________________
(૧૧) સ્વતંત્રતાનો ઢંઢેરો ૧. સિદ્ધાંત ‘બાહ્ય પદાર્થો - શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ અને દ્રવ્ય આત્માને સ્વજ્ઞાનમાં
(બાહ્ય પદાર્થોને જાણવાના કાર્યમાં) જોડાતા નથી કે, તું મને સાંભળ, તું મને જો, તું મને સુંઘ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ’ અને આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી સોયની
જેમ પોતાના સ્થાનથી વ્યુત થઈને તેમને(બાહ્ય પદાર્થોને) જાણવા જતો નથી. ૨. બન્ને તર્ત સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન(
સંબધ વિનાનો, તટસ્થ) છે, તો પણ અજ્ઞાની જીવ સ્પર્ધાદિકને સારા-નરસા માનીને રાગ-દ્વેષી
થાય છે તે તેનું અજ્ઞાન છે. ૩. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે તેમ છે જ નહિ, અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના
ગુણ ઉપજાવી શકતું નથી અર્થાત્ અન્ય દ્રવ્ય જીવને રાગાદિક ઉપજાવી શકતું નથી. અન્ય દ્રવ્ય વડે
અન્ય દ્રવ્યના ગુણ ઉત્પાદ કરવાની અયોગ્યતા છે કેમ કે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. ૪. તારી રાગ-દ્વેષની પર્યાય સ્વભાવની યોગ્યતાથી જ તે કાળે ઉત્પન્ન થાય છે, તેમાં પરદ્રવ્ય બીલકુલ
કારણ નથી. આવી વાત, ભાઈ! તારી ઊંધી માન્યતાનું આખું ચક્ર ફેરવી નાંખ- જો તને ખરેખર ધર્મ
કરવો હોય તો! જો તને સુખી થવું હોય તો! ૫. કર્મને લઈને વિકાર થાય છે અને શુભભાવથી ધર્મ થાય - એમ બે મહાશલ્ય એને અંદર રહ્યા છે. પરંતુ
પરથી વિકાર નહિ ને શુભ રાગથી ધર્મ નહિ – એમ નિર્ણય કરીને પરથી અને રાગથી ખસી શુદ્ધ ચૈતન્ય ચિદાનંદઘન પ્રભુની દૃષ્ટિ કરે ત્યારે સમ્યગ્દર્શન થાય છે અને તે પ્રથમ ધર્મ છે. અરે ! લોકોને ધમ શું ચીજ છે ને કેમ થાય તેની ખબર નથી. આવું સત્ય તત્ત્વ સમજવાના ટાણાં આવ્યા છે ને એને વખત નથી. શું થાય પ્રભુ? પરથી - કર્મથી વિકાર થાય એ તો ભગવાન! તને ભ્રમ થઈ ગયો છે; એ તો મૂળમાં ભૂલ છે ભાઈ! પરદ્રવ્ય માટે પ્રત્યેક અન્ય દ્રવ્ય પાંગળું છે. પરનું કાંઈ કરે એવી એનામાં યોગ્યતા નથી. આ નિશ્ચયની વાત છે એટલે સત્ય છે. ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થોની સત્યાર્થ સ્થિતિની આ વાત છે. અહીં ભગવાન ફરમાવે છે કે પરદ્રવ્ય - કર્મ જીવને વિકાર કરાવે છે અને પરદ્રવ્યની પર્યાયને જીવ ઉપજાવે છે એમ શંકા ન કર, કેમ કે સર્વદ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદથાય છે. વિકાર થાય એ પણ પર્યાયનો
સ્વભાવ છે. તે તે સમયની યોગ્યતા છે. ૭. પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવથી જ તે તે કાળે તે તે પર્યાયરૂપે પરિણમી જાય છે. એવી જ દ્રવ્યની
યોગ્યતા છે, એમાં પરદ્રવ્યનું કાંઈ કર્તવ્ય નથી; તે તે પર્યાય પરદ્રવ્યથી ઉપજે એમ ત્રાણ કાળમાં બનતું નથી. જો પરથી તે તે પર્યાય થાય તો તે દ્રવ્ય તે સમયે પોતે શું કર્યું? દ્રવ્ય છે તેની તે તે કાળે પર્યાય તો હોવી જોઈએ ને? પર્યાય વિનાનું શું દ્રવ્ય હોય છે? નથી હોતું.