તે પ્રધાન પિતાના રાજાની પાસે ગયો, અને બનેલે સર્વ વૃતાંત તેમને નિવેદન કર્યો. પછી શંકરભગવાનનું માહા સમજી તે રાજા તેઓશ્રીનું દર્શન કરવા આવ્યો. બહુ માન ને બહુ મર્યાદાથી શકરભગવાનની સમીપ આવી તેણે સાષ્ટાંગ નમસ્કાર કર્યા. શકરભગવાને અશર્વાદ આપી તે રાજાના કુશલપણુના સમાચાર પૂછ્યા. રાજાએ એક સહસ્ત્ર સુવર્ણમુદ્રા બો શંકર ભગવાનના ચરણકમલમાં અર્પણ કરી પતનાં રચેલાં ત્રણ નાટક શંકરભગવાનને વાંચી સંભળાવ્યાં. એ નાટકે સાંભળી તેમણે રાજાના બુદ્ધિવિભવનાં વખાણ કર્યા, અને અર્પણ કરેલા દ્રવ્યને સ્વીકાર નહિ કરતાં તે દ્રવ્યવડે દેવાલય બંધાવવાની તે રાજાને આજ્ઞા કરી. રાજાએ શંકરભગવાનની પિતાની ઉપર કૃપા જોઈ પિતાને પુત્ર આપવાની કૃપા કરવાની તેઓશ્રીને પ્રાર્થના કરી.