________________
૧૪
. જેમ શુકલપક્ષના બીજના ચંદ્રની કલા શુકલપક્ષમાં ઉત્તરોત્તર વધતી જાય છે, તેમ આચાર્યભગવાનનું રમણીય ને શુહસાવિ પરમાણુઓના સમૂહરપ સ્થૂલશરીર ઉત્તરોત્તર વધવા માંડ્યું. તેઓશ્રીનું ઐક્યસુંદર અને મુમુક્ષુઓના નેત્રનું તથા મનનું હરણ કરી તેમના જીવભાવનું વિસ્મરણ કરાવનાર સ્થૂલશરીર જ્યારે ત્રણ વર્ષનું થયું ત્યારે તેઓશ્રીના સ્થલશરીરને ચાલસંસ્કાર કરવામાં આવે હતો. તેઓશ્રીનું સ્થૂલશરીર જ્યારે પાંચ વર્ષનું થવા આવ્યું ત્યારે શાકે ૧૫ ના ચૈત્રસુદિ ૯ ને દિવસે તેઓશ્રીના ચેહર સ્થલ. શરીરને યથાવિધિ ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યો. ઉપવીત આપ્યા પહેલાં જેટલું ઉપયોગી અધ્યયન ઉપવીતવિના થઈ શકે તેટલું ઉપમેગી અધ્યયન તેમણે કરી લીધું હતું.
ઉપનયન થયા પછી તેઓશ્રી પોતાના ગુરૂની પાસે રહી વેદાદિનું અધ્યયન કરવા લાગ્યા. અધ્યયનકાલે તેમની સ્મરણશક્તિ ને તેમના બુદ્ધિવિભવ તેમના સહાધ્યાયીઓને તથા તેમના ગુરુને આશ્ચર્યરૂપ જણાતાં હતાં. એક વેલા બીજા વિદ્યાર્થીઓની સાથે ગામમાં ભિક્ષા માગવા જતાં તેઓએ એક બહુ દીન બ્રાહ્મણને ઘેર જઈ ભિક્ષા માગી. તે બ્રાહ્મણની સ્ત્રીએ દીનભાવથી વિનયવડે તેઓશ્રીને જણાવ્યું કે –“હું બહુ મંદભાગિની છું, તેથી નિર્ધતાને લીધે તમારે જે બહુભાવથી સત્કાર કરવા યોગ્યને પણ અન્નાદિવડે સત્કાર કરી શકતી નથી. આથી મારા જીવનને ધિક્કાર છે, ” આમ કહી તે ઘરમાં ગઈ. અને ઘરમાં મળી આવેલું એક આમળું તેમને ભિક્ષાને બદલે આપ્યું અન્યનું દુઃખ જોઈ જેમનું હૃદય દ્રવી જવાના સ્વભાવવાળું છે એવા