________________
(૧૦) अनुभव चिंतामनि रतन, अनुभव है रसकूप । अनुभव मारग मोखको; अनुभव मोख सरुप ॥ ૯. જૈન ધર્મ એ કાંઈ કોઈએ બાંધેલો વાડો નથી. એ કોઈ એકાંતિક ક્રિયાકાંડમાં જ સમાઈ જતો એવો
ધર્મ નથી. જૈન ધર્મ તો શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલો વસ્તુસ્વભાવ છે. વસ્તુરવભાવને યથાર્થ
જાણે તે જૈન છે. ૧૦. અનાદિકાળથી અંનત દ્રવ્યોનું ભ્રમથી કર્તુત્વ પોતાના માથે લઈને કલ્પિત બોજાથી ત્રાસેલા આ
આત્માને જ્યારે પોતાના અકર્તાઅર્થાત્ જ્ઞાતા સ્વભાવનું ભાન થાય છે તે સમયે કબુદ્ધિની આકુળતા દૂર થઈ અનાકુળ આનંદનો તેને અનુભવ થાય છે. એ અનુભવને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે
ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. ૧૧. પરિવર્તનશીલ સંસારમાં અપરિવર્તનશીલ જ્ઞાયક સ્વભાવનું અપૂર્વ માહાસ્ય આવતાં ભવ્ય જીવો
એનો આશ્રય કરી, દ્રવ્યદૃષ્ટિ કરી વીતરાગી માર્ગના નિર્મલપંથે વિચરતા સિદ્ધપદને પ્રાપ્ત થાય છે. ૧૨. અનંતગુણ સંપન્ન આત્મા, તેના એકરૂપ સ્વરૂપને દૃષ્ટિમાં લઈ તેને એકને જ ધ્યેય બનાવી તેમાં
એકાગ્રતા કરવી એ જ પહેલામાં પહેલો શાંતિ-સુખનો સાચો ઉપાય છે. એ જ ધર્મનો મર્મ છે. નવ બોલઃ આ જ વાત આગમમાં નવ બોલથી કહેવામાં આવી છે. ૧. આત્મા છે.
(ચૈતન્ય અસ્તિત્વનો સ્વીકાર) ૨. આત્માનું પરિણમન છે.
(દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક સ્વરૂપ) ૩. પરિણમનમાં ભૂલ છે.
(જ્ઞાન-અજ્ઞાનરૂપે, શ્રદ્ધા-મિઠામાન્યત રૂપે, ચારિત્ર
રાગ સહિત છે.) ૪. ભૂલમાં કર્મ નિમિત્ત છે.
(આઠ પ્રકારના દ્રવ્યકર્મ, રાગાદિના પરિણામરૂપ ભાવ
કર્મ, ભૂલ જીવ પોતે કરે છે, કર્મ કરાવતા નથી.) ૫. પરિણમનમાં ભૂલ છે તે ક્ષણિક છે. (પર્યાયનું આયુષ્ય એક સમયનું છે.) ૬. આત્માનો ત્રિકાળ સ્વભાવ શુદ્ધ - (અનંત શક્તિઓનો પિંડ જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મામાં - પરિપૂર્ણ છે.
કોઈ ભૂલ નથી.) ૭. તે સ્વભાવના આશ્રયથી ભૂલ ટળી (સ્વભાવનો આશ્રય વર્તમાન પર્યાય કરે છે.)
શકે એમ છે. ૮. તે ભૂલ ટળવામાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર (યથાર્થ સ્વરૂપનો ઉપદેશ આપ્તપુરુષો જ આપે છે.)
નિમિત્ત છે. ૯. તે ભૂલ નિજ પુરુષાર્થથી ટળે છે. પૂર્ણ (ત્યારે સર્વ કર્મનો સંયોગ સ્વયં ટળી જાય છે. પરિભ્રમણ
સ્વભાવની પ્રાપ્તિ થાય છે. અનંત અક્ષય સમાપ્ત થાય છે.)
સુખ પ્રાપ્ત થાય છે. આ છે મોક્ષ દશા.